________________
૩૫૯
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન રથાપના થઈ ત્યારે આખા ગુજરાત દેશમાં મૂળની જંગલી જાતિ વિના એક માણસ સરખું પણ વસેલું ન હતું. ઘણું કરીને તે વલભીપુરીને નાશ થયાને તે સમયથી વધારે કાળ થયો નહતો, અને ખંભાત, ભરૂચ તથા કિનારા ઉપરનાં બીજાં શહરે તેમને થોડે ઘણે ઉદય સાચવી રહ્યાં હતાં. જે ખારું તલાવ સેરઠ અને ગુજરાતની વચ્ચે આવ્યું છે તેના કિનારાની છેક ઉત્તર ભણીની ધરતીમાં, વસેલાં શહરને ગણગણાટ સાંભળવામાં આવ્યો હશે –
“વળા અને વઢવાણ, તે પછી પાટણપુર વયું.” પણ અંબા ભવાનીથી તે સાભ્રમતિના મુખ સુધી, જે ડુંગરા માળવાની સીમાએ આવેલા છે ત્યાંથી તે કચ્છના રણની લગભગની સપાટ ધરતી સુધી (કનકસેનના નગરને નાશમાંથી રહેલા ભાગ તરિકે શંખપુર, પંચાસર અને કદાપિ તેની પડોસનાં ચેડાંક બહાનાં શહર ઉજજડ મેદાનની કેર ઉપર રક્ષાયેલાં હશે તે બાદ કરતાં) શિકારી પ્રાણિના રાજ્યની સામે, તેના કરતાં, જંગલનાં જરાક ઓચ્છા દરજજાનાં ફરજંદ જે જંગલી માણસો તે જ માત્ર વાંધો ઉઠાવવાને હતાં ૧ (એથી ઉલટું જોઈયે તે) સોલંકી વંશના છેલ્લા રાજાના સમયમાં, દેશનો એને એ જ ભાગ એક બળવાન રાજ્યની સત્તા નીચે મળી ગયેલ, દ્રવ્યવાન શહરેથી છવાઈ ગયેલે, વસ્તીભરેલાં નગરોથી શોભતો, અને બળિષ્ટ કિલ્લાઓથી રક્ષાયલે આપણું જેવામાં આવ્યું. ઝાડીની જે ગહન ઘટા ઉપર હજી લગણ માત્ર ખખણાટ કરતે તાડ ડેકિયાં કરતું હતું, તેના ઉપર દેવળ, તેનું પ્રતિસ્પર્ધી શિખર ઉંચું કરે છે; જે જગ્યાએ આગળ માત્ર વર્ષાદનાં ઝાપટાંથી જ ભીંજાઈ હતી, તેના ઉપર ઉત્કૃષ્ટ કલ્પનાથી રચના કરેલી અને તટે દેવાલય આવેલાં એવાં સરોવર અને ઝરૂખાવાળી વાવો અને કૂવા દેવામાં આવ્યા; તેમ જ જે હરિણાનાં ટોળાં આગળ વસ્તી વિના ઉજજડ મેદાનોમાં એકલાં ભમતાં હતાં, તેઓને, માલ લાદેલાં ઊંટેની હારે ને હારનો, અથવા મૂલ્યવાન ભેટની વસ્તુઓ સાથે લીધેલી એવા યાત્રાળુ લેકના સંધના દેખાવને, હવે એટલે બધો સહવાસ થઈ ગયો કે તેઓ હવે તેમનાથી ભડકીને નાશી જતાં નથી.
અણહિલવાડના મહિમાની કથા કહેવાઈ રહી; હવે તે તેનો નાશ અને ઉજજડપણની કથા બાકી રહી છે; તેય પણ આપણું જોવામાં આવશે કે, તેની તેજસ્વી સવાર, જેની પછવાડે, એકાએક ઉત્પન્ન થયેલા જુસ્સાથી - ૧ ખરી વાત છે કે ખેડા અને વડનગરમાં બ્રાહ્મણે વસતા હતા તેની અપૂર્ણ દંતકથાઓ ચાલે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat