________________
૫૦૬
રાસમાળા દેશની ગૂજરાત ભણીની બાજુએ એક સ્વતંત્ર જમીનદાર છે તે ડુંગર“પુરમાં રહે છે. આ દેશની માળવા ભણની બાજુએ વાંસવાડા છે, ત્યારે “રાજકર્તા સ્વતંત્ર છે. આ બંને રાજકર્તાઓની પાસે પાંચ પાંચ હજાર “અશ્વાર અને એક એક હજાર પાયદળ છે; તેઓ બંને સિસોદિયા જાતિના “હતા અને રાણુના સગા થતા હતા, પણ હવણુના છે તે જુદી જાતિના છે.”
પણ સરકારની પડોસમાં એક દેશ છે તેની રાજધાની શિરાઈ “છે. ત્યાંને રાજકર્તા એક હજાર અશ્વાર અને પાંચ હજાર પાયદળની
હકુમત કરે છે, આબુગઢ નામના પર્વતની ટોચે તેને કિલ્લે છે, તેમાં બાર “ગામ આવ્યાં છે, ત્યાં પાણી અને ઘાસ પુષ્કળ છે. નન્દરબારની પૂર્વમાં, “મન્યુની ઉત્તરમાં, નાંદોદની દક્ષિણમાં, અને ચાંપાનેરની પશ્ચિમમાં વળી “એક બીજે દેશ છે તેની લંબાઈ સાઠ કેસ છે, અને પહોળાઈ ચાળીસ “કેસ છે. ત્યાંને રાજકર્તા ચેહાણ વંશને છે તેની રાજધાની અલીમેહન છે. અહિયાં ઘણા જંગલી હાથિયો છે. લશ્કરી ફેજ છસે અશ્વાર અને પંદર હજાર પાયદળની છે.
સુરત અને નન્દરબારના સરકારની વચ્ચે એક સારી રીતે વશેલે “હાડી દેશ છે તે બગલાણા કહેવાય છે. ત્યાંને ઠાકોર રાઠેડા વંશને છે,
અને ત્રણ હજાર અશ્વાર, તથા બે હજાર પાયદળના ઉપર હુકમ ચલાવે છે. “અહિયાં જાંબુ, બેર, દ્રાક્ષ, રાંધણ, દાડમ, અને જબ્બીર ફળ બહુ થાય છે. બગલાણામાં સાત કિલ્લા છે તેમાં મલીર અને સાલીરના કિલ્લા અતિ“શય દઢ છે.
“નાંદેદ અને નન્દરબારના સરકારની વચ્ચે એક પહાડી દેશ છે તે “લબાઈમાં પચાસ કોસ છે, અને હાળાઈમાં ચાળીસ કેસ છે, તેમાં ગેહિલ રજપૂતની જાતિ વસે છે. હાલમાં રાજકારભાર એક ત્રવાડી કરીને બ્રાહ્મણ છે તેના હાથમાં છે, રાજા છે તે માત્ર નામને જ છે. કેઈ વેળા “તે રાજપીપળામાં રહે છે અને કેાઈ વેળા ઘુલવામાં રહે છે. તેની પાસે ત્રણ “હજાર અશ્વાર, અને સાત હજાર પાયલ છે. ઘુલવાનું પાણી ઘણું ખરાબ છે; પણ ત્યાં ડાંગર અને મધ બહુ સરસ થાય છે.”
છેલ્લા સંસ્થાન વિષે ઉપર લખવામાં આવ્યું તે આપણું જોવામાં આવ્યું છે કે પીરમના રાજા મેખડાજી ગોહિલના કુંવર સમરસિંહત્યેિ સ્થાપ્યું હતું, અને પિતાની માતાના ભણુથી તેને તે ઉપર હક્ક થયે હતે.
૧ અઇન અકબરીનું ગ્લંડવુઈને ભાષાન્તર કર્યું છે, તેના બીજા ભાગના ગૂજરાતના સુબા વિશેના વિષયમાં જુવે પૃષ્ઠ ૭૫ થી ૯૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com