________________
૩૩૨
રાસમાળા
“પચાસ હજાર કરતાં પણ વધારે માણસ રણમાં પડ્યાં; તે વિના વીસ “હજારને કેદ કરી લીધાં. જિત કરી લેનારાઓના હાથમાં ભારે લૂંટ આવી. “પછી પોતાની જિને થોડોક થાક ખાવા દીધા પછી કુતુબુદ્દીને ગૂજરાતનો રસ્તો પકડ્યો તે દેશને તેણે નાશ કરી નાખે, તેમાં કોઈ તેના સામું થયું નહિ, ને નેહરવાલા પિતાને સ્વાધીન કરી લઈ એક સરદારને બળવાન કિલ્લેદાર સહિત ત્યાં મૂકો. પછી અજમેર થઈને તે દિલ્હી “ગો અને ગજનીના રાજાને રત્ન,સોનું અને કેટલાક ગુલામ મકલી દીધા.”
ફેરિસ્તાના લખ્યા પ્રમાણે પરમાર વંશના ધારાવર્ષ અને પ્રલ્હાદનદેવ અણહિલવાડના ખંડિયા રાજા હતા, તેમને સ્વાધીન ચંદ્રાવતી અને આબુ એ બને હતાં. કુમારપાળના વારામાં યશોધવળ થઈ ગયો છે એવું આગળ લખવામાં આવ્યું છે તેના તેઓ કુંવર હતા. નેહાના કુંવર પ્ર©ાદનને વિષે ઉપર લખેલા લેખમાં એમ લખ્યું છે કે શ્રીગુર્જર દેશને રાજા જે દનુજ, મુસલમાન હલ્લે કરનારને કદો શત્રુ હતો તેને તે બલવાન રક્ષક હતા. આબુ પર્વત ઉપર બીજો લેખ છે તેમાં અલ્લાદનદેવ, તે વેળાએ યુવરાજ હત એમ લખ્યું છે, કેમકે ધારાવર્ષને પુત્ર સેમસિંહ તે વેળાએ જમ્યો ન હતો.
મહમૂદ ગેરી સન ૧૨૦૫ માં મરણ પામ્યો ત્યારથી કુતુબુદ્દીન ઇબુક પાંચ વર્ષે મરણ પામે ત્યાં સુધી દિલ્હીના પાદશાહ તરીકે તેણે રાજ્ય કરવું. બીજા ભીમદેવના રાજ્ય સંબંધી બીજું કાંઈ લખવા જેવું નથી. તે ૧૨૧૫માં મરણ પામે. તે પોતે મૂલરાજના ચાલુક્ય વંશમાને છેલ્લે રાજા હતઃ કુતુબુદ્દીને અણહિલવાડમાં મુસલમાન કિલ્લેદાર મૂકયા હતા તે કદાપિ પાછા બેલાવી લીધા હશે, અથવા રહેતાં રહેતાં તેઓને નાશ થઈ ગયે હશે, કેમકે તેઓ ત્યાં રહ્યા હોય એવું બીજે કઈ ઠેકાણે લખેલું જોવામાં આવતું નથી; અને ભીમદેવના મરણ પછી પચાસ વર્ષે દિલ્હીમાં ગ્યાસુદીન બુલબુલ રાજ્ય કરતા હતા ત્યારે ફેરિસ્તા લખે છે કે, ગુજરાત અને માળવા પ્રાન્ત જે કુતુબુદીને પોતાના રાજ્ય સાથે જોડી દીધા હતા પણ ત્યાર પછી તેઓએ મુસલમાનું છુંસરું કાહાડી નાંખ્યું હતું તે રાજ્ય ઉપર ચડાઈ કરવાની તેના પ્રધાનેએ તેને સલાહ આપી. પણ તેના રાજ્યની ઉત્તર દિશાના તાતારના મોગલની બીકને લીધે ગ્યાસુદ્દીનને તે પ્રમાણે અમલ કરવાને બની આવ્યું નહિ.
તેરમા સૈકડાની સમાપ્તિ થતાં સુધી અણહિલવાડ મુસલમાનના સ્વાધીનમાં થયું ન હતું, પણ તે પછી અલ્લાઉદ્દીન ખીલજી જે ગુજરાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com