SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ . વાઘેલા ૩૬૧ હતે” એવું મેરૂતુંગે લખેલું છે. તેના સ્વાધીનમાં વાઘેલા (વ્યાધ્રપલ્લી) હતી, અને વળી ઘણું કરીને ધવળગૃહ, અથવા ધોળકા પણ હતું, તે તેના વંશ જેના હાથમાં ઘણું કાળસુધી રહ્યું. લવણુપ્રસાદ મદનરાશી વેરે પર હતો. અને તેને તેનાથી વીરધવળ નામે પુત્ર હતો. ચંદ બારેટે એનું નામ વીરવાઘેલા, અથવા વીરધવલંગ કરીને લખ્યું છે. સન ૧૨૩૧ માં આબુ પર્વત ઉપર તેજપાળે દેરાસર બાંધ્યું તેના લેખમાં વીરધવળનું, તેના બાપનું, પટાવલી” પ્રમાણે વીસલદેવે વર્ષ ૧૮ માસ ૭, અને દિવસ ૧૧ રાજ્ય કર્યું. અર્જુનદેવે વર્ષ ૧૩, માસ ૭, ને દિવસ ૨૬, રાજ્ય કર્યું. સારંગદેવે વર્ષ ૨૧, માસ ૮, અને દિવસ ૮ રાજ્ય કર્યું લખેલ છે. ततः अलावदिसुरत्राणराज्यं. | વાઘેલાનું કરછમાં રાજ્ય હતું તે સમયનો અંજાર તાલુકાના ખેખા ગામમાં એક પાળિયે હતો તે હમણાં ભુજમાં આણ્યો છે. તે લેખ મહારાજા શ્રી સારંગદેવના રાજ્યસમયને, સંવત ૧૩૩૨ માર્ગશીર્ષ શુદિ ૧૧ શનૌ તા. ૧ લી ડિસેમ્બર સન ૧૨૭૫ શનિવાર)ને છે. આ ઉપરથી ઈ. આ. ભા. ૨૧ પૃ. ૨૭૭ માં છાપેલી હકિત લક્ષ આપવા યોગ્ય છે કે સારંગદેવના રાજ્યને પ્રારંભ પ્રવચનપરીક્ષા પ્રમાણે સંવત ૧૩૩૩ ને નથી પણ વાઘેલાના પ્રત્યેક રાજ્યમાંથી બબ્બે વર્ષ પહાડી નાંખવાં ઉચિત છે. અને તેમ કરતાં નીચે પ્રમાણે વંશાવલી ગોઠવાય છે. વ્યાધ્રપલી અથવા વાઘેલા વશ:– ધવલ કુમારપાળની માશી સાથે પરણ્યો. સન ૧૧૬૦-૧૧૭૦ અર્ણોરાજ સન ૧૧૭૦-૧૨૦૦ લવણપ્રસાદ ધોળકાને મહામંડલેશ્વર સન ૧૨૦૦ થી ૧૨૩૩ વિરધવલ ધોળકાને રાણક-રાણે. સંવત ૧૨૭૬-૧૨૫ ઈ. સ. ૧૨૧૯-૨૦ થી ૧૨૩૮-૩૯ સુધી સ્વતંત્ર. * પ્રતાપ મલ્લ જે વરધવલને પાટવી પુત્ર હતું તેનું નામ અહિં ઉમેરવાથી સં. ૧૨૫ થી સં. ૧૩૦૦ સુધીને પાંચ વર્ષને ગાળો પૂરાય છે. * | સંવત. સન સંવત્ સન કેટલું રાજ્ય કર્યું વીસલદેવ ૧૩૦૦ ૧૨૪૩ ૧૩૧૮ ૧૨૬૧ અર્જુનદેવ ૧૩૧૮ ૧૨૬૧ ૧૩૩૧ ૧૨૭૪ સારંગદેવ ૧૩૩૧ ૧૨૭૬ ૧૩૫૩ ૩૨૯૬ કર્ણદેવ બીજે ૧૩૫૩ ૧૨૯૬ ૧૩૬૧ ૧૩૦૪ १७ ૨૨ ૧ આ લેખ સંવત ૧૨૮૭ ફાગુન વદિ ૩ રવિવારનાં છે. જુવો કીર્તિમુદીનું પિરશિષ્ટ ૨, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy