________________
અહંમદ શાહ વ્હેલા
ઈ સ૦ ૧૪૧૪ ના વર્ષમાં તાજીલ-મુલ્કના ઈલકાબ આપીને બાદશાહે પેાતાના એક કારભારીને ગૂજરાતમાં મુસલમાની સત્તા સ્થાપવાનું અને મૂર્ત્તિપૂજકાનાં દેવળ તેાડી પાડવાનું કામ સોંપ્યું. તે કામ તેણે એવી હોંશિયારીથી બજાવ્યું કે ફેરિશ્તાના માનવા પ્રમાણે આખા રાજ્યમાં મેવાસ અને ગ્રાસનું નામ સભળાતું બંધ થયું.
૪૩૯
રાજ્યના ફેરફાર સંબંધી અમે જે ઉપર પ્રમાણે લખવાને પ્રયત્ન કરચો છે તે સંબંધી ભાટલેકા માલ્યા વિના રહ્યા હાય એમ ધરાય નહિ, અને તેઓએ તેમ કહ્યું પણ નથી, અને અગર જો તેમના સદાના સ્વભાવ પ્રમાણે તેઓએ ધર્મ અથવા રાજપ્રકરણના કરતાં સંસારી બાબતને મુખ્ય ગણી છે તેાય પણ તેઓએ અહંમદ શાહની નીચે લખેલી વાતમાં એવા સમયનું વર્ણન આપ્યું છે અને કદાપિ તે ઇતિહાસમાં જોઇયે તે પ્રમાણે બારીક વિસ્તારવાળું નથી, તેા પણ એટલા બધા દમવાળું છે કે તે આ ઠેકાણે પડતું મૂકાય એવું છે જ નહિ.
અહંમદ શાહના વિવાહ સંબંધી આજેવ
આ નીચેની ભાટની વાત ઉપરથી જણાય છે કે, જ્યારે પાદશાહે વાઘેલાઓનું રાજ્ય લીધું, ત્યારે તે વંશના વરસેાજી તથા જેતાજી નામે એ ભાયા મ્હારવટે નીકળ્યા. અણહિલવાડ પાટણની પાસે થળ પરગણાનાં
૧ કર્નલ વાકર હે છેઃ મ્હાર=માણે અને વાટ=રસ્તા, જે ગામ ખાણે નીકળીને રસ્તા પડે તે હારવિટયા. રજપૂત અથવા ગ્રાસિયા પેાતાની રૈયતને અને “આશ્રિતાને પેાતાનું ગામ છેડાવે છે એટલે તે ઉજ્જડ થઈ પડે છે. ત્યાર પછી ગ્રાસિયા “પેાતાના ભાયાતને લઈને પેાતાનું રક્ષણ થાય એવી જગ્યાએ જઈને અે છે અને કાઈના સપાટામાં આવી જાય નહિ એવી રીતે ત્યાં રહીને લૂંટફાટ કરવાનું કામ ચલાવે “છે. તેને દેશની માહિતગારી સારી હોય છે. અને પ્રત્યેક કુટુંબના માણસને એ “પ્રમાણે પેાતાના નુકસાનના બદલા વાળી લેવાનું સામાન્ય સાધન છે તેથી, મ્હારવટિયાના સત્રુના ભેગા જેએના સ્વાર્થ હાતુ નથી તેનાથી ધાસ્તી રાખવાનું તેને “તું નથી. તેટલા માટે તેને નાશ થતાં સુધી અથવા તેના કુટુંબના મુખ્ય માણસને “નિકાલ કરવાની અગત્ય પાડતાં સુધી ઘણું નુકસાન કરવાને શક્તિમાન થાય છે. દેશમાં ન્હાના ન્હાના કિલ્લાએ હાય તેમાં ભરાઈ પેસવાનું મળે છે અને તેને શિક્ષા
કરનારાઓ પાસે તાપનું પૂરું સાધન હોતું નથી. કદાપિ હોય છે . તા તેના ઉપયાગ કરવાની કુશળતા હાતી નથી તેથી પેાતાના શત્રુનું કાંઈ ચાલે નહિ એમ મ્હારવિટયા “પેાતાનું રહેઠાણુ પકડી બેસે છે અને આ પ્રમાણે તેને સાધન મળે છે તેથી તેને ઘણી લૂટફાટ કરવાને ફાવે છે, પણ જો એમ હાય નહિ તે જરા પણ ફાવે નહિ.”
ઈડરના ડુંગરી પ્રદેશમાં, અને ગુજરાતની ઈશાન કાણુમાં આવા બ્હારવટિયાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com