________________
૩૦૬
રાસમાળા દાખલ થયો નથી. અમે હવેથી લખિયે છિયે તે ચંદના રાસ ઉપરથી લખિયે છિયે.
ચંદ બારોટ લખે છે કે, જ્યારે અનંગપાળ રાજા દિલ્હીમાં રાજ્ય કરતે હો ત્યારે કંધજ અથવા રડેડ રાજા વિજયપાળ તેના ઉપર ચડાઈ કરવાને તૈયાર થયું. તે સમયે સામ્ભરમાં આનંદ દેવને પુત્ર સોમેશ્વર રાજ્ય કરતા હતા. તેના સાંભળવામાં આવ્યું કે કંધજ અને તુંવાર સામાસામી લડવાના છે, એટલે તેણે વિચાર્યું કે આવી વેળાએ ક્ષત્રિયે ઘેર બેસી રહેવું નહિ. તે બોલ્યો કે, “હું આના કુળની કીર્તિ વધારીશ કે કૈલાસ અથવા ઈન્દ્રાસન પામીશ.” તેણે નાબત વગડાવી અને દિલ્હીના રાજાની પક્ષે ચાલ્યો. સેમેશ અને અનંગપાળ ધવળ છત્ર ધારણ કરીને ભેગા થઈ વિજયપાળના સામા ચડ્યા. લડાઈ ચાલી તેમાં સેમેશ્વરે વિજયપાળને ઘાયલ કર્યો એટલે તે નાઠે. સેમેશ્વરે શક્તિમાન વિજયપાળને હરાવ્યો તેથી દિલ્હીમાં તેની કીર્તિ ગવાવા લાગી. અનંગપાળે પોતાની પુત્રી તેને વેરે પરણવીને ઘાડો સંબંધ કર્યો, પછી તેને સારે આદરસત્કાર કરીને વિદાય કર્યો. સોમેશ્વર જયનાં વાદિવ્ય વગડાવતા પિતાને ઘેર અજમેર ચાલ્યો.
એમ જણાય છે કે, અનંગપાળને પુત્ર ન હતો. તેને બે પુત્રો હતી, તેમાંથી કમળાદેવી નામે હતી તેને અજમેરના સેમેશ્વર વેરે પરણાવી
૧ વાર વંશમાં ત્રણ અનંગપાળા થઈ ગયા છે, તેમાં આ ત્રીજે અનંગપાળ હવે, જેને અઈન અકબરીમાં WિI૪ એવું નામ આપેલું છે, અને એણે ઈ. સ. ૧૧૨૮ થી ૧૧૪૯ સુધી ૨૧ વર્ષ, ૨ માસ, અને ૧૬ દિવસ રાજ્ય કર્યું છે. અને દિલ્હીની રાજાવલિમાં એને અંક ૧૯ મો આવે છે.
વિશેષ વૃત્તાંત માટે જુવો રાસમાળા પૂર્ણિકામાં દિહી અને કેનેજની રાજાવલિ.
૨ કને જના રાઠોડની વંશાવલિ રાડેડ રાજાની ટીપ છે, તેમાં વિજયપાળનું નામ આવતું નથી, પણ પીશરાસામાં એને જયચંદ્રને પિતા કરીને લખ્યો છે. (Coins of Medieval India) ૫. ૮૪ તથા ૮૭ માં ચંદ્રવિ(૧૦૫૦)ના પુત્ર મદનપાળની સાલ ઈ. સ. ૧૦૮૦-૧૧૧૫ સુધીની છે. ગોવિચન્દ્રની સાલ ઈ. સ. ૧૧૧૫૧૧૬૫ સુધીની છે.
અજયચંદ્ર( જયચંદ)ની સાલ ઇ. સ. ૧૧૬૫-૧૧૯૩ સુધીની છે. એટલે વચ્ચે વિજયપાળ નામના કોઈ બીજા સભ્યને ઘુસાડી દેવાને અવકાશ રહેતો નથી. રાજકાળનિર્ણયના પૂ. ૧૩મે જયચંદ્રનો પિતા વિજયચંદ્ર રાઠોડ લખ્યો છે. અને તેની સાલ સંવત ૧૨૪૬ એટલે ઈ. સ. ૧૧૯૦ ની લખી છે, તે શા ઉપરથી તેનું પ્રમાણ તેમાં જણાવ્યું નથી, તેથી તે ઉપર પણ સો રાખી શકાતો નથી. વિજયપાળ અથવા વિજયચંદ્ર એજ શેર્વિચંદ્ર હેખિયે તો જ રાસાની વાત મનાય એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com