________________
રા' ખેંગાર
૨૧૧
બન્યું કે પાટણના સેા વાધરી માટીનાં વાસણ વેચવા સારૂ આવ્યા હતા, તેઓ ઉત્તર ભણીને દરવાજે ઉતસ્યા હતા, તેઓને પણ સર્વેની સાથે જમવાને તેડ્યા. ત્યારે તેઓએ પૂછ્યું: “રાજાને ઘેર શી બાબતની જમણુવાર છે જે અમને જમવાને તેડ્યા છે?” ત્યારે ચાકરે કહ્યું:
.
<<
સારઢ સિંહલદીપની, જાત તણી પરમાર; “ એટી રાજા શેરની, પરણ્યા રાખેંગાર.”
“ એટલા માટે આજ ત્રણ દિવસથી ઢેડ સુદ્ધાં આખા નગરને રાજા “ જમાડે છે. માટે તમને પણ જમવાને તેડ્યા છે.” ત્યારે વાધરઓએ વિચાર કયો કે આ કન્યા તે આપણા રાજાને દીધેલી છે, તે તેના વ્હેરે રા'ખેંગાર જોરાવરીથી પરણ્યા. તે સિદ્ધરાજ સોલંકી હેવાય છે ને આપણે પશુ સાલકી વાઘરી કહેવાઈયે છિયે માટે સાલંકીની સાથે સગાઈ કરેલી કન્યાના પરણેતરના જમણમાં આપણે ભળવું ટે નહિ. માટે આપણે સત્વર પાટણ જઈને બધી વાત ત્યાં રાજાને કહેવી.
આ પ્રમાણે મનો કરીને, ભૂખ્યા ને તરયા, તરત જ તેઓ ત્યાંથી નીકળ્યા તે ચાલતે ચાલતે પાટણવાડામાં વાધેલ ગામ છે તેની સીમમાં આવી મ્હોંચ્યા અને ત્યાં જનાવર પકડવા પાશ નાંખ્યા. એવામાં સિદ્ધરાજના ચાર દોઁદી ભાટ ધેડે ચડીને નીકળેલા ત્યાં આગળ આવી પહોંચ્યા, તેથી લડકીને પાશમાં એક રાઝ સપડાયા હતા તે નાશી ગયેા. તે જોઈ વાઘરી મેલ્યાઃ “બાપજી! અમે રાત દહાડા ચાલતા જૂનાગઢથી આવિયે “છિયે. આજે અમને સાત લાંધા થયા છે. તમે અમારા રેઝ શા માટે નસાડી “મૂક્યા ? ” ભાટાએ પૂછ્યું: “તમને સાત લાંધા કેમ થયા છે?” એટલે તેઓ મેક્લ્યાઃ “રા'ખેંગારે રાજાને દીધેલી કન્યા બલાત્કારે લઈ લીધી છે.” આવું સાંભળીને ભાટ ઘણા વ્યાકુળ થયા તે તત્કાળ અશ્વાર થઈને પાટણુ જઈ સિદ્ધરાજને કહ્યું:—
( અમે ) “નિરણિયા ને નારિયા, ભણિયેલ જાતે ભાટ; “ખાળી હાડી રાણક દેવીને, ખેંગારે પાડી વાટ.”
આવું સાંભળીને સિદ્ધરાજે પાતાની સહાયતામાં બાબરા ભૂત હતા તેને ખેાલાવીને કહ્યું: “હું રા'ખેંગારના સામેા લડવા સારૂ જાતેગઢ જાઉં છું માટે તું મારી સાથે આવવાને તૈયાર થા.” રાજા તૈયાર થઈને વાધેલ
૧ આજે પણ પાટણમા માટીના વાસણ ઘણાં સારા થાય છે. ૨. ઉ. ૨ બાબરિયાવાડમાં રહેનારા લાક, તેમના ઊપર તે બાબરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com