________________
ચમારડી ખંભાતના અખાતના પશ્ચિમ કિનારા ઉપર, ભાવનગરની ઉત્તરમાં, થોડેક માઇલને અંતરે, થ્યાનિટ (કઠણાશ ભરેલા) પથ્થરના ડુંગરાની હાર છે, તે સ્થિર સરોવર સરખા સપાટ પ્રદેશમાં, જાણે દરિયાનાં મોજાંની વચ્ચોવચ્ચ બેટનું ઝુમખું તરતું હોયની એવી દેખાય છે. આ ખરબચડાં શિખરની ટોચ જે ચમારડી ગામ ઉપર ઝોકી રહી છે ત્યાંથી જે દેખાવ નજરે પડે છે તેના કરતાં ચડિયાતા દેખાવ, આખા હિંદુસ્તાનમાં, ઇતિહાસ સંબંધી તથા દંતકથાઓ વિષેની વિચારસંકલનામાં રમુજ પાડે એવા, તથા વિવિધ પ્રકારના બીજા થોડા જ હશે.
ચમારડીના ખરાબાને એક વાર દરિયાના પાણીની છોળો વાગતી હતી એવી દંતકથા ચાલે છે તેને ત્યાંની બખેલેથી પુષ્ટિ મળે છે, કેમકે, તે બોલો દરિયાનાં માંથી પોલી થઈ હોય એવી ખુલ્લી રીતે જણાય છે, તેની વચ્ચે ઉભા રહીને જેનારની નજર આગળ, ઉત્તર અને પૂર્વમાં આવી રહેલું, અને ઠેઠ ક્ષિતિજમાં જઈ અડેલું એવું કાળી ભૂમિનું વિશાળ અને સપાટ મેદાન જણાય છે, તે પ્રતિ વર્ષે ઘહું અને રૂની વાવણીથી ભરપૂર થયેલું રહે છે (જે ભાગ ઉપર અખાતની ભારે ભરતીનો ધસારો થાય છે, અને જે ખારે અને ઉજજડ પડેલે દેખાય છે તે ભાગ વિના) અને તેની સપાટી ઉપર પૂર્વ ભણીની દિશાએ રસ્તો કરવાને વ્યર્થ પ્રયત્ન કરનારા જળપ્રવાહથી જ માત્ર ખંડિત થયેલું જોવામાં આવે છે. વળી, એ ચમારડીના ડુંગર ઉપરથી, પ્રતાપવંતી વલભીના ગઢ આગળ થઈને વ્હેતી, અને ઉનાળાના દિવસમાં પિતાના વાંકાચૂકા માર્ગે મંદ મંદ ગતિ કરતી તથા વર્ષાઋતુમાં ઘણું પ્રવાહબળથી દરિયા ભણી ધસારા સહિત માર્ગ કરતી, એવી નદી જોવામાં આવે છે. તેમ જ વળી, કનકસેનના હજી સુધી ગુહ્ય રહેલા વંશનાં મોટાં વહાણ દરિયા ભણી લઈ જતી, અને જે હવણાં થોડી અને નહાની હડિયોથી ખેડાય છે, તે પણ જે નગર ઉપરથી તેનું નામ પડ્યું છે તેની પડખે થઈને જતી, અને ગોઘાના બંદરને પસાર કરતી, જે ખાડી પીરમના ચમત્કારિક અને મનોરંજક ન્હાના બેટને સેરઠના દ્વીપકલ્પથી જૂદ પાડે છે તેને ધસી આવી ઘણુ વેગથી મળતી, અને પિતાની અસલની મહેટાઈની નિશાનિ બતાવતી, એવી ખારા પાણીની ભાવનગરની ખાડી, પણ ત્યાંથી ઓળખાઈ શકાય છે. આ સપાટ ભૂમિમાં, ચમારડીની ઉત્તરે થોડાક માઈલને છેટે હાલનું વળા નામનું ગામ છે (જે હાલમાં ગેહિલ રજપૂત ઠાકરની સત્તામાં છે;) તથા પુરાતન નગર વલભીપુરનાં ખંડેર પડી રહ્યાં છે. અને એથી આગળ વળી, જાણે ઈતિહાસવિષયક દેખાવનો સંબંધ ચાલતા રાખવાની તેની મતલબ હેય તેમ, એક ઊંચો મિનારે લાલિયાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com