________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૩૩ ખેડુતોને ખૂનીને નામે જાણીતો થઈ પડે છે તેના સાહસિક હાથ નીચે તે આવી પડ્યું.
ભાષાન્તર કર્તાની ટીપ. બીજા ભીમદેવના ઉપર ઘણી આપત્તિ આવી તેથી તે નબળા પડી ગયેલે જણાય છે. આ વાતને કીર્તિકૌમુદી ઉપરથી ટેકે મળે છે. આગળ જણાવ્યા પ્રમાણે તેમાં લખ્યું છે કે, બળવાન મંત્રિો અને માંડલિક રાજાઓએ રહેતાં રહેતાં તે બાળરાજાનું રાજ્ય વહેંચી લીધું. વળી સુકૃત સંકીનમાં લખ્યું છે કે – सततविततदानक्षीणनिःशेषलक्ष्मी रितसितरुचिकीर्तिभीमभूमिभुजंगः ॥ वलकवलितभूमीमंडलो मंडैलेशविरमुपचितचिन्ता चांतचित्तांतरोऽभूत् ॥ १०॥
નિરંતર ઘણું દાન આપવાથી જેની સમગ્ર લક્ષ્મી ક્ષીણ થયેલી છે, અને અતિ શ્વેત કાંતિવાળી છે કીર્તિ જેની અને માંડલિક રાજાઓએ જેનું ભૂમિમંડળ બળે કરીને લીધું છે એવો ભીમ ભૂમિપતિ લાંબા સમયથી પ્રાપ્ત થયેલી ચિંતાવડે ઘેરાયેલા ચિત્તવાળો થશે. A સંવત્ ૧૨૮૦ ના પોષ સુદિ ૩ ભમવારનું તામ્રપત્ર ડા. મ્યુલરની ચૌલુકય લેખાવલિને પૃ. ૫૮ થી ૬૮ સુધી છે તેમાં જયંતસિંહને શ્રીમદિઋતુરાજધાની ગધિષ્ઠિત મિના સિદ્ધરાજ શ્રીમાનયંતસિંહદેવ કરીને લખ્યો છે. આ ઉપરથી જણાય છે કે બીજા ભીમદેવનું રાજ્ય તે દબાવી પડ્યો હતો. પણ ત્યાર પછી સંવત ૧૨૮૩, ૧૨૮૮, ૧૨૫, અને ૧૨૯૬ ના લેખ ભીમદેવના છે તેથી જણાય છે કે, જયંતસિહની પાસે રાજા તરીકે કલ્પે ઝાઝી વાર રહ્યો નથી.
સંવત ૧૨૯૯ ના ચત્ર શુદિ ૬ સેમને લેખ એ જ પુસ્તકમાં પૃ. ૧૦૫ થી ૧૧૨ સુધી છે તેમાં
श्री भीमदेवपादानुभ्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकशौर्योदार्यगांभीर्यादि गुणालंकृतश्रीत्रिभुवनपालदेवः
આ પ્રમાણે લેખ છે તેથી જણાય છે કે બીજા ભીમદેવ પછી ત્રિભુવનપાળદેવ રાજા થયો છે. તેમ જ એ લેખની રાજાવલિમાં જયંતસિહ દેવનું નામ પણ દાખલ કરવામાં આવ્યું નથી.
ત્રિભુવનપાળ કાણુ હતો એની ખબર પડી નથી, પણ તેણે સંવત ૧૨૯૮ થી ૧૩૦૦ (સન ૧૨૪૨ થી ૧૨૪૪) સુધી બે વર્ષ રાજ્ય કરયું એમ કેટલાક કહે છે. પરંતુ ડા. ભાઉ દાજીએ એક પટ્ટાવલી પ્રસિદ્ધ કરી છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com