________________
૫૩૨
રાસમાળા
“પૃથ્વીપતિ રાજાધિરાજ રણુજી શ્રી ૧૦૮ શ્રી પૃથ્વી સંગજી રાજ્ય કરતા
હતા ત્યારે એક વાણિયાએ યાત્રાળુ લોકોને રહેવા સારૂ પુત્રની આશાએ “એક ધર્મશાળા બંધાવી તે આશા અંબાની કૃપાથી પૂર્ણ થઈ
શિરેઈન રાવને દેશ અંબાજીના દેરાની પાસે છે. તેઓને ઉપજમાંથી ભાગ મળતું હતું, પણ પછીથી કહે છે કે તેણે છોડી દીધે, તે એવા કારણથી કે દેવાલય ખાતે દાન કર્યું હોય તેની ઉપજ તે ગોસાઈ ખાય. દાંતાની કન્યા શિરેઈવાળાને ત્યાં પરણાવી હતી. એક વાર એવો બનાવ બન્યો કે શિરેઈવાળાએ જે સાડી માતાને પહેરાવેલી તે જ સાડી પહેરીને દાંતાવાળની કન્યા પિતાને સાસરે શિરેઈ ગઈ. તે જોઈને તેના ધણિએ કહ્યું કે અમે માતાને પહેરાવેલ પોષાક તે પહેઠ્યો છે તેથી આજથી તું મારી માતા જેવી છે, એમ કહીને તેને તેના બાપને ઘેર “પરણેલી કુંવારિકા અને રાંડેલી સ્ત્રીને વેષે” વિદાય કરી. તે દહાડાથી એ ધારો કર્યો કે અંબાજીને અર્પણ કરેલ પિષાક દાંતાના રાજકુલની કન્યાને પહેરવા આપવો નહિ.
અંબા ભવાનીના દેરાની પશ્ચિમમાં આશરે બે માઈલ ઉપર એક ડુંગર છે. તેના ઉપર અસલને વારે ગમ્બરગઢ કરીને એક કટ હતા. ત્યાં ખ; છે તે વેગળેથી હેટા કમાનદાર દરવાજા જેવું દેખાય છે. માતા અંબાજી ડુંગરાના પોલાણમાં રહે છે એવી વાત જે ચાલી છે તે સો વશ તે એ જ ઉપરથી ચાલી હશે. કહે છે કે, “એક વેળાએ માતાજીની ગાય આખો દહાડે રબારીનાં ઢોરમાં ચરતી હતી, અને રાતની વેળાએ ડુંગરમાં પાછી જતી; ભગવાળને આશ્ચર્ય લાગ્યું કે એ ગાય તે કોની હશે. પછી તેણે એવો નિશ્ચય કર્યો કે, ગમે તે થાય પણ ગાયના ધણુને શેધી કુહાડીને તેની પાસેથી “ચરાઈ લેવી. એક સાંજરે, નિત્યની પેઠે, ગાય ઘેર જવા ચાલી, એટલે ગોવાળ તેની પછવાડે પછવાડે ગયે, અને તેની સાથે ડુંગરામાં પેઠે. એટલે તેના જોવામાં એક ભવ્ય મહેલ આવ્યો. તેના મુખ્ય ઓરડામાં માતાજી બિરાજમાન થયેલાં હતાં. તે હીંચકે હીંચતાં હતાં, અને ઘણી દાસીઓ “આસપાસ ઉભી રહી હતી. ગોવાળ હિમ્મત ધરીને માતાની પાસે ગયે, અને “પૂછ્યું કે ગાય તમારી છે? તેમણે હા કહી, તે ઉપરથી આગળ બોલવાની ગોવાળને હિમ્મત આવી. “એ ગાયને બાર વર્ષ સુધી મેં ચરાવી છે, ને “આજે તેની ચરાઈ લેવાને આવ્યો છું.’ જવને એક ઢગલે પડ્યો હતો તેમાંથી “ડા આપવાને માતા અંબાજિયે એક દાસીને આજ્ઞા કરી. દાસીયે એક “સૂપડું ભરીને ગોવાળને આપ્યું, તે લઈને નિરાશ થતે ક્રોધાયમાન થઈને
૧ “જે જાય ગબ્બર તે થાય જખ્ખર, એવો એ ગઢને મહિમા કહેવાય છે. ૨. ઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com