________________
૪૦૭.
ઝાલા રજપૂત-હરપાળ મકવાણે ભારીને સાંઢ ઉપર બેસારીને, મકવાણાના હાથમાં કેટલાં ગામ ગયાં તે જોવાને મોકલ્યો. બે હજાર ગામની યાદી થઈ તે વાંચીને કર્યું તે પ્રમાણે પિતાને ઠરાવ બહાલ રાખ્યો.
બપોરી વેળાએ રાજા અંતઃપુરમાં ગયા ત્યારે તેનું મોં ઉતરી ગયેલું
૧ નવું ગામ જેને વસાવવું હોય છે, તે જેરિયેને પૂછીને મુહર્ત નક્કી કરે છે, અને બે ભ કરાવીને તેને તેર બાંધે છે તે કીર્તિસ્તંભનું કામ સારે છે. તેમ જ જળના એક કુંભની સ્થાપના કરીને પોતાની કુલદેવીને તેમાં આવાહન કરીને તેની પૂજા કરે છે. પછી હનુમાનની પૂજા કરે છે, અને છેવટે જમણવાર કરે છે.
મૂળમાં જે વાત છે તેને મળતી વાત નીચે લખિયે છિયે -
ટચબાનને ધર્માદાને ભાગ, ટિચનના કુટુંબના તાબામાં ટિચર્નનું વતન ઇ. સ. ૧૦૬૬ માં ઇંગ્લંડના નાર્મડીના ડયુક વિલિયમે જિતી લીધું તે પહેલાં આશરે ૨૦૦ વર્ષથી તેમના હાથમાં આવેલું છે એમ તેઓ કહે છે. જ્યારે લેડી માખેલા ઘડપણથી નબળી થઈ ગઈ હતી અને પોતાની મરણપથારીમાં પડી હતી ત્યારે તેણિયે પોતાના પ્રિય ધણુની પાસેથી છેલકું એટલું માગી લીધું કે, મેરી કુમારિ, કાના મેળા ઉપર (તા. ૨૫ મી માર્ચને રાજ કુમારિકા મેરીને દેવદૂત મળ્યા હતા અને ક્રાઈસ્ટના અવતાર વિષેના સમાચાર તેને કહ્યા હતા) પ્રતિવર્ષે મારી પછવાડે ધર્માદા રેટલી આપવી. આ બાઈને ઘણું સર રાજર હતા તેણે એ વાત રાજી થઈને માન્ય કરી, અને કહ્યું કે, આ લાકડાને કડકે બળી રહે એટલી વારમાં તમે જેટલી જગ્યા પછવાડે ફરી વળશો તેટલી જગ્યાની ઉપજ એ કામમાં આપવાને ઈલાયદી કહાડીશ. તે બાઈ ઘણાં વર્ષથી મંદવાડને લીધે પડી રહેતી તેથી તેના ધણિયે જાયું કે નબળાઈને લીધે થેડી જમીનની પછવાડે તેનાથી ફરી વળશે. પણ તેના કહેવાથી તેના ચાકરે તેને લઈને ખેતરેના એક ખૂણામાં ગયા એટલે તેનામાં તાજું જેર આવ્યું હોય તેમ દીસવા લાગ્યું, અને તેને ધણી તે આશ્ચર્ય પામતો રહ્યો અને ડી વારમાં તે કેટલાક બધા ઘણું સરસ એકર ધરતીની પછવાડે ફરી વળી. જે ખેતરમાં લેડી માબેદ્વાનો આવા ચમત્કારિક મહત્કૃત્યને બનાવ બન્યો તે આજે પણ “કાસ” એટલે ભાંખડિયે ચાલવાના કામને નામે ઓળખાય છે. એ જગ્યા પાર્ક અથવા ચેગાનના ઝાંપાની પાસે છે અને તે ૨૩ એકરની છે. પછી એ બાઈને તેના ખાટલામાં લઈ ગયા તે વારે તે પોતાના કુટુંબનાં સર્વ માણસને પોતાની પાસે બોલાવીને કુહેવા લાગી કે જ્યાં સુધી આ ધર્માદાયનો ભાગ આપવાનો વહિવટ ચાલશે ત્યાં સુધી કુટુંબને વંશ રહેશે અને આપણા વંશ માંહેલો કાઈ એ નીચ અને લાલચુ થશે અને એ ધર્મને ભાગ બંધ કરશે, ત્યારે પુરાતન કુટુંબની પડતી કથા આવશે અને પુરૂષ વશ રહેશે નહિ તેથી કુટુંબના હાલના નામને નાશ થશે. તેની નિશાની છે કે, એ બનાવ બનવાને હશે તો સાત દીકરા થયા પછી સાત દીકરિયો થશે ને ત્યાર પછી દીકરે થશે નહિ. આ પ્રમાણે બીજા હેનરી રાજાની વેળાથી ચાલ પડ્યો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com