________________
જગદેવ પરમારની વાત
૧૮૯
જગદેવ, નમન કરીને, માથે ઢાલ મૂકી, હાથમાં તરવાર લઈ એકલા મ્હાર ચાલ્યેા. રાજાએ પેાતાના મનમાં વિચાર્યું કે, ભાદ્રપદ મહિનાની રાત્રિએ તા ભયભરેલી છે; ચાલ, જઈને જોઉં કે એ જાય છે કે નહિ. આ પ્રમાણે મનસુખ કરીને અને અંધારપછેડે એઢીને જગદેવની પછવાડે સિદ્ધરાજ પણ ચાઢ્યા. ઘણા સામંતા ચેકી કરતા હતા તેઓને દરેકને ખેાલાવીને રાજાએ કહ્યું કે કાણ ચોકી હારે છે? દરેક ઉમરાવે પાતાનાં નામ દીધાં. ત્યારે રાજા મત્સ્યેા: પૂર્વ દિશામાં કેટલીક સ્નિયા ગાય છે અને કેટલીક રડે છે તેની બાતમી લઈ આવવા રાજાજી તમને કમાવે છે.” એક સામંત મેક્લ્યાઃ “જે નિત્યના બે હજાર ખાય છે અને જેને રીઝા મળે છે તેને મોકલવા ઘો, “આટલા દિવસથી પગાર ખાધાં કરે છે તે શું મત ખાય છે ?” રાજાએ આ સાંભળ્યું. ખીજા કેટલાક સામંતા હતા તે મેલ્યાઃ “અમે રાજાને “બાતમી આણી આપિયે છિયે.” પછી જેવા તેએ ચાર પાઇમાં સુતા હતા તેવા તે તેવા એક બીજાને અમસ્થા હેવા લાગ્યા. “ઠાકાર ! ઉઠે, ઉઠે!” પછી હથિયાર સજતા હાય એમ ઠોકમઠાકા કરીને, અને ઢાલાને ખડલડાટ કરીને પાછા ઉંઘી ગયા.
એટલી વારમાં જગદેવ તે પૂર્વમાં જ્યાં ગાણું સંભળાતું હતું તેણીમગ ચાલ્યેા—સિદ્ધરાજ તેની પછવાડે પછવાડે ચાહ્યા ગયા. જગદેવ નગરના દરવાજા આગળ આવી વ્હોંચ્યા; દરવાને બારી ઉધાડીને તેને મ્હાર જવા દીધા. સિદ્ધરાજ મેલ્યેાઃ “હું એ સામંતનેા ખવાસ છું મને પણ “જવા દે.” એ પણ ખાહાર નીકળ્યા, જ્યાં સ્ત્રિયા વિલાપ કરતી હતી તેણીમગ જયદેવ ચાલ્યેા ને તેમને કહ્યું: “તમે કાણુ છે ? તમે મૃત્યુલાકનાં “માનવી છે, કે દેવાંગના છે, કે ભૂતડી, પ્રેતડી, અથવા સિદ્ધ કે શિકા“તર છે? આવી મધ્ય રાત્રિની વેળાએ તમે આવા ખળાપે કરીને કેમ વિલાપ કરી છે? મને કહેા કે તમારે માથે શું સંકટ આવી પડ્યું છે?” તેએ એલિયેાઃ “પુત્ર જગદેવ ! તું પાસે આવ. તું અહિં શા માટે આવ્યે છે ?” તે એલ્કેઃ “હું તમારા વિલાપનું કારણ જાણવા આવ્યો છું.” તેઓ ફરીને ખેાલિયાઃ “અમે પાટણની ોગણિયેા છિયે. કાલે સવારમાં “દશને ટકારે સિદ્ધરાજ જયસિંહનું મેાત છે. એટલા માટે અમે વિલાપ “કરિયે છિયે. હવે ભક્તિ, બલિદાન, ખાકળા, કાણ કરશે ? પૂજા અર્ચા “કાણ કરશે ? માટે અમે વિલાપ કરિયે છિયે.” રાજા જ્યાં સંતાઈ રહ્યો હતા ત્યાંથી, તેઓએ કહ્યું તે બધું તેણે સાંભળ્યું. જગદેવ એલ્યુાઃ “પણુ “પણે ગાય છે તે કાણું ?” જોગણિયા એલિયાઃ “જા જઈ તે તેમને પૂછ,” જગદેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com