________________
૩૭૦
રાસમાળા
અને તેજપાળે બે મુખ્ય દેરાસર બંધાવ્યાં છે તે વિના બીજા કેટલાએક છે, પણ એ બે તે ઘણાં પ્રાચીન અને અતિ શોભાયમાન છે. આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઈ. સ. ૧૦૩૧માં વિમળશાહે પ્રથમ દેરાસર બંધાવ્યું તે પહેલાં આ પર્વત ઉપર જૈનનું એકે દેરૂં કેઈએ બંધાવ્યું હોય એમ દીસતું નથી. આ પ્રસિદ્ધ દેવળનું ઉપર ઉપરથી વર્ણન આ ઠેકાણે કરિયે છિયે, વિસ્તારથી કરવાની કાંઈ અગત્ય નથી. તેઓનું કદ અથવા બહારને દેખાવ વખાણવા જેવો નથી, પણ સોની લેકેની કારીગરીની જેટલી સંસ્કૃત કુશળતા તેટલી બધી માંહેની બાજુએ વાપરવામાં આવેલી છે. પ્રત્યેક દેરાસરમાં દેવને બેસવાના ગંભારની આગળ સભામંડપ છે, તેના ઉપર અષ્ટકોણ ઘુમટ છે, અને આસપાસ સ્તંભ પંક્તિ ઉપર ઘણુંએક ઘુંમટ આવ્યા છે. આખું દેરાસર ધોળા આરસપહાણનું છે અને કરણીના શણગારથી ઉપરને પ્રત્યેક ભાગ ભરપૂર છે. એ કારણે એવી બારીકીથી કરેલી છે કે જાણે તે મીણનાં બીબાંમાં ઉતારી હાય નહિ એ ભાસ થાય છે, અને તેઓની અર્ધ પારદર્શક કારોની જાડાઈ જરાય જણાઈ આવતી નથી, તેથી લીટી વિષેની (યુકલીડની) વ્યાખ્યા ઘણી ખરી સાર્થક કરે છે. તેજપાળના દેવળના ઘુમટની વચ્ચેની કારીગરીથી તે આડે આંક છે, તેના ઉપર પ્રત્યેક જોવા જનારનું લક્ષ લાગી રહે છે. કર્નલ ટાંડ એનું યોગ્ય વર્ણન કરે છે કે, “તેનું ચિત્ર આલેખતાં કલમ હારી જાય છે, અને અતિ ઘણે પરિશ્રમ “સહન કરી શકે એ કારીગર હોય તેની કલમને પણ તેબાહ પિકરાવે છે.” અને અતિ અલંકૃત પદ્ધતિની ગથિક ઈમારતને કઈ શણગાર એની શોભાને મુકાબલો કરી શકે એમ નથી, એમ ખાતરીપૂર્વક કર્નલ લખે છે તે યોગ્ય જ છે. તે અર્ધા ખીલેલા કમળના ગુચ્છ જેવું દેખાય છે, તેનો કટોરા જેવો વળે ભાગ, એવો પાતળોએવો પારદર્શક અને એવો બારીકીથી કાતરેલ છે કે, તે આંખને વિસ્મય પમાડીને સ્તબ્ધ કરી દે છે. આ
૧ ફરગ્યુસનની “હ્યાન્ડબુક આફ આર્કિટેકચરના પ્રથમ ભાગને પૃષ્ઠ ૬૯ મે તેઓનું વર્ણન કરેલું છે, અને તેમનાં ચિત્ર આપેલાં છે. વળી એ જ ગ્રન્થકર્તાનું
પિકચરેરક ઇલસ્ટ્રેશનસ આફ એન્સિયન્ટ આર્કિટેકચર ઇન હિન્દુસ્થાન એવા નામનું પુસ્તક છે તેમાં ન.
૨ મી. ફરગ્યુસન તેજપાળના અને વસ્તુપાળના દેરાસર વિષે લખતાં કહે છે કે, “જે ધોળા આરસપહાણનું એ બનાવવામાં આવ્યું છે, તેમાં હિન્દુના અતિ પરિશ્રમ “સહન કરનારા ટાંકણુવતે ફીત સરખી બારીકીનાં એવાં સુંદર આકાર આલેખન કયાં છે કે તેને ચિતાર કાગળ ઉપર ઉતારી લેવાને કેટલાક કાળ અને કેટલાક પરિશ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com