________________
'અંબા ભવાની
૫૩૫
વસાવેલું એક ગામ છે. તે રાણુના નામ ઉપરથી કુંભારિયા કહેવાય છે. તેની પાસે ધોળા આરસ પહાણનાં વિમળશાહનાં બાંધેલાં જૈન ધર્મનાં દેરાસર છે. એક દંતકથા એવી છે કે “માતાએ વિમળશાહને ઘણું ધન આપ્યું, “અને તેણે પારસનાથનાં ત્રણસ ને સાઠ દેરાં બંધાવ્યાં. માતાજિયે તેને “પૂછ્યું કે તે કોના પ્રતાપથી એ બંધાવ્યાં? ત્યારે તેણે કહ્યું કે મારા ગુરૂજીના પ્રતાપથી. માતાજીએ ત્રણ વાર પૂછયું પણ ત્રણે વેળા તેણે એનું એ ઉત્તર “આપ્યું. ત્યારે માતાએ કહ્યું કે તારાથી હસાય તેમ હાશ. તે ઉપરથી “વિમળશાહ દેરાસર નીચેના એક ભેંયરામાં થઈને હા. તે ભોંયરૂ દેલવાડાના ભૈયરા સાથે સંધાયેલું હતું, એટલે ભયમાં ને ભેટમાં આબુ પર્વત ઉપર “આવી ચડ્યો. પછી માતાએ બધાંય દેરાં બાળી મૂક્યાં, અને વાત રહેવા “સારૂ માત્ર પાંચ રહેવા દીધાં. બીજા દેરાસરના પથરા આજે પણ વિખ“રાયેલા પડેલા છે.” જે જગ્યાએ વિમળશાહે ચૈત્ય બંધાવ્યાં હતાં તે બળી ગયા વિષેની વાત સાચી જણાય છે, કેમકે, તેવામાં આરાસુરના આખા ડુંગરામાં જ્વાળામુખી પર્વતનાં તત્ત્વ પ્રજ્વલિત હતાં એમ જણાય છે, અને વિમળશાહે તે ખરેખરૂં જાણેલું કે શ્રી અંબાજીના કેપથી દેરાસર બળી ગયાં, કેમકે, ત્યાર પછી, તેણે આબુ પર્વત ઉપર દેલવાડામાં ચૈત્ય બંધાવ્યું તે માંહેલા લેખમાં માતાજીની સ્તુતિ તેણે નીચે પ્રમાણે કરેલી છે –
૮. સતી બિકા ! તારા પત્ર સરખા હાથ અશોક ઝાડના પુષ્પ “જેવા લાલ છે, તું જે સુંદર તેજવાન જણાય છે, અને કેશરીસિંહના “રથમાં બેસે છે; તું જે બે બાલક તારા ખોળામાં બેસારે છે એવા સ્વ“રૂપથી તું સગુણી પુરૂષોનાં દુઃખને નાશ કર !”
“૧૦. ડાહી અંબિકાએ રાત્રિની વેળાએ એક સમયે ત્યાંના અધિપતિને આજ્ઞા કરી કે, આ પર્વત ઉપર શુદ્ધ જગ્યા છે માટે તું યુગાદિનાથનું સારું દેરાસર બંધાવ.”
૧૧. શ્રી વિક્રમાદિત્યની વેળાથી એક હજાર અઠ્ઠાશી વર્ષાકાળ (ઈ. “સ. ૧૦૩૨) ગુજયા ત્યારે શ્રી વિમળદેવે અબ્દના સ્તૂપ ઉપર શ્રી
આદિદેવનું ચિત્ય બંધાવ્યું, તેને હું વંદું છું.” | કુંભારિયામાં નેમીનાથનું ચિત્ય છે, તેમાં વધારે અર્વાચીન સમયને લેખ સંવત ૧૩૫(ઈ. સ. ૧૨૪૯)ને છે, તેમાં કુમારપાળ સોલંકીના પ્રધાન ચાહના પુત્ર બ્રહ્મદેવે દેરાસર બંધાવ્યા વિષેની સૂચના લખેલી છે, તેમાં
* અથવા ઉદરનું દેરાસર. પ્રબંધ ચિંતામણિમાં લખ્યું છે કે કુમારપાળે ઉંદરના રૂપિયા લઈને તેને હરકત કરી હતી તે ઉપરથી તેણે આ દેરાસર બંધાવ્યું હતું. ન પણ ૨૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com