________________
૧૦
રાસમાળા
પિતાને હાથે કાગળ લખી મોકલ્યો. તેમાં લખ્યું છે કે,–“સલખની બહેન “અને જેતસીની પુત્રીનું ભેળો ભોમ માગું કરે છે, તે કહે છે કે, ગમે તે
આબુને ઉજજડ થવા દે, કે ગમે તે ઇચ્છનીને મારે વેરે પરણવ. ત્યારે શું “શિયાળ સિંહનો ભાગ લેશે? તે મારી મિત લૂંટે છે; મારા ગોવાળિયા “રેજ બૂમ મારે છે; મારી પ્રજા ગરીબ થતી જાય છે.” પરમારને ચૈહાણે આદરસત્કાર કર્યો. પૃથ્વીરાજે દિલ્હી હાવી કહ્યું કે, ભીમની સામે હું સલખ સાથે જાઉં છું. સોમેશ્વરને પુત્ર નીકળી ચાલ્યો-–તે સલખ પરમારની સાથે તેને ઘેર જવાને તૈયાર થયો.
ભેળા ભીમે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે જાણે કે તેના મુખ ઉપર ઘા માર્યો હેયની એમ તેને લાગ્યું. તેણે પિતાના મંત્રિયોને બોલાવીને તૈયાર થવાની આજ્ઞા કરી; તેણે લડાઈની નેબત વગડાવી. “જે ઊંઘતા સિંહ ઉપર પડે છે, જે પૃથ્વી ધારણ કરનાર મણિધરને માથેથી મણિ લેવા ધારે છે; જે યમદૂતના પેટમાં પોતાનો હાથ ખેસે છે; તે જ ચાલુક્યના બારવટિયાનું રક્ષણ કરવાને ઈચ્છે છે.” ભેળો ભીમ જેવો આ પ્રમાણે બોલ્યો તે તે ઘરે કરીને કંપ્યો. પાટણથી તેણે કચ્છ અને સેરઠ સર્વ ઠેકાણે ચોમેર આજ્ઞાપત્ર લખી મેકલ્યાં-ધૂળનાં વાદળાંથી આકાશ છવાઈ ગયું; ચારે બાજુએથી મેટી સેના એકઠી થઈ ત્યાં ગિરનારનો ધણી આવ્યો, કતારિયો લેહાણે પણ આવ્ય, વીરદેવ (અથવા વીરધવલંગ) વાઘેલે, રામ પરમાર, પીરમનો ધણ, રાણીક ઝાલો, સોઢે સારંગદેવ, ગંગ ડાભી, અમરસિહ. શેવડે પણ ત્યાં હાજર થયા હતા; જૈન મંત્રેશ્વર ચાચિંગ પણ હતા. ભોળો ભીમ આબુ આવી પહોંચ્યો ને ત્યાં તંબુ ઠેક્યા; તેણે ચારે બાજુએ ગઢ ઘેરી લીધે પરમાર અને ચાલુક્યની સેનાએ યુદ્ધ મચાવ્યું; ઘણા દિવસ સુધી રણસંગ્રામ ચાલ્યો; છેવટે સલખ અને જેત પાછા હઠવ્યા; પણ જેવા લડતા તેઓ પાછા હઠતા ગયા તેમ ધરતીને લોહીથી લાલચેળ કરતા ગયા. ભીમ આગળ ધો, તેણે અચળેશ્વરને જોયે; પરમાર મરૂધરતી ભણું નાશી ગયા ને ગઢ ચાલુકોને માટે મૂકતા ગયા. અને ભીમ જયવંત થઈ આબુની ટોચ ઉપર ચડ્યો.
આ સમયે રજપૂત રાજાઓનાં માથા ઉપર, તેમને સામાન્ય શરુ શાહબુદીન ઘોરી મેઘની પેઠે ગર્જના કરી રહ્યો હતો તેથી માંહે માંહને કજિયા પતી જ જોઈતું હતું. શાહબુદ્દીન કહે કે, “આ ધરતી નથી હિન્દુની કે
૧ આ સમયે કરછમાં જામ રસ્તો રાયધણ ગાદીપતિ હતા, તેણે પોતાના જાડેજા સરદારના ઉપરી પણ નીચે કચછી લશ્કર મોક્લાવ્યું હતું.
૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com