________________
સિદ્ધરાજ
૨૨૧
એડા તે બનાવનું જ વર્ષ નોંધેલું છે; એ બનાવ, સંવત્ ૧૧૦૦ અથવા ૪૦ સ૦ ૧૦૪૪ માં એટલે સિદ્ધરાજ ગાદિયે ખેડે તેની અગાઉ પચાસ વર્ષ ઉપર બનેલા લખ્યું છે. અને જ્યારે મિજિરાયઃ તેના બાપની વૃદ્ધાવસ્થામાં જન્મ્યા હતા એવું લખ્યું છે ત્યારે આ સર્વે બનાવ એક જ સમયમાં બન્યા હશે એવું આપણે માન્ય કરવું જોઇયે.
૧ નીચેની મારી ટીપ પ્રમાણે દુસાજ ગાદિયે બેઠા સંવત ૧૧૫૫( ઈ. સ. ૧૦૯૯)માં અને સિદ્ધરાજ ગાદિયે બેઠા ઈ. સ. ૧૦૯૪ માં, એટલે એ બે સમકાલીન ગણી શકાય, પણ મિ. ફાર્બસને દુસાજની ગાદીના સાલસંવત ૧૧૦૦ (ઈ. સ. ૧૦૪૪) ગણિયે તા ૫૫ વર્ષના ફેર આવે છે.
શ્રી આદિનાશયણથી ૫૪ મા શ્રી કૃષ્ણચંદ્ર થયા. અને ૧૩૫મા દેવેન્દ્ર થયા, તેમના ત્રીજા પુત્ર નરપત એ કચ્છના જાડેનના પૂર્વજ, અને ચેાથા પુત્ર ભૂપત એ હવણાંના જેસલમેરના પૂર્વજ થયા; તેમાં ભાટી નામે એક કુંવરે લાહારમાં સ્થાપના કરી અને પરાક્રમી હતાં એના નામથી ભાટી અથવા ભટ્ટી રજપૂત કહેવાયા. પછી કેટલીક પેઢિયે રાવ તણુંજી થયા. તેણે સંવત ૮૮૭ માં તણેાટના કાટ ખાંધી ત્યાં રાજધાની કરી. તેના વંશમાં મહારાવલ શ્રીસિદ્ધ દેવરાજજી થયા. એણે જૂદા જૂદા નવગઢ જિત્યા તેથી “નવગઢનરેશ” હેવાયા. તાટના શેઠ જશકણને ધારાનગરના રાજાએ કેદ કરી તેનું અપમાન કર્યું તેથી દેવરાજજી સૈન્ય લઈ ધારા ઉપર ચડ્યા અને તે લૂટયું; ત્યાંથી પાછા વળતાં રસ્તામાં લુફ્તે આવ્યા અને તે શહર રાજન જશભાન પાસેથી નિતી લીધું. વળી એણે સં. ૯૦૯ ના માય શુદ્ધિ ૫ સેામવારે પુષ્ય નક્ષત્રે પેાતાના નામ ઉપરથી દેવગઢ અથવા દેવરાવળ બાંધ્યું. ત્યાર પછી સંઘજી સંવત્ ૧૦૩૦માં થયા, તેના પછી વાધુજી સં. ૧૧૧૩ માં થયા, તેના પછી મહારાવળ શ્રી ક્રુસાજ સં. ૧૧૫૫ માં થયા. એ દુસાજને જેસલજી નામે એક કુંવર થયેા. ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં સેવાડના રાણાવત કુટુંખમાંથી એક રાણી પરણ્યા, તેને લાઝા બિજયાવ નામે કુંવર થયા તે ન્હાના હતા છતાં પણુ રાજ્યના ભાયાતા અને મુસિયાએ મળીને તેને ઉદ્ભવાની ગાટ્ટિયે એસાચો (સં. ૧૧૭૯). હેટા કુંવર જેસલને ગાદ મળી નહિ એટલે તે રીસાઈને સિન્ધમાં નગર ઢંઢે. શાહમુનિ ગૌરીને આશરે જઈને રહ્યો. સિદ્ધરાજની કુંવરીથી લાંગા અજયરાવને ભાજદેવ નામના કુંવર થયા તેની આસપાસ ૫૦૦ સાલંકિયાની ચેાકી રહેતી હતી.
પ્રથમ તા જેસલ કુદ્રવાની ગાદી લેવામાં ફાવ્યા નહિ પણ પાછળથી ઢડ્ડાનું લશ્કર પાટણ ઉપર ચડાવી લઈ જવાની યુક્તિ કરવાથી ભાજદેવની ચેાકીના સાલુંકિયા ત્યાં મદદ માટે જશે એવી ધારણા કરી. મુસલમાનોના આશ્રય લઇને જેસલે લુદ્રવાને ઘેરો ઘાલ્યા અને લડાઈ થઈ તેમાં ભાજદેવ કામ આવ્યા. એટલે તેણે લુદ્રવાથી પેાતાના સરસામાન લઈ જવાની ત્યાંની માને બે દિવસની છૂટ આપી. ત્રીજે દિવસે સુસલમાન સરદાર કીમખાન(સત્તુનખાન)ના લશ્કરને યુકેના તૂટવા દીધું.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com