________________
૫૪૮
રાસમાળા
દિવસમાં જેટલી ધરતી પછવાડે ધાડે બેશીને ફરી વળીશ તેટલી તારી થશે, અને જ્યાં અટકીશ ત્યાંથી તારી સીમા બંધ થશે.” ત્યારે જેતમાલ પેાતાની પાસે થાડા સવાર રહેલા હતા તેટલા લઈને નીકળી પડ્યો. હેલાં તે તે રહેવરેશને થાણે આવ્યા, ત્યારે અશ્વારનું મ્હાટું દળ પાસે આવતું ઢાય એવું તેમના જોવામાં આવ્યું, તેથી થાણાવાળા તેમનાં ઘેાડાં અને સરસામાન મૂકી દઈને ન્હાશી ગયા. ત્યાર પછી તે મેધા જાદવને થાણે જઈ પહોંચ્યા. ત્યાં પણ માતાજીની સાહાય્યતાથી ડુંગરાની બાજુએ ઝાડે ઝાડે એકેકા ધાડેસ્વાર જોયા, તેથી તે પણ ગભરાઈને ન્હાશી ગયા, મેધા પાતાના ઘેાડાને હવરાવા વળગ્યા હતેા તેને ઝાલી લઈને ઠાર કરડ્યો. ત્યાંથી પછી તેઓ તરસંગમે ગયા અને ત્યાંનું થાણું ન્હસાડી મૂકયું. ત્યાર પછી ધારાદ અને હુરાદમાંથી શત્રુઓને મ્હાડી મૂકયા. ત્યારે રાણા જેતમાલ થાયો, અને ઘેાડા ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. એટલે ખીજા રજપૂતાએ પ્રાર્થના કરીને કહ્યું: “વણાં તમે નીચે ઉતરશેા નહિ.” પણ તેણે કહ્યું: “વે મારાથી વધારે વાર ઘેાડા ઉપર “પેશી વ્હેવાય એમ નથી.” એમ કહીને તે નીચે ઉતરી પડ્યો, અને માતાજીનું વચન પૂરૂં થયું. ત્યાર પછી તરસંગનું ઉજ્જડ કરીને રાજગાદી ક્રાંતે લઈ ગયા. દાંતેથી બે માઈલને છેટે પશ્ચિમમાં, નવા વાસના રસ્તા ઉપર દાંતારિયા વીરનું થાનક છે તે ઉપરથી દાંતા નામ પડેલું છે. વીરને થાનકે માટીના ઘેાડા કરીને લેાક ચડાવે છે. ઢાંતે આવ્યા પછી તરત જ જેતમાલ મચ્છુ પામ્યા.
પ્રકરણ ૧૦. ઈડરના રાવ
ઈડરના રાવ કલ્યાણમલની પછી તેનેા કુંવર રાવ જગન્નાથ ગાયિ બેઠા. કલ્યાણમલ રાજ્ય કરતા હતા તે વેળાએ કારભારિયાની મેટાળિયા બંધાઈ હતી. તેમાં એક વસાઈ, મુડેટી, અને કરિયાદરાના દેસાઈ જમીનદારાની હતી, અને તેમને પેાશીનાના વાધેલા ઢાકારી અને રાલના સરદારાની સાહાય્ય હતી. ખીજી ટાળી રણાસણના રહેવર ઠાકાર ગરીબદાસ, ઈડરના મુસલમાન ફેસખાતિયેાના મુખિયા, અને વડાલીના માતીચંદ શાહ મજમુદારની હતી. આ વેળાએ, ઈડરની ખંડણી મુદતસર ઉધરાવાને મુસલમાના ફેાજ મેાકલવા લાગ્યા, અને વાદરાના વૈતાલ મ્હારાટ, જેને રાવને કિતાબ મળ્યા હતા, તે પાદશાહને ત્યાં રાઠોડ રાજાઓને જામીન થયા હતા. ડરની જમાબંદી ફ્રિલ્હીની વતી અમદાવાદમાં ચૂકતી હતી. દર વર્ષે ખંડણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com