________________
રાસમાળા
હેંકી રહે છે, અને ચકચક્તિ ફરસબંધી ઉપર ભક્તિમાન સ્ત્રિયેા, સાનાના રંગાર સજેલી અને વિચિત્ર રંગનાં વસ્ત્રથી ઝધઝઘાટ મારતી, એક સ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધિમેધિમે પ્રદક્ષિણા કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્ભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવા છે, એના રહેવાસયા જાણે એકાએક આરસનાં પુતળાં બની ગયલા હાય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચકિત રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શૃંગારિક ગીત ગાઇને હવાને ભરી દેતા હેાય એવા ભાસ થાય છે.
પાલીટાણાના ડુંગરની ટોચ ઉપરથી, પશ્ચિમ ભણી જોતાં, ચેાખે છ્હાડે તેમીનાથને લીધે પવિત્રતા પામેલા એવેા દબદબાભરેલો ગિરનાર દષ્ટિએ પડે છે. ઉત્તર ભણી સિહેારની આસપાસના ડુંગરા, નાશ પામેલી વલભીપુરીના દેખાવને ભાગ્યે જ ફ્રેન્ધન કરે છે; આદિનાથના પર્વતની તલાટીની જોડાજોડ, પાલિટાણાના મિનારા, જે ઘનઘટાની આરપાર તડકામાં ચળકાટ મારે છે તે, દૃષ્ટિએ પડતા દેખાવને અગ્રભાગ બને છે; અને નજર છે તે રૂપેરી શત્રુજય નદીના વાંકાચૂકા પૂર્વ ભણીના પ્રવાહ સાથે સહજ ચાલતી ચાલતી તલાજાનાં સુંદર અને દેવાલયેાથી શાળા ઉડતા ખરાબા ઉપર થોડી વાર આવીને દરે છે, અને ત્યાંથી પેલી પાર, જ્યાં પ્રાચીન ગેાપના અને મધુમાવતી(મહુવા)ને ઉધ્ધતા દરિયાની છેળેા વાગે છે ત્યાં સુધી જઈ ભમે છે.
શત્રુંજય ઘણુંજ પ્રાચીન અને જૈન ધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થં કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેને નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગરેજોના પવિત્ર અયાનાની પેઠે દુનિયાના નાશની વેળાએ પણ એને નાશ થવે! સજ્યા નથી એમ હેવાય છે. પૌરાણિક રાજાએની લાંબી લાંખી ઘણી વાતે હેવામાં આવે છે કે, હિંદુસ્થાનની સર્વે જગ્યાએથી તેઓએ આવીને આ પવિત્ર ભૂમિ ઉપર તપશ્ચર્યા ને ધર્મની ક્રિયાએ
૧ જાદા જૂદા લોકોના ધણા રાજને અયાના પેાતાના સ્મશાનની જગ્યા તરીકે પસંદ કરવાનું કારણ નીચેના પ્રાચીન ભવિષ્યકથન ઉપરથી ઉત્પન્ન થયેલું હેવાય છે:
“જગતના પ્રલય થતાં વ્હેલાં સાત વર્ષે અગાઉ, રેલથી લેાકા ડૂબી જશે: એક જ “ભરતીથી દરિયેા આયોડ ઉપર ફરી વળશે; અને લીલેાતરીવાળા ઈસલેનું પણ “એમ જ થશે. તથાપિ કાલમ્બાના બેટ રેલના પાણી ઉપર તરશે.”-ચાહાસ આન્ટીકિટિ આક્ અયાના એ નામના પુસ્તક ઉપરથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com