________________
વિભાગ ૨ જે.
- as
પ્રકરણ ૧, મુસલમાની કારકીર્દિને પ્રારંભ જિત પામેલા મુસલમાનેએ રાજધાની નગર અણહિલપુર, તથા ખંભાત, ભરૂચ, અને સુરત એ બંદરે, તથા સિદ્ધરાજના વંશના રાજાઓના તાબામાં જે દેશ રહ્યો હતો તેને ઘણે ભાગ તરત જ પોતાને સ્વાધીન કરી લીધો. પરંતુ દેશને વિસ્તીર્ણ પ્રદેશ કેટલાક કાળ સુધી એક સ્વતંત્ર ચાલ્યાં કર્યો, અને પછવાડેથી અહમદાબાદના સુલ્તાનેએ કદાપિ રહેતાં રહેતાં એ ભાગ ખંડિયે કરી દીધો હશે ખરે, તેય પણ તેને સંપૂર્ણ કબજે તે તેઓનાથી થઈ શક નથી, તેમ જ અણહિલવાડના રાજાઓના સમયમાં તેઓ મુખ્ય રાજ્યની સાથે જે સ્વાભાવિક સંબંધ ધરાવતા હતા તેવો સંબંધ તેઓએ આ સમય આવતાં લગી મુસલમાન સાથે કર્યો ન હતો. રાજવંશી વાઘેલા રજપૂતોની એક શાખા, સાભ્રમતી નદીની પશ્ચિમ ભણીના દેશને ઘણે ભાગ પિતાને સ્વાધીન રાખી રાજસત્તા ચલાવા લાગી. તેમ જ રજપૂતાની બીજી શાખાઓ-તરસંગમાના પરમાર અને ઈડરના રઠેડની–થઈ હતી તે વીરપુરથી મહી નદીના કિનારા ઉપરથી, પિસીનાના કિનારા સુધી ડુંગરની ભીતરમાં આવેલાં અંબા ભવાનીના દેવલની પેલી પાર, ગુજરાતની એક ઉત્તર દિશાની સીમા સુધી દેજૂદી તિપિતાની હકુમત રાખી રહી. ઝાલા રજપૂત પણ કચ્છના નાના રણની ને ખંભાતના અખાતની વચ્ચેના સપાટ દેશમાં પાકે પાયે સ્થપાયા. આ રજપૂત જાતિઓની કાળી શાખાઓ તથા અસલ શુદ્ધ અથવા મિશ્ર વંશની બીજી જાતિય ચુંવાળમાં પ્રસરી ગઈ અને ડુંગર અથવા જંગલોની, પ્રવેશ થઈ શકે નહિ એવી અને ઘણી આઘેની જગ્યાઓમાં સ્થાપિત દેખાવા લાગી. પૂર્વ ભણી પાવાગઢના કેટ ઉપર કાલિકા માતાની વિજા રજપૂત રાજાઓની રખવાળી નીચે ફરકતી હતી, તેમ જ પશ્ચિમમાં ખેંગારના વારસ (ચૂડાસમા) પિતાને પ્રસિદ્ધિ પામેલે જુનાગઢનો કિલ્લો દઢતાથી પિતાને સ્વાધીન રાખી રહ્યા અને જે દ્વીપકલ્પ ઉપર તેઓ ઘણું કાળ સૂધી, કેાઈને ભણને વાંધો ઉઠયા વિના પિતાનું રાજય ચલાવતા હતા તેના ઘણે ભાગ ઉપર સત્તા ચલાવવા લાગ્યા; અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com