________________
૪૨૨
રાસમાળા (બીજા) એભલવાલાનો જીવ ઉગાર્યો છે માટે ભાઈપસલીમાં કાંઈ માગી લે. તે બેલી, જ્યારે ઘટિત સમય આવશે ત્યારે હું માગી લઈશ. પછી (બી) એભલ પિતાને ઘેર તલાજે ગયો.
કાળ મટયો એટલે ગઢવી ઘેર પાછો આવ્યો. તે વેળાએ કઈયે તેને કહ્યું કે તમે ઘેર હતા નહિ તેવામાં તમારી સિયે કોઈ અજાણ્યા માણસને ત્રણ દિવસ સુધી ઘરમાં રાખ્યો હતે. ગઢવીને હાડેહાડ લાગી ગઈ અને તેને માથે અપવાદ મૂકીને ધમકાવા લાગ્યો. સાઈ બે હાથ જોડીને સૂર્યભણિ જોઈ પ્રાર્થના કરવા લાગીઃ “સૂર્યનારાયણ! જે હું દેષિત થઈ હોઉં તે મને “કોઢ નીકળજો, નહિકર ગઢવીને નીકળજો.” પછી તેનો ધણી કેઢિયો થયો. તેથી સાઈનું નિરપરાધીપણું સિદ્ધ થયું, એટલે તેને નિરાંત વળી અને પિતાના ધણીની સારી સંભાળ રાખીને તેને તળાજે એભલ રાજાને દરબાર લઈ ગઈ. દ્વારપાળને તેણે કહ્યું કે એભલને જઈને કહે કે તારી બહેન સાઈ નેસડી ભાઈપસલી લેવા આવી છે. આ સમાચાર તેને પહોંચ્યા ત્યારે તે પિતાના કુંવર અણુ સાથે જમવા બેઠે હતે; તે તરત જ ઉડીને બહાર આવ્યા ને નેસડીને વંદન કરીને પૂછ્યું: “તમારે શું જોઈયે છિયે ?” તે બોલીઃ “મારે “ધણી કેઢિયો થયે છે પણ બત્રીસ લક્ષણ પુરૂષના લેહી વડે હાય તો તે “સારે થાય.” એભલે પૂછયું: “એવો પુરૂષ કહિંથી હાથ લાગે એમ છે?” તે બોલીઃ “તારે કુંવર અણે એવો છે.” વાળ ખેદ પામતે અંતઃપુરમાં ગયે. રાણિયે પૂછયું: “કેણ આવ્યું છે, ને એવું શું છે કે જેથી તમને આવડે બધો સંતાપ થયો છે.” એભલ બોલ્યોઃ “એક ગઢવીની સ્ત્રીને મેં વચન આપ્યું “હતું તે પ્રમાણે માગવાને આવી છે, ને તે અણને જીવ માગે છે.” આ સાંભળીને એણે તરત જ બોલી ઉઠયોઃ “તે ઠીક કહે છે. આપણી કીર્તિ ફેલાશે અને નામ
અમર રહેશે.” રાણિયે પણ તે વાત સ્વીકારી; ને લોક કહેશે કે,–“એવું રત્ન માત્ર “એવી જ માતાની કૂખે પાકે” તેથી તેને બહુ હર્ષ થયો. છેવટે પિતાને કેલ પાળવાને એભલે નિશ્ચય કરીને અણનું માથું કાપી નાંખી ગઢવીને તેના લોહીમાં નહાવરાવ્યો, એટલે તે જ ક્ષણે તેને કોઢ મટી ગયે. ગમાયાના પ્રતાપથી ગઢવીની સ્ત્રી અને સજીવન કરી શકી; પણ તેને અને તેને પુત્રને ભાવ હજી સુધી સજીવન રહીને કવિતામાં ગવાય છે – સેરસેરઠ. કરો વિચાર, બે વાળામાં કિ ભલે;
શિરને સોપણહાર કે વાઢણહાર વખાણિયે ? ૧ ભાઈપટલીને કાઠીયાવાડમાં વીરપસલી કહે છે, અને ઘણું કરીને કમખે આપવાનો રીવાજ છે.
www.umaragyanbhandar.com
૨.
ઉં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat