________________
મહમૂદ બેગડા–સામનાથ ઉપર ચડાઈ
૪૭
મહમૂદ શાહે પેાતાની ધારણા પ્રમાણે જિત મેળવ્યા પછી, સૈયદ અને અને બીજા વિદ્વાનાને સારઠમાં વસાવવા માટે ખેાલાવ્યા. વળી તેણે ત્યાં એક શહર વસાવ્યું, તે થેાડી વારમાં તેના રાજધાની નગર જેવું ઘણું ખરૂં થઈ ગયું, અને તેનું નામ તેણે મુસ્તફાબાદ પાડયું. આ નવા શહેરમાં તે એક ઇમારત ચણાવતા હતેા તેવામાં તેના સાંભળવામાં આવ્યું કે, કચ્છના હેંવાસીયાએ ગૂજરાત ઉપર હલ્લા કર્યો છે, તેટલા ઉપરથી ઇ. સ. ૧૪૭૨માં તેણે તેએના ઉપર ચડાઇ કરી, અને તેમને તાબે કરી લીધા. ત્યાર પછી તરત જ સિંધના જટ અને મલુચી લેાકેા ઉપર તે ચડ્યો. તે સમયે તે સિંધુ નદી પર્યંત જઈ હેાંચ્યા હતા.
નીચે લખેલા ભાટને આપેલે વૃત્તાન્ત, અમે જે સમયનું લખતા આવ્યા છીએ તેના વિષે છેઃ
-
સારંગજીના વંશના ગાહિલ ભીમજીના હાથમાં લાઠી અને અઢીલાં હતાં. તેને ત્રણ કુંવરી હતા, અને એક કુંવરી હતી, તે સેારના રાહને દીધી હતી; માટે એ સંબંધને લીધે, તેનાં કુટુંબી સર્વે ધણાં ખરાં જાનેગઢ રહેતાં હતાં. જ્યારે મુસલમાનેાની સેના, રસ્તે ચાલતાં હિન્દુઓનાં દેવાલયને નાશ કરતી લાડી પાસે આવી ત્યારે આખા કુટુંબમાં પુરુષમાં ભીમજી ગાહિલને ન્હાના કુંવર હુમીરજી માત્ર ઘેર હતા. તેના સાંભળવામાં આવી નઠારી વાત આવી ત્યારે તે પેાતાની ભાભીને ક્હેવા લાગ્યા કે, ‘મુસલમાનેાની સેના “સામનાથને નાશ કરવાને મનસુખે ચાલી આવે છે; પણ ક્ષત્રિયનું ખીજ “ો રહ્યું હેાય તેા, મ્લેચ્છ લેાકેા, હિન્દુનાં દેવાલય તાડી શકે નહિ.” તેની ભાલિયે ઉત્તર આપ્યું કે, “બીજાં કાઇ ક્ષત્રિયનું ખીજ નથી તે તમે તે “છેકની !” હુમીરે આવા શબ્દ સાંભળ્યા એટલે તેનું લેાહી ઉકળી આવ્યું. એક પણ શબ્દ તે ખેલ્યે નહિ; પણ બસ માણસને લઈને ચાહ્યા, તે સિહારની પશ્ચિમમાં, થેાડે ગાઉને છેટે, સરાડના ડુંગર છે ત્યાં તેને મિત્ર વેગડા ભીલ વ્હેતા હતા ત્યાં ગયા. હમીરે પોતાની વાત વેગડાને કહી; પણ
૧ આ લડાઈ કચ્છના તે સમયના જામ હમીરજિએ કરેલી નથી, તે તા તુરતમાં જ ગાદીપતિ થયા હતા, અને તેમના વિરેધી વાગડમાં સાપર(રાપર)ના જામ અબડાજીના પિતાએ હમીરજી ઉપર સંકટ લાવવાના હેતુથી અમદાવાદના પ્રગણામાં લૂંટ કરી હતી. આ વેળાએ સુલ્તાન, ગિરનારના મંલિક રાહ ઉપર ચડી ગયા હતા.
જામ હમીરજીના હેતુ સુલ્તાન વિરૂદ્ધ હતેા તેથી સલાહસંપ થતાં જામ હમીરજિએ પેાતાની રાખતી કુંવરી પરણાવી, તેથી મહમૂદ પા ફરી ગયા. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com