________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ર૯૭ કરિયે છિયે,–“તેની માતા નાયકી દેવી, પરમદ રાજાની પુત્રી થતી હતી, તેણે પોતાના ખોળામાં બાળ રાજાને બેસારીને ગાડરાઘટ્ટ ઉપર યુદ્ધ ચલાવા માંડ્યું. અને પોતાના ગુણવડે કરતે વર્ષાદ થયો તેથી કરીને તેણિયે મ્લેચ્છર રાજાને હરાવ્યો.
બીજે મૂળરાજ અજયપાળને પુત્ર હતા. આબુ પર્વત ઉપર અચળેશ્વરનું દેવાલય છે તેમાં એક લેખ છે તેમાં લખ્યું છે કે, “તેના (કુમા
૧ પાછળ પૃષ્ઠ ૧૫મે જેનાહતી અથવા મહાબાના ચંદેલ રાજાઓની ટીપ આપી છે તેમાં અંક ૧૮ મે પરમદિ દેવનું નામ છે, તે સંવત ૧૨૨૨, ૧૨૨૪ માં અને ઈ. સ. ૧૧૬૫ થી ૧૨૦૩ માં હતો. આ રાજાના લેખ તથા શિક્કા પણ મળી આવે છે. તેની કુંવરી હોય અથવા કાદમ્બ કુળનો રાજન પરમદી અથવા શિવચિત્ત જે ઈ. સ. ૧૧૪૭ થી ૧૧૭૫ (ઈ. સ. ૧૨૦૩-૧૨૩૧) સુધી રાજ્ય કરતે હતો તેની કુમારી પણ હોય. પાછળ પૃષ્ઠ ૧૭૦ માં અને તેની ટીપમાં, જગદેવ પરમાર પરમર્દી રાજાના દરબારમાં ગયાનું લખ્યું છે અને તે કુંતલને હ; પણ તેનો સમય આઘો જાય છે. કલ્યાણના કલચુયે રાજા કૃષ્ણને પુત્ર જેગમ, તેને પુત્ર પરમર્દીન અથવા પરમાદી ઈ. સ. ૧૧૨૮ માં હતું. એને પુત્ર ત્રિભુવનમલ અથવા વિજલ ઈ. સ. ૧૧૪૫૧૧૬૭ માં હતો તેની બહેન હોય.
૨ આ લેચ્છ રાજા તે મહમદશેરી (શાહબુદ્દીન) હેવાનું જણાય છે, તે વિષે જુવો આગળ પૃ. ૩૦૧ ની ટીપ.
આ મૂળરાજને બાલાર્ક અથવા બાલ મૂળરાજ લખે છે. ડા. બૂલરે ચૌલુક્યાના ૧૧ લેખ પ્રસિદ્ધ કરયા છે, તેમાંના ત્રણ લેખમાં તેનાં વિરૂદ નીચે પ્રમાણે છેલેખ અંક ૩ (સંવત્ ૧૨૬૩ શ્રાવણ શુદિ ૨ રવો.)
" परमभट्टारकमहाराजाधिराजपरमेश्वराहवपराभूतदुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यात."
લેખ અંક ૪ (સંવત ૧૨૮૦ પોષ સુદ ૩ ભમે.) "महाराजाधिराजपरमेश्वरपरभट्टारक उमापतिवरलब्धप्रसादप्रौढप्रतापबालार्क आहवपराभूत दुर्जय गर्जनकाधिराज श्री मूलराजदेवपादानुध्यात.”
લેખ અંક ૫ (સંવત્ ૧૨૮૩ શ્રાવણ સુદ ૧૫.) " परमेश्वरपरमभट्टारकम्लेच्छतमनिचयच्छन्न (मही)वलयप्रद्योतनबालार्क महाराजधिराजश्रीमूलराजदेवपादानुध्यात"
બીજા મૂળરાજને મુસલમાન સાથે કજિયે ઉઠયાનું રાસાવાળાઓ લખે છે તેને આ લેખે પુષ્ટિ આપે છે. ઉપરના લેખથી જશે કે તેને “જિતવાને મુશ્કેલ એવા ગર્જ. નકના અધિપતિને યુદ્ધમાં હરાવનારે રાજા” કહ્યો છે.
૩ એશિયાટિક રીસચીઝ ભાગ ૧૬ માનું પૃષ્ઠ ૨૮૮ મું જુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com