________________
૪૩૩
મુઝફર શાહ પહેલે ત્યાંથી તે પાનેર ગયો ને સોલંકી વંશના એક પટાવતને તેણે ભાગર “આપ્યું. મુસલમાનોએ સોનગરા ચોહાણાના ઠાકોરને હાંકી મૂકયો એટલે તે ઝાલરથી ઈડર આવ્યો, તેને પણ રણમલ્લે રાખે, અને તેને જેરામીરને પટે કરી આપે. આ ચેહાણ વંશના રાવના વંશવાળાઓ સાથે પરણતા હતા. પણ પછી તેઓ ભીલની દીકરિયો સાથે પરણવા લાગ્યા “તેથી વટલાઈને જુદા પડી ગયા.”
ફરિસ્તા કહે છે કે, ઈ. સ. ૧૭૮૩માં ઈડરના રાવે રીતિ પ્રમાણે “ખંડણી આપવાની ના પાડી, એટલે તે જોરાવરીથી લેવાને મુઝફરખાને તેના “ઉપર ચડાઈ કરી. કેટલીક હાની નહાની લડાઈ થઈ તેમાં મુઝફફરખાન “જિત પામતો ગયો અને ઈડર શહેરની લગભગ આવીને તેને ઘેરે ઘાલ્યો. “તે ઘણી લાંબી મુદત સુધી રહ્યો તેથી કિલ્લેદાર ખેરાકને માટે એટલા બધા “હેરાન થયા કે પછી તેમણે બિલાડાં અને કૂતરાં ખાવા માંડ્યાં એમ કહેવાય
છે. પછી છેવટે રાવે પિતાના કુંવરને મુઝફફરખાન પાસે મોકલ્યો. તે તેને “પગે લાગ્યો અને પિતાના લોકોના જીવ ઉગારવાની પ્રાર્થના કરી. પણ તેનું “રૂપું, અને ઝવેરાત આપવાની સરત કરી ત્યારે તેણે તેની પ્રાર્થના સ્વીકારી.”
ખાનદેશમાં સુલતાનપુર અને નંદુરબાર પરગણું છે, તે બથાવી પાડવાને અદીલખાના પ્રયત્ન કરતે હતો; તેના ઉપર છેક સિદ્ધરાજના સમયનો ગૂજરાતના રાજાઓને દાવો સ્થાપવાના કામમાં મુઝફફરખાન હવે લાગ્યું. તે પોતાની રાજધાનીમાં પાછો આવ્યો ત્યારે તેના જાણવામાં આવ્યું કે પશ્ચિમના પટ્ટણ પરગણુમાંના જેહરંદના (જહરંદ) રાવે મુસલમાની સત્તા , માન્ય રાખી નથી, તે ઉપરથી તરત જ તેણે તે રાવના ઉપર ચડાઈ કરીને ખંડણ લીધી અને ત્યાંથી સેમિનાથ ઉપર ગયો; ત્યાં તેણે હિન્દુ દેવાલયને વળી પાછાં તોડી પાડી ત્યાં આગળ મજીદો બનાવી (ઈ. સ. ૧૩૯૪). ત્યાર પછી તે મંડલ ગઢ (ચિતેડ) ઉપર ચડ્યો ને તે પિતાને સ્વાધીન કરી લીધે.
૧ આદિલખાન જે મલેક રાજા કહેવાતું હતું તે બુરહાનપુરના સુલતાનને દાદ થાય. તેણે બંડ મચાવી ઘાનેરને કિલ્લો કબજે કર્યાનું જાણી મુજફફર તેની ઉપર ચડ્યો. તેની સામા માણસે મોકલી સલાહ કરી, એકબીજાને સોગંદ મોકલી, બંને મિત્ર થયા. મલેક રાજા ખલીફા કાકીની ઓલાદનો હતા તે વાત સુઝફ્ફર જાણતો હતો. ૨. ઉ.
૨ અહી રહ્યો એટલામાં તે લુટફાટ કરવામાં કાંઈ બાકી રાખી નહિં ગયે. બાર બ્રાહ્મશાન સી, દીકરિયાને અને પુરૂષોને કેદી બનાવી લઈ ગયે. બંદરે આવેલાં વહાણોને પણ લુટી લીધાં. પ્રભાસપાટણમાં પિતાનું થાણું બેસારતો ગયો. ૨. ઉ.
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com