________________
૪૬૮
રાસમાળા
ભીલ બેલ્યોઃ “જ્યારે કોઈ મોટા રાજા લડવાને આગળ પડતા નથી ત્યારે તે શું કરવાને જાય છે ? આ મુસલમાન લેકેની સેના ઘણી બળવાન છે; તારા એકલાથી કાંઈ પાછી ફહાડી મૂકાય એમ નથી.” હમીર બેઃ હું તે ત્યાં જઈને લડીને મરીશ; પણ એક વાતને મારા મનમાં ઘણો “ખેદ થાય છે, તે એ કે, હું હજી સુધી પરણ્યા નથી. આ ઉપરથી વેગડા ભલે પિતાની સ્ત્રીની સલાહ લઈને પોતાની મહેદી પુત્રી તેને વહેરે પરણાવી. હમીર ત્યાં એક રાત્રિ રહ્યો ને તેની સ્ત્રિયે ગર્ભ ધારણ કર્યો. તેના વંશના હાલ સુધી દીવ પ્રગણુમાં નાઘેરમાં છે, તે ગેહિલ કાળી કહેવાય છે.
વેગડા ભીલે ત્રણસે કામઠાવાળા ભીલ એકઠા કર્યા, અને હમીર તથા તેનાં બસે માણસના ભેગો સેમનાથનું રક્ષણ કરવા ચાલ્યો. ખરેખરી લડાઈ જામી, ત્યારે વેગડે જે કિલ્લાની બહાર રહીને લડતે હતું તેને હમીરે બારિયેથી અંદર બેલા, પણ ભલે ઉત્તર આપ્યું કે, “મારું નામ બગડે (લાંબાં શીંગડાંવાળો બળદ) છે, તે હું બારીમાં શું કરવાને પેલું?” પછી જેને જેમ ફાવ્યું તેમ, વેગડે પડ્યો ત્યાં સુધી લડ્યા. , સેરઠે–વેગડ વડ ઝુંઝાર, ગઢ બારિયે ગયો નહિ;
શિગ સમારણ હાર, અંબર લગી અડાવિયાં. પછી તે લડાઈમાં હમીર પણ તરત જ મરા; સેરઠા–વેહેલે આવે વીર, સખાતે સામિયા તણી
હીલોલવા હમીર, ભાલા અણિયે ભીમાઉત. પાટણ આવ્યાં પૂર, ખળહળતા ખાંડા તણું સેલે માંહી શર, ભેંસાયણસો ભીમાઉત. વેલ્ય તાહરી વીર, આવી ઉવાટી નહિ;
હામ તણું હમીર, ભેખડ હતી "ભીમાઉત ૧ શાસ્ત્રમાં લખ્યું છે કે પુત્ર વિના પિતાની મુક્તિ થતી નથી, અને સવર્ગ પણ તેને મળતું નથી.
૨ સુલ્તાન મહમદ બેગડે સોમનાથ ઉપર ચડાઈ ઈ. સ. ૧૪૯૦માં કરી. ૨. ઉ.
૩ વેગડ વડે લડવૈયો ગઢબારિયે ગયે નહિ, પણ આકાશ લગી તેનાં શીંગડાં તેણે અડાવી દીધાં.
૪ શિવ પટ્ટણમાં ખખડતાં શસ્ત્રોનું પૂર આવ્યું તેમાં ઉધમાતા પાડાની પેઠે ભીમ ગેહિલને પુત્ર શરવીર સેલ કરવા લાગ્યો.
૫ ઓ વીર ! ભીમના પુત્ર હમીર તારી વેળ આવીને પાછી વળી નહિ, શાથી કે હાકેમની ભેખાઇ આડી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com