________________
૩૯૦
રાસમાળા
બહુ ખુનરેજી કરીને તેને હરાવ્યેા. આ સમયે ચિતાના રજપૂતે પેાતાની અસલની કીર્ત્તિનું અભિમાન મનમાં લાવીને ઊઠયા. અને પેાતાના કિલ્લા ઉપરથી મુસલમાનેને ઉથલાવી પાડીને તેમણે તેમનું સ્વતંત્રપણું પાછું સ્વાધીન કરી લીધું; હરપાળ જે શંકર દેવના બનેવી થતા હતા તેણે પણ દક્ષિણમાં ખંડ મચાવીને મુસલમાન કિલ્લેદારાને હાંકી મૂકયા. આ સમાચાર અલ્લાઉદ્દીન ખુનીને કાને પડતાં જ ક્રોધને ભણ્યો તે નિષ્ફળ ધડપછાડા મારવા લાગ્યા. તેને ગુસ્સા અને શાક થવા લાગ્યા તેથી માત્ર તેના શરીરની અવ્યવસ્થા વધવા લાગી. તે ઉપર કાઈ પણ ઔષધની ટેકી લાગી નહિ, એટલે તે ઈસ॰ ૧૩૧૬ ના ડિસેમ્બર મહિનાની એગણીસમી તારીખની સાંજે મરણ પામ્યા. જે દુષ્ટને, તેણે પેાતાના માંસ, લાહી, અને મહા રંજ ખેંચીને મેળવેલી રાજસત્તાનું સત્વ ખેંચી લેવાને, ધૂળમાંથી ઉંચેા ચડાવ્યેા હતેા, તે દુષ્ટ ( કાકૂરે) તેને ઝેર દીધું, એવા તેના ઉપર વ્હેમ રહી ગયેા.
~ ~ ~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com