________________
ફાર્બસજીવનચરિત્ર
જેમ આપણા દેશ ઉદય પામતેા જશે, તેમ તેમ તેની સાથે અધિક અધિક પ્રકાશી તેના ઉપર ઉત્તરેાત્તર અધિક પ્રીતિ કરાવશે એમાં સંશય નથી.
૩૪
પૂર્વોક્ત ધી બૉમ્બે કવાર્ટરલી રેવ્યુ”ના–ત્રૈમાસિક વાર્ષિક પત્રના ભાગ. ૩, જાન્યુઆરી અને એપ્રિલ સન ૧૮૫૬ના અંકમાં પૃષ્ઠ ૩૫૩ થી ૩૭૭ સુધીમાં ‘ ધી રેવાકાંઠા' નામે વિષય છે, તેમાં રેવાકાંઠાનાં રાજપીપળા આદિ રાજ્યા અને શ્રીમન્ત ગાયકવાડ સરકાર સંબંધમાં વિસ્તારથી લખ્યું છે તેના અન્ય ભાગમાં બ્રિટિશ રાજ્યકર્તાનાં દેશીય રાજ્ય પ્રતિનાં કર્તવ્યેા વિષયે કેટલાક વિચાર આપ્યા છે. એ વિષય ફાર્બસ સાહેખે લખ્યા હશે એમ કાઈ અનુમાન કરે છે, પરંતુ તે અજી સંઘિમાન છે, નિશ્રિત થયું નથી તેથી તેમાંથી અત્ર કંઈ અવતાચું નથી.
તત્રભવતી મહારાનીએ આ દેશનું રાજ્ય સ્વાધીન લેતાં પ્રધાન લાઈ સ્ટાન્લીની કલ્યાણકારિણી સંમતિથી જે રાજ્યનીતિ-દર્શક-પત્ર પ્રસિદ્ધ કહ્યું હતું, તેમાં કરેલી પ્રજાલાભની પ્રતિજ્ઞાએથી ફાર્બસ બહુ આનંદ પામ્યા હતા. તે આવા આશયનું લખે છેઃ–“એમાં આપેલાં વચન પ્રમાણે જો રાજ્ય ચાલશે તે, (અને હું વિશ્વાસ રાખું છું કે ચાલશે જ) અલવા એ “નામ જ સંભળાનાર નથી.”૧
સુરતના ન્યાયાધીશને સ્થલેથી એએને સરકારના કાઈ એક ગુપ્ત કાર્યમાં શાધ કરવાને બીજા બે ગૃહસ્થા-કરનલ પાપ અને ઈ. આઈ. હાવર્ડ સાથે યેાજ્યા હતા, તે કાર્યમાં પણ એએએ સારા યશ મેળવ્યેા છે.
તા૦ ૨૪ મી માર્ચ સન ૧૮૫૮ માં તેએ ખાનદેશના ન્યાયાધીશ યા. ત્યાં એવી સારી રીતિએ કામ કહ્યું કે સન ૧૮૫૯ ના સપ્ટેમ્બરમાં તે સ્થાન છેાડી જવા વેલા, સદર અદાલતના ન્યાયાધીશેાએ ફાર્બસની સારી પ્રશંસા લખી છે, અને તે સરકારે બહુ રાજી થઈ માન્ય કરી છે. ફાર્બસ સાહેબ દક્ષિણમાં-ખાનદેશમાં-ગયા, ત્યાર પછી ઘેાડા સમયે તેને આવે સંકલ્પ થયા પ્રતીત થાય છે કે,-ગૂજરાતમાં વસીને તે દેશ વિષયે જાણુ મેળવી, અને પછી તે ભાગના ઇતિહાસાદિનાં સાધન મેળવી, રાસમાલા પ્રસિદ્દા કરી, તેમ સુરાષ્ટ્રમાં (કાઠિયાવાડમાં) થેાડું વસી, તે પ્રાચીન દેશ
૧. “The ( Queen's) proclamation itself seems to me to have done wonders already. It acts as a sedative visibly and if these principles continue to be acted upon, as I trust they may, we shall be able to laugh rebellions to scorn. It will have no sympathy any where."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com