________________
४६४
રાસમાળા
પ્રકરણ ૫, મહમૂદ બેગડે ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧ સુધી. કુતુબ શાહની પછી તેને કાકે દાઉદ ગાદિયે બેઠે. (ઈ.સ. ૧૪૫૯) પણ તેણે થોડા દિવસ રાજ્ય કર્યું, તેમાં તે અયોગ્ય જણાઈ આવ્યાથી તેને
હા ભાઈ મહમૂદ બેગડે, જે ગૂજરાતના સુલ્તાનમાં પ્રતાપી થઈ ગયા તે, પાટ બેઠે. તે ત્યારે ચૌદ વર્ષને હતે, એટલામાં, તરત જ, તેણે એવી હિમ્મત અને શક્તિ બતાવી કે તેથી તે આગળ ઉપર પ્રખ્યાતિ પામ્યો. તેને
એક નિમકહલાલ વઝીર હતું તેને મારી નાંખવાને તેના શત્રુઓ બહાર પડ્યા હતા, તેને જે તેણે મારી નાંખવા દીધો હોત તો તે વઝીરની પછવાડે તેને પણ નાશ થાત. એવા વઝીરનું તેણે રક્ષણ કરવું તેથી ત્રીસ હજાર બંડખોરો આ જુવાન સુલ્તાનના મહેલને ઘેરી રહ્યા. આ વેળાએ તેના કેટલાક સલાહકારેએ એવી સલાહ આપી કે ગમે તે આપણે આ કિલ્લામાં સંતાઈ રહેવું અથવા તો ખજાને લઈને સટકી જવું. પણ મહમૂદ (બીજો) તો કઈ જૂદા જ સ્વભાવને માણસ હતો. તેણે કિલ્લાના દરવાજા ઉઘડાવી નંખાવ્યા, અને પછવાડે તીર ભાથે બાંધીને અને હાથમાં કમાન લઈને ન્હાનકડો સુલ્તાન બહાદૂરીથી બહાર નીકળી પડ્યો. તેની આગળ કે થવા લાગ્યા, અને રાજમાર્ગમાં પોતાના શત્રુઓની વચ્ચે થઈને તેણે ધીરે ધીરે ચાલવા માંડયું, એટલે, તેના રાજભક્ત ઉમરાવો હતા તેને તેના વાવટા પછવાડે વિટળાઈ વળવાને પ્રસંગ મળે. ત્યાર પછી, ધીરજ અને ચતુરાઈથી તેણે એવી વ્યવસ્થા કરી કે, આખું બંડ બેશી ગયું.
તેના રાજ્યના આવા વખાણવા જેવા પ્રારંભ પછી, ત્રીજે વર્ષે મહમૂદ કેજની સરદારી ધારણ કરીને ચડ્યો, અને તેણે ખાનદેશની ઉત્તરમાં જઈને, દક્ષિણના બ્રાહ્મણ શાહને માળવાના સુલ્તાનના પંજામાંથી ઉગાર્યો. - ઈ. સ. ૧૪૬૮ માં મહંમદ પેગંબરે તેને સ્વમમાં દેખા દીધી અને સ્વાદિષ્ટ પકવાનનું જમણ તેના મુખ આગળ મૂકીને, કાફર અથવા મૂર્તિપૂજકોને જિતી લેવાની આજ્ઞા કરી. તે પ્રમાણે, મહમૂદ શાહ સેરઠ જિતી લેવાને તૈયાર થયા. આગળ મહંમદ તુઘલખે અને તેના પૂર્વજ અહમદ શાહે એ દેશ જિતવાને પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યર્થ ગયો હતો. મહમૂદે તે આ ચડાઈને સારું ભારે દબદબાભરેલી તૈયારી કરવા માંડી, પાંચ કરોડ મહેરાની પેટિ ભરાવી ઈજીપ્ત, આસ્તાન, અને ખોરારાશાનની રસેલી મૂક્યોની અઢારસે તરવારે; તે સાથે અમદાવાદની વખણાયેલી ત્રણ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com