SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૦૭ હતી, બીજી રૂપસુંદરી હતી તેને કજના રાઠોડ રાજા જયચંદ્ર વેરે પરUવી હતી. અનંગપાળની ફેઈન વિજયપાળ રે દીધી હતી તેને જયચન્દ્ર પુત્ર થતો હતો. તેવાર કુંવરીને પેટ સોમેશ્વરને નામાંકિત પૃથ્વીરાજ થયે. તેણે અજમેર અને દિલ્હીની ગાદી એકઠી કરી નાંખી, અને મુસલમાનોની સાથે આશ્ચર્યકારક લડાઈમાં ઉતરીને તે માર્યો ગયો. ચંદ બારોટ કહે છે કે, કાજ, ગજની, અને અણહિલપુરમાં યમદૂતે પૃથ્વીરાજ જમ્યાના સમાચાર પ્રસિદ્ધ કર્યા. પૃથ્વીરાજને પ્રીથા કરીને એક બહેન હતી તેને તેના પિતા સોમેશ્વરે ચિત્તોડના રાવળ સમરસિહ વેરે પરણાવી હતી. ૧ જુઓ પાછળ પણ ૨૨ની ટીપમાં છઠ્ઠો રાજા ગુહસેન (ઈ. સ. પ૩૯ થી ૫૬૯) એને ગુહિલ પણ કહેતા. ગેહિલ અથવા ગેલોટી (જે હાલ સિસોદિયાને નામે ઓળખાય છે) જે કાઠિયાવાડ અને રજપૂતસ્થાનમાં રાજ્યક્ત થયેલા છે, તે આ ગુહિલ વંશજ છે. આ ગુહસેનને મેટે કુંવર ધરસેન (બી) વલભીપુરમાં તેના પછી ગાદીપતિ થયે. અને બીજા કુંવર ગેહાદિત્ય અથવા ગેહાએ ઈડરનું રાજ્ય મેળવ્યું. તેના વંશજ ઈડરથી ચિત્તોડ (મેવાડ) ગયા અને હજુ ત્યાં (ઉદયપુરમાં) રાજ્ય કરે છે. એ ગેહાદિત્યની કેટલીક પેઢીયે આ૫ અથવા બાપે થયે, તેણે મેવાડમાં ચિત્તોડની ગાદી મેળવી. ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ” માં લખ્યા પ્રમાણે એક બીજો અવિપ્રાય એમ પણ છે કે, વલભીને છેલ્લો રાજા શીલાદિત્ય સાતમે મરાય ત્યારે તેની સગર્ભા સ્ત્રી પુષ્પવતી આરાસુરમાં અંબા ભવાનીની યાત્રા કરવા ગઈ હતી, તે પતિનું મરણ સાંભળી ત્યાં જ રહી. ગુફામાં તેને કુંવર અવતયો તેથી હાદિત્ય કહેવાય. તેને રાજનીતિ પ્રમાણે અભ્યાસ કરવાને બની આવે તેટલા માટે રાણિયે યોગ્ય બ્રાહ્મણને સોંપ્યો અને પોતે સતી થઈ. ગેહાદિત્ય મોટો થયો ત્યારે ભાડેરના વનવાસી ભલેને તે રાજા થયો. તે બ્રાહ્મણના કુળમાં ઉછો તેથી બ્રાહ્મણને ધર્મ પાળતો હતો. તેને પુત્ર ખાપા રાવળ થયો તે પણ બ્રાહ્મણધર્મ પાળીને હારિત મુનિની સેવા કરવા લાગ્યો. આ હારિતને એકલિંગજી શંકર પ્રસન્ન થઈને સુવર્ણનું કડું આપ્યું હતું, તે તેમણે બાપા રાવળને સેવાના બદલામાં આપવા માંડ્યું ત્યારે તેણે કહ્યું કે, મહારાજ! સેનાનું કર્યું તે ક્ષત્રિયોને જોઈએ, ને હું તે બ્રાહ્મણ છું એટલે પ્રસન્ન થઈને હારિત મુનિયે તેને ક્ષત્રિીનું તેજ આપ્યું, ત્યારે બાપા રાવળે પિતાનું બ્રહ્માત્ર મુનિને અર્પણ કર્યું અને ક્ષત્રીપદ સાથે સેનાનું કહે પતે ગ્રહણ કર્યું. ગોહિલકુળના પૂર્વ પ્રથમ બ્રાહ્મણકળને આનંદ દેનાર હતા એ વિષે મહારાણા ભકત એકલિંગજી માહામ્યમાં પ્રાચીન કવિને શ્લેક દાખલ કરયો છે તે ઉપરથી સિદ્ધ થાય છે. आनंदपुरसमागतविप्रकुलनंदनो महीदेव । जयति श्रीगुहदत्तः प्रभवः श्रीगुहिरूवंशस्यः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy