________________
એભલવાળો ત્રીજો
૪૨૩
(બીજા) એભલના સમયમાં, વળામાં એક માઢ જાતને મામડિયે કરીને ચારણ હતો, તેને સાત દીકરિય શક્તિ રૂપ હતી. તે જીવતી ભેંશ અને પાડનું લેહી ચૂસે છે એ શક લેકને ઉપજે, એટલા ઉપરથી એભલવાળાએ તેમના બાપને બોલાવ્યો ને તેમને ગામ બહાર ફહાડી મૂકવાની આજ્ઞા કરી. મામડિયાએ પિતાની દીકરિને બેલાવીને કહ્યું-“તમે શક્તિ રૂપ “છો તેથી કોઈ તમને વરશે નહિ, અને રાજા પણ આજ્ઞા કરે છે કે તમે
અહિંથી જતી રહો.” સાતે બહેને આજ્ઞા પાળવાને તૈયાર થઈ અને નીકળતી વેળાએ માંહોમાંહે ઠરાવ કરયો કે ગમે તે ગામમાં આપણામાંથી કેઈનું દેરૂં બંધાય તે બીજિયેએ ત્યાં રહેવું નહિ ને બીજે ગામ જવું. મોટી દીકરી પગે ખેડી હતી ને તે ઉપરથી તેનું નામ ખેડિયાર હતું. બીજિયે આગળ ચાલી ને મોટી તેમની પછવાડે રહી. પણ તેનું નામ એવું પ્રતાપવતું હતું કે જ્યાં જ્યાં તેઓ ગઈ ત્યાં ત્યાં ખોડિયાર દેવીના નામનું દેરું જોવામાં આવ્યું.
આખા ગૂજરાતમાં ખેડિયાર માતાનાં દેરાં હજી પણ ઘણાં છે; બાધા આખડિયે રાખવામાં આવે છે, સપાડાનાં બલિદાન અપાય છે. તેના ઘણું ભૂવા હોય છે ને ગેહિલ ઠાકરે પણ તેના બીજા ભક્ત ભેગા ગણવામાં આવે છે. તેની બીજી બહેન આવડનું દેરું કાઠિયાવાડમાં મામચી ગામમાં છે, અને તેની બીજી બહેને પણ એમ જ પૂજાય છે.
અસલ વળામાં વાલમ બ્રાહ્મણનાં એક હજાર ઘર હતાં. તેઓ કાયસ્થ જ્ઞાતિના ગેર હતા અને વૈજનાથ મહાદેવનું દેવાલય તેમને સ્વાધીન હતું. તેમના યજમાનની દીકરીનું લગ્ન થતું ત્યારે તેઓ સો રૂપિયા દક્ષિણના લેતા હતા તેથી કેટલીક કન્યાઓ ત્રીસ વર્ષની થઈ હતી પણ ગેરની દક્ષિણ આપવાની તેમના બાપની શક્તિ હતી નહિ તેથી તેઓ કુંવારિયા રહેતી. આખરે કાયસ્થની આખી રાત લગ્ન કરતાં અટકી પડી ને આશા રાખી કે ગોર દેવતા હવે દક્ષિણાનો ભાવ એ છે કરશે. તથાપિ ગેર દેવતા તો આવું થતું જોઈને ત્રાગાં કરવાને અને શરીરવધ કરવાને ઉભા થયા ને કહેવા લાગ્યા કે બધું પાપ તમારે માથે ચોંટશે. હવે તેઓએ એક છેલ્લે ઉપાય હત તે કર્યો, તે એ કે, તેઓ જઈને રાજાને પગે પડ્યા; (ત્રીજા) એભલ વાળાને સમજાવવામાં આવ્યું હતું કે એક કન્યાદાન દીધેથી અશ્વમેધ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય થાય છે. તેણે જેશીને બોલાવીને મુહૂર્ત જોવરાવ્યું ને
૧ બીજા એભલવાળા પછી તેને કુંવર અણછ ગાદિયે બેઠે ને તેની પછી તેને કુંવર ગ્રી એભલવાળે ગાહિયે તેને હવે પ્રસંગ ચાલે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com