SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ૨૩૯ સામંતાએ કુમારપાળની ગાદીને પંચાંગ પ્રણામ કહ્યા, તે શંખનાદ અને વાદિત્ર વાગવા લાગ્યાં. એ રીતે તેને જયસિંહના યેાગ્ય ક્રમાનુયાયી માન્ય કરડ્યો. કુમારપાળ ઇ॰ સ૦ ૧૧૪૩ માં પેાતાની પચાસ વર્ષની વયે ગાદી ઉપર ખેડે.૧ તેના પાકા વયને લીધે અને પરદેશમાં દેશાટન કરવાથી અનુભવ મળેલા તેથી કરીને તેની અને દરબારી ખીજા વૃદ્ધ કારભારિયાની વચ્ચે અણુબનાવ થયા, તે ઉપરથી તેઓને તેમના અધિકાર ઉપરથી દૂર કહ્યા. તેથી વેર લેવા સારૂ તેઓએ એકઠા મળીને તેને મારી નાંખવાનેા મનસુખે કરચો; અને જે દરવાજે થઈને તે રાતની વેળાએ નગરમાં આવવાના હતા તે દરવાજે મારા મૂક્યા, પણ આગલા ભવમાં તેણે શુભ કરણી કરેલી ' તેથી તેને કાને વાત આવી ગઈ એટલે જે વાટેથી તેણે જવાનું ધાસ્યું હતું તે વાટ રહેવા દઈ તે ખીજી વાટે થઈને નગરમાં ગયા, એટલે શત્રુએને પ્રયત્ન નિષ્ફળ ગયા. પછી કુમારપાળે તરકટી લેાકેાને મારી નંખાવ્યા. કાન્હડદેવે રાજાને ગાદી ઉપર બેસાડ્યો હતેા, તથા તે તેને બનેવી થતા હતા તેનું અભિમાન રાખી, કુમારપાળને અપમાન પ્હોંચે એવી રીતે તેના કુળ વિષે તથા તેની આગળની સ્થિતિ વિષે ખેલવા લાગ્યા. રાજાએ તેને સમજાવ્યા પણ તઃકીને તેના ઉત્તર આપ્યા, અને તેનું કહ્યું નહિ માનવાને તેણે ઠરાવ કરો હાય એવું આગળ જતાં જણાયું, એટલે તેને પણ કુમારપાળે મારી નંખાવ્યેા. આ બનાવની અસર ધણી સારી થઈ ને તે દિવસથી સર્વે સામંતે રાજાની આજ્ઞા ઉલ્લંધન કરતાં ડરવા લાગ્યા, કેમકે, उपजातिवृत्त - आदौ मयै वायम दीप्ति नूनं न तन्मामवहेलितोऽपि । इति भ्रमादङ्गतिपर्वणापि स्पृशेत नो दीप इवावनोदः ॥ ૧ રાજ્યવંશાવલિમાં ગાદિયે બેસવાના દિવસ સંવત્ ૧૧૯ના માગશર શુદિ ૧૧ લખેલ છે. એ ગાયે ખે। ત્યારે આશ્રય આપનારને નીચે પ્રમાણે બક્ષિસે આપી તે ચરિત પ્રમાણે— કુમારપાળ ગાટ્ટિયે આવતાં પેાતાની રાણી ભૂપાલદેવીને પટરાણી સ્થાપી ઉદઅને ખંભાતમાં મદદ કરી હતી તેને પ્રધાન નીમ્યા. તેના દીકરા આહડ અથવા વાગ્ભટને મુખ્ય સભાસદું અથવા મહામાત્ય બનાવ્યા. આલિંગને બીજો સભાસદ અથવા મહાપ્રધાન નીમ્યા, ને ચિતાડના કિલ્લા પાસે સાત ગામા બક્ષિસ આપ્યાં. ભીમસિંહે કાંટાની વાડ નીચે સંતાડયો હતેા, તેને અંગરક્ષક સેનાના મુખી નીમ્યા. વાણિયાણી દેવાશ્રી (શ્રીદેવી) પાસે ગાદિએ બેસવાને સમયે વ્હેન તરીકે રાજ્ય તિલક કરાવ્યું ને દૈવયેા ગામ (પ્રબંધ પ્રમાણે ધવલક અથવા ધાળકા ગામ) આપ્યું. વડોદરાના વાણિચાએ ગણા આપ્યા હતા તેને વટપદ્ર અથવા વડે બક્ષિસ આપ્યું. કુમારપાળના મુખ્ય સેાખતી એસરીને લાટ મંડળ આપ્યું, એટલે દક્ષિણ ગુજરાતના સૂબે બનાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy