________________
કુમારપાળ
૨૬૯ જે મેળવેલું હેય નહિ તે કશું મારે લેવું નહિ. આવા પ્રકારની ઉપજ બંધ
૯ સામાયિવ્રત–મન, વચન, અને કાયાના પાપયુક્ત વ્યાપારને ત્યાગ અને પાપ રહિત વ્યાપારના સેવનથી અથવા બીજી રીતે કહિયે તે પાપકાયોંમાં કરવા યોગ્ય દુર્ગાનતા ત્યાગ કરનાર પુરૂષને એક મુહુર્ત સમતામાં રહેવાથી સામાયિક નામનું પહેલું શિક્ષાત્રત થાય છે.
કુમારપાળે પ્રતિદિવસ બે સામાયિક કરવાનો નિયમ લીધો હતો. પાછલી રાત્રિના સામાયિકમાં તે યેગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીશ વીતરાગસ્તવનનું સ્તવન કરો અને ત્યાર પછી બીજું કામ કરતો. બીજું સામાયિક પિષધશાળામાં કરતો અને તે સમયે ગુરૂ વિના બીજાની સાથે મૌનપણે રહે.
૧૦ ફેરાવાવા વ્રત-દિગ્દતમાં કરેલા પરિમાણમાંથી દિવસે અથવા રાત્રિએ જે કમી કરવું તેને પુણ્યના કારણુભત દેસાવકાશિક નામનું બીજું શિક્ષાવ્રત કહે છે. જેમ
ઓષધ શરીરમાં વ્યાપેલા વિષયને આંગળી આદિમાં લાવી મૂકે છે તેમ વિવેકી પુરૂષ દિવ્રતના પરિમાણને નિત્ય નિત્ય એછું કરે અને એ જ પ્રમાણે બીજાં વ્રતના પરિમાણમાં પણ દિવસે અથવા રાત્રિએ ન્યૂનતા કરે. જેમ કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવેની હિંસા અંશતઃ અથવા સર્વેથા વર્જે. રાગદેષથી દૂષિત અસત્ય ન બેલે; વિશેષે કરી ગૃહકાર્ય સંબંધી ન બેલે, અને ધર્મ સંબંધી બેલવામાં પ્રમાણ કરે. કોઈ પણ ભેજન અથવા ધન કેઈન આપ્યા વિના ગ્રહણ ન કરે. ઇત્યાદિ પ્રકારે સર્વ વિતેમાં સમજવું.
૧૧ વાષધો વાસ વ્રત-અષ્ટમી, ચતુર્દશી એ આદિ પર્વતિથિમાં સર્વ પ્રકારના આહાર, અંગકાર, અબ્રહ્મ અને અસાવધ વ્યાપારનો ત્યાગ કરવો, તેને ભવરૂપી રંગના ઓષધ સમાન પાષધ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છે.
કુમારપાળ સદા પર્વતિથિમાં પિષધ લે, અને તે દિવસે ઉપવાસ કરી રાત્રે જરા પણ સતે નહિ. ગુરૂને વંદન કરવામાં તત્પર રહેતો. ઉઘાડે મુખે બેલ નહિ, પ્રમાર્જન કર્યા વિના ચાલતે નહિ, ઘણે કાળ કાર્યોત્સર્ગમાં રહેતો. અને તેમ ન બને ત્યારે દર્ભના આસન ઉપર બેસી પ્રાણાયામ કરતે.
૧૨ ગતિથિલંવિમા-જે મહાત્મા સર્વ તિથિયો અને પોંત્સવને ત્યાગ કરે છે તે અતિથિ અને બાકીના અભ્યાગત જાણવા. અતિથિને ન્યાયપાર્જિત તૈયાર અન્ન, પાન, આશ્રમ, વસ્ત્ર, અને પાત્રાદિ વસ્તુનું દેશકાળના વિચારપૂર્વક શ્રદ્ધા અને સહકારથી યુકત જે દાન કરવું તે ગતિથિસંવિમાન નામનું ચોથું શિક્ષાવ્રત કહેવાય છે.
- કુમારપાળે પિતાના રાજ્યની અંદરના શ્રાવક પાસેથી લેવાત બહેતર લાખ રૂપિયાને વાર્ષિક કર બંધ કર. ટૂટી ગયેલા પ્રત્યેક સધમિક આશ્રય માગવા આવ્યેથી એક હજાર દીનાર આપવાની અભડ શેઠને ભલામણ કરી. હેમાચાર્યને પણ નાગાભખ્યા શ્રાવક જણાય તેની ખબર રાખવાની વિનતિ કરી. પછી વર્ષને આંકડે મંગાવ્યો તો એક કરોડ રૂપિયાને આવ્યું. આભડ શેઠે તે લેવાની ના કહી, પણ પોતાનું વ્રત ટૂટે નહિ એટલા માટે તેને આગ્રહથી આપ્યું અને ઘણાં વર્ષ સુધી પોતાને અભિગ્રહ પાળે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com