________________
૫૧
ફાર્બસ સંબધમાં સંભાવિનાં સંમત સુરતના લોકેએ ફાર્બસનું સ્મરણ રાખવા સારૂ ડું નાણું એકઠું કર્યું છે, અને પ્રતિવર્ષ તેમાંથી તેને પ્રિય એવી જે ગૂજરી ભાષા, તેને પુષ્ટિ મલે એવી જનાઓ કરે છે. મુંબઈમાં યુરોપીયે અને દેશીએ એકત્ર મળી અન્ય માર્ગે પણ ફાર્બસનું સ્મરણ રહેવા એક સ્મારક સંગ્રહ કર્યો છે. તેમાંથી રૂ.૫૦૦૦) આ પ્રાન્તની સમસ્યશાલાને (યુનીવર્સિટીને) સ્વાધીન કઠ્યા છે. તેના વૃદ્ધિ દ્રવ્યમાંથી ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ નીકળે તે વિદ્યાર્થીને પ્રતિષ્ઠાથે એક ફાર્બસના નામની “સુવર્ણમુદ્રા આપવી એવો નિશ્ચય થયો છે. પિતાના જીવનમાં જ સારાં બીજ વાવવામાં ફાર્બસ એવા એક સાધનભૂત થયા છે કે, તેઓનાં વૃક્ષ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં જશે, તેમ તેમ તેનું અધિક અધિક
સ્મરણ કરાવતાં જશે, એટલે તેના મરણ પછી સ્મરણ કરાવવા અન્ય કોઈની સહાયતાની ઝાઝી અપેક્ષા રહી નથી. કવીશ્વર શેકસપીઅર કહે છે કે –
“Not marble nor the gilded monuments
Of princes shall outlive this powerful rhyme." એ યથાર્થ છે. કવિ. દલપતરામ પણ કરે છે કે –
(કવિત.) “મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર, ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને; બનાવી બનાવીને બેસાડ્યાં હશે બાવલાં તે, પાવલાની કીંમતે કદિ જશે વેચાઈને; મસદ મીનારા કે કરાવેલા કીરતીર્થંભ, ઘણે દાડે તે તો જશે સમૂલા ઘસાઈને; કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ,
ફારબસ તણા જસ રહેશે ફેલાઈને.” ફાર્બસને સ્વભાવ મહાશય અને માયાળુ હતા તે તે આપણે જોઈ લીધું છે. તે એક ખરા ગૃહસ્થ હતા. દેશીય પરદેશીયમાં કંઈ અંતર ગણતા નહિ. સર્વ સાથે યોગ્ય સન્માનથી વર્તતા. તેના અંતઃકરણ જેવું તેનું મુખ પણ સદા સલજજ, પ્રસન્ન અને આકર્ષક રહેતું. પ્રારંભમાં તેનું ચિત્ર મૂકયું છે એટલે તેના આકારનું વર્ણન કરવાની અગત્ય નથી.
મિ. ફાર્બસ પૂર્વ વયમાં વહેલા પરણ્યા હતા. તેઓને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે. તેમાંથી જ્યેષ્ઠ પુત્રનું વય ૨૧ વર્ષનું છે. તેનું નામ જાન. કેજર ફાર્બસ, તે વિલાયતમાં છે. બીજે ૧૯ વર્ષનો હેત્રિ ડેવિડ અર્સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com