________________
૫૩૬
રાસમાળા વિશેષ એમ લખ્યું છે કે, “પાદપરા ગામમાં ઉદરવસહિકા નામનું તેણે ચૈત્ય બંધાવ્યું છે.”
પાસે એક પાળિયા છે. તેની ઉપર એક બીજે જાણવા જેવો લેખ સંવત ૧૨૫૬(ઈ. સ. ૧૨૦૦ )ની સાલને છે, તેમાં લખ્યું છે કે, “શ્રી
ધારાવર્ષ, દેવ અબ્દને ધણી, અને જેના ઉપર સૂર્ય પ્રકાશે છે એવા “સર્વ મંડલિકનો કંટક, તેણે આ આરાસનાપુરમાં વાવ બંધાવી.”
આ પ્રમાણે તેઓની કુલદેવી માતાના દેવલ વિષેની વિગત આપ્યા પછી દાંતા અને તરસંગમાના રાણું વાઘ પરમારના વંશ વિષે લખિયે છિયે. | વિક્રમથી ચાળીસમો રવપાળજી પરમાર થયો. તે દ્વારકાની યાત્રાએ ગયા. ત્યાંથી વળતાં કચ્છ આવ્યો. તેને એવો નિયમ હતો કે માતા અંબિકાની પૂજા કર્યા વિના ખાવુંપીવું નહિ. આ ઉપરથી માતા તેના ઉપર પ્રસન્ન થયાં, અને દર્શન દઈને કહ્યું કે તારે જે જોઈયે તે મારી પાસેથી માગી લે, હું આપવાને તૈયાર છું. તેણે માગ્યું કે હું નગર ઠઠ્ઠામાં રાજધાની કરીને સિધ ઉપર રાજ્ય કરું એવું વરદાન આપે, તે માતાએ તેને આપ્યું. પછી તેણે નગર ઠઠ્ઠા, બામણવા અને બેલા એ ત્રણ ઠેકાણે રાજ્ય સ્થાપ્યું. રવપાળજી પછી બારમો દામોજી થયો, તેને કુંવર ન હતો, તેથી તેણે અંબાજીની બાધા રાખી. માતાએ પોતાની આંગળીમાંથી લેહી કહાડીને અને પોતાના શરીર ઉપરના મેલ સાથે મેળવીને એક કુંવર ઉત્પન્ન કરીને તેનું નામ જશરાજ પાડવાની આજ્ઞા કરી. વળી માતા બોલ્યાં “મારા દેવા“લયનું રક્ષણ કરવા માટે મેં એને ઉત્પન્ન કર્યા છે.” દામાજીના વારામાં નગર ઋા ઉપર મુસલમાનેએ હલ્લો કર્યો, તેમાં નવ વર્ષ સુધી લડાઈ થયા પછી નગર તેમને સ્વાધીન થયું, અને રાજા દામોજી માર્યો ગયો. તે પણ ત્યાર પછી જશરાજે લડાઈ ચાલુ કરીને નગર પાછું હાથ કરી લીધું.
રાજા જશરાજ પણ અંબાજીને ખરેખરો ભક્ત હતા, અને તેને માતા પાસેથી બહુ આશ્રય મળતો હતો. એના રાજ્યમાં મુસલમાને ફરીને ચડી આવ્યા, અને તેમણે પશુનાં હાડકાં વડે ફૂવા બાંધીને અને બીજાં એવાં અપવિત્ર કામ કરીને ધરતી એવી અપવિત્ર કરી નાંખી કે અંબાજીનું ત્યાંથી મન ઉઠયું અને રાજા જશરાજને કહ્યું: “અહિયાં વધારે વાર રહેવાની મારી “ઈચ્છા નથી; હું આરાસુર મારે ઠેકાણે જઈશ.” રાજા બોલ્યોઃ “હું તમારા દાસ છું, તેથી તમે જ્યાં જશે ત્યાં તમારી પછવાડે હું આવીશ.” તેની આવી પ્રાર્થના સાંભળીને માતાએ કહ્યું: “બહુ સારું, તું મારી સાથે ચાલ, “અને હું તને ત્યાંનું રાજય આપીશ.” એ પ્રમાણે કહીને માતા અલોપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com