________________
ફાર્બસ સાહેબ સુરાષ્ટ્રના પેાલિટિકલ એજન્ટ
વિષયે પણ જાણુ મેલવાય તે। સારૂં. તેથી ત્યાંના પૈાલિટિકલ એજન્ટ’ના સ્થાને જવાની ઇચ્છા સરકારને દર્શાવી. તે વેલા એ સ્થાનના પગાર ભારે ન હતા; અને પેાતે જે ન્યાયવિભાગમાં હતા તેમાં રહેવાથી લાભ અધિક હતા. તે ઉપર દૃષ્ટિ ન રાખતાં, કેવલ વિદ્યાના વ્યસનથી જ્ઞાનસંગ્રહાર્થ સુરાષ્ટ્ર જવા વૃત્તિ કરી હતી, પરંતુ તે વેલા તે સ્થાન ખાલી ન હેાવાથી મળ્યું નહિ.
ત્યાર પછી થાડેજ સમયે સરકારને જ કાઈ સૂક્ષ્મ પ્રસંગને લીધે ફાર્બસ જેવા દેશીય રાજા તથા પ્રારંજક ગૃહસ્થને સુરાષ્ટ્રમાં મેકલવાનું આવશ્યક લાગ્યું. અને તે વેલાના ગવરનર લાર્ડ એલ્ફિન્સ્ટને તા ૨૨ મી સપ્ટેમ્બર સન ૧૮૫૯માં પુનેથી લિયે તાર મૂકાવી લખ્યું કેઃ—
૩૫
“તમારા તે વિષયે વિચાર લીધા વિના તમને કાઠિયાવાડના પાલિ“ટિકલ એજન્ટનું કામ ચલાવવા નિમવાની મને અગત્ય પડી છે. જેમ બને તેમ સત્વર તમારે એ સ્થાન સ્વાધીન લેવું એ બહુ અગત્યનું છે. કૃપા કરીને “મુંબઈ આવતાં જરા વિલંબ કરશેા નહિ. ટપાલમાં પત્ર લખું છું.”૧ સૂચવેલા પત્રમાં ગવર્નર લાર્ડ એલ્ફિન્સ્ટન લખે છે કેઃ–એક નવાખ “આપણી સત્તા માનવાની ના કહે છે, અને ઓખામંડલના વાઘેરાએ કાઠયાવાડમાં ગાયકવાડ સામું ધીંગાણું કહ્યું છે, એવે સમયે કાયિાવાડમાં સમા“ધાન રહેવાની અગત્ય છે. તે જ કારણુ સારૂ તમને નિયેાજવાની મારી વૃત્તિ
થઈ છે. ઇ” ફાર્બસ સાહેબે વિના વિલંબે તા૦ ૧૧મી અકટાબર સન ૧૮૫૯ માં કાઠિયાવાડ જઈ પેાલિટિકલ એજન્સિનું કામ સ્વાધીન લીધું. સુરાષ્ટ્ર પ્રાન્તમાં જુનાગઢના નવાબ સાહેબના રાજ્યમાં ત્યાંની સીમંદી નિરંકુશ થયાથી અવ્યવસ્થા થઈ હતી, તેનું શાન્તિથી એવું સમાધાન કર્યું કે, જે સીમંદી સરકારના સામે થશે એવું ભય મુંબઈ સરકારને લાગ્યું હતું તે જ સીમંદી વાધેર સામે થવામાં સરકારના ઉપયેગમાં આવી. ઓખામંડલમાં વાધેરા શ્રીમન્ત ગાયકવાડ સામે થયા હતા. તે સંબંધમાં પણ ચેાગ્ય ઉપાયેા યેાજી, વાઘેરનું ભય તે પાસ બહુ થયું હતું તેની ઉપર જય મેલવી, તેને મર્યાદામાં લાવી મૂક્યા. જીનાગઢ સંબંધમાં પેાતે એક સ્પષ્ટ વિજ્ઞપ્તિપત્ર સરકારમાં લખી મેકહ્યું. તેમાં એવી ઉપયેગની અને સારી સૂચનાઓ હતી કે તેથી સરકાર
૧ I have been obliged to appoint you to act as Political Agent in Kathiawad without consulting your wishes on the subject. It is of great importance that you should take up the appointment as soon as possible. Pray lose no time in proceeding to Bombay. I write by post."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com