________________
૨૦૯
રા' ખેંગાર તે પછી ખરી પવિની બળવાને ભાટ દેશદેશાંતરમાં નીકળી પડ્યા પણ કોઈ ઠેકાણે કઈ એક પૂરેપૂરી પદ્મિની જોવામાં આવી નહિ; છેવટે પાછા તેઓ સેરઠના મજેવડી ગામમાં આવી પહોંચ્યા. અગાઉ આ ભાટે મજેવડી તપાસ કરવા આવ્યા હતા અને ત્યારથી જ હડમતિયા કુંભારના મનમાં ડર પેઠો હતો કે રખેને સિદ્ધરાજના માટે કન્યા દીઠી છે તેથી કદાપિ આપણને કાંઈ હરકત થશે તે. એ વિચારથી તે પોતાની કન્યાને તે સમયથી ભયરામાં રાખી મૂકતા હતા. પરંતુ આ વખતે તે ભાટ તેની પાકી ભાળ લાધતાં હડમતીયા પાસે જઈ પહોંચ્યા, અને તેને કહ્યું: “તારી દીકરી પાટણના રાજાને દે.” ત્યારે કુંભાર બેલ્યો: “મારે તો દીકરી નથી.” ભાટોએ ઉત્તર આપેઃ “અમે એને જોઈ છે, તેથી જો તું સિદ્ધરાજ સાથે તેનું સગપણ કરીશ નહિ તે તે તને જંપીને બેસવા દેશે નહિ. વળી તારું કુંભારનું એવું “ભાગ્ય ક્યાંથી જે તે સિદ્ધરાજને સસરે થાય.”
આ પ્રમાણે ધમકી આપીને તેમ જ લાલચ દેખાડીને સગપણ કરવાનું તેના મનમાં ઉતાર્યું અને બે ત્રણ માસ ઉપરને એક લગ્નને દિવસ નક્કી ઠરાવીને તેઓ પાટણ આવી પહોંચ્યા ને રાજાને સર્વે વાત કહી. સિદ્ધરાજે કહ્યું કે અમારા કુળને બટ્ટો લાગે એટલા માટે હું તે કુંભારની કન્યાને નહિ પરણું. ત્યારે ભાટેએ ઉત્તર આપ્યો.– છે દુહે-“આંગણ આંબે મેરિયો, સાખ પડી ઘર બાર,
દેવે ઊપાઈ દેવડી, નહિ જાતે કુંભાર.” આવું સાંભળીને તથા તેઓએ તેના રૂમનું વર્ણન કર્યું તેથી રાજા રાજી થઈ ગયો અને લગ્નને સામારંભ કરવા લાગ્યો, તથા માંડવા રચાવી ગણેશ બેસાસ્યા.
આ પાસ આ પ્રમાણે બને છે તેવામાં જૂનાગઢને રાહ ચૂડાસમો ખેંગાર હતો, તેની બહેન સિદ્ધરાજના ભાયાત વેરે પરણી હતી, પણ તે દેસલ અને વીસલ નામના પિતાના બે કુંવર સાથે જૂનાગઢમાં રહેતી હતી. એક દિવસે દેસલે પિતાના મામાને કહ્યું: “આપણું દેશમાં મજેવડી ગામ નવું વર્યું છે, તે માટે તે જેવાને અમે જઈયે છિયે.” આ પ્રમાણે આજ્ઞા લઈને તે પોતાના ભાઈ વીસલને લઈને મજેવડી ગયો. ત્યાં કુંભારની દીકરીની બધી વાત તેના સાંભળવામાં આવી. પછી તેણે જાનાગઢ જઈને રા' ખેંગારને એ હકીગત આમ કહીઃ “આપણું પરગણામાં એક કુંભારની દીકરી છે તે બહુ જ રૂપાળી “છે, અને આપના દરબારમાં શોભે એવી છે. સિદ્ધરાજના દસોંદી ભાટ તેને જેવાને
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com