________________
દાંતાના રાણાઓ
૫૪૭,
પીધું છે. તેથી એને એક વાર સમજાવવાને અમને રજા આપે. જે તે “અમારું માનશે નહિ તે અમે તમારા કહેવા પ્રમાણે કરીશું.” પછી મહેપ તરસંગમે ગયે અને રાણાને કહ્યું: “આ પીપળાનાં ઝાડ તરસંગમાના કિલ્લા “ઉપર આવ્યાં છે માટે કપાવી નાંખો, નહિ તો શત્રુ ઝાડ ઉપર ચડીને તમારા “હેલ ઉપર મારે ચલાવશે.” રાણે બોલ્યોઃ “અહિંયાં સુધી આવે એ કોણ બળિયો છે? વળી પીપળાનું ઝાડ કાપવું અને બ્રાહ્મણને મારો એ “બે બરાબર છે; માટે હું એક કપાવનાર નથી.” જ્યારે ગઢિયાએ બહુ આગ્રહ કર્યો ત્યારે રાણે બોલ્યોઃ “જા તુંય પણ તેમના ભેગે ચડજે, હું તારાથી ડરતો નથી.” પછી ગઢિયા રાવની છાવણીમાં પાછો આવ્યો, અને બોલ્યાઃ “રાણે તે માનતો નથી.” ત્યાર પછી તેમણે ફેજના ત્રણ ભાગ કયા; બે ભાગ બે ગઢિયાને સોંપ્યા અને એક ભાગનું ઉપરીપણું વે પિતાની પાસે રાખ્યું. તેઓ તરસંગમા ઉપર જુદે જુદે રસ્તે ચાલ્યા, અને તે ઘેરી લઈ કિલ્લા ઉપર ચડીને શહરમાં ઉતર્યા. ત્યારે રાણે પિતાનું કુટુંબ લઈને દતે હાશી ગયે. આ લડાઈમાં રાણાના સરદાર કામ આવ્યા, તે નીચે પ્રમાણે હતા –ખેત, મેહદાસ, પહાડખાન, પ્રતાપ, ગોપાળસિંહ, અને વીરભાણુ. રાણાના ઉમરાવોમાંના જગમાલે ઈડરના એક સરદાર સેનખાનને ઠાર કર્યો.
રાણે જાયમલ અને કુંવર જેતમાલ દાંતે ગયા, એટલે શત્રુ તેમની પછવાડે પડ્યા, તે ઉપરથી તેઓએ માતાજીની ઓથ ઝાલી, અને રાવના ઉપર બહારવટે નીકળ્યા. કલ્યાણમલ ગામે ગામ થાણું મૂકીને ઈડર પાછા ગયો. તરસંગમાના થાણુને ઉપરી માલ ડાભી હતો; સરામાં રેહેવાર હતા; થાણુમાં મેઘો જાદવ હતું. રાણું જાયમલનાં માણસ અને ઘડાં રહેતાં રહેતાં ઓછાં થઈ ગયાં અને છેવટે તે મરણ પામ્યો.
જાયમલના મરણ પછી, કુંવર જેતમાલ, માતાજીને બારે ઘણા દિવસ સુધી લાંધવા બેઠા, પણ માતાજિયે કાંઈ ભાળ લીધી નહિ, ત્યારે છેવટે, કમળપૂજા કરવાની તેણે તૈયારી કરી. એટલે માતાજિયે તેના હાથ ઝાલ્યા અને કહ્યુંઃ “તું તારે ઘેડે ચડીને નીકળી પડ, હું તને સાહા થઈશ. આજના ૧ શ્રીમદ્ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે –
अश्वत्थः सर्ववृक्षाणाम् देवर्षीणां च नारदः।
गंधर्वानां चित्ररथः, सिद्धानां कपिलो मुनिः ॥ “ઝાડમાં પીપળે મારું રૂપ છે, સર્વ દ્રષિયોમાં નારદ મારું રૂપ છે, ગાંધવોંમાં ચિત્રરથ મારું રૂપ છે, અને સિદ્ધમાં કપિલ મુનિ મારું રૂપ છે.” ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com