________________
૧૮૫
રાસમાળા
રીથી રાજાએ જગદેવને શરપાવ કર્યો ને પરવાને લખાવી મ્હાર છાપ સુદ્ધાંત કરીને તેને હાથ આપ્યા.
જ્યારે જગદેવને ઘેર જવાની આજ્ઞા આપી ત્યારે પાટણના મ્હોટા સામંતા માંહેામાંહે બડબડવા લાગ્યા કે, “આને તે રાજાએ શું કરવાને ચાક“રિયે રાખ્યા હશે?” વળી તે હેવા લાગ્યા કે, “સૂર્ય ઉગે છે કે રાજા “એને બે હજાર રૂપિયા આપે છે! એંશી લાખ ઘેાડેશ્વારનું લશ્કર આવશે “તા એકલા તે શું હરાવશે ?” આવું છતાં પણુ, રાજા તેા જગદેવનાથી ધણે ખુશી થયા, તે તેને પેાતાની એક બાજુએ કે સામે ખેસારે અને તેને કાંઈ પણ તુષ્ટિદાન આપ્યા વિના ઘેર જવા દે નહિ. આ પ્રમાણે એક વર્ષ સુધી ચાલ્યું. ત્યાર પછી જગદેવને કુંવર થયા, તેનું નામ જગધવલ પાડ્યું; અને ત્રણ વર્ષ પછી, ખીજો કુંવર જન્મ્યા તેનું નામ બીજધવલ પાડ્યું. ન્હાનકડા રાજકુમારીને રાજા ધણું લાડ લડાવતા. તેને ન્હાનાં છે!કરાંને અને સાદા લોકેાને કાંઈ ઇનામ આપવાના ચાલ હતા. તેઓ પેાતાની ભેાળાઈને લીધે હસવા સરખી વાતેા કરતા; રાજા ધર્માંદા કરવા સારૂ નિત્યના હજાર ખર્ચતા. આ વાત ભાટ લાકા કેમ નોંધી રાખે નહિ ? કેમકે, “ધર્મગુરૂનું નામ, અને ભલું કરનારનું નામ સ્મરણુ રાખવું એ છ વ્રત માંહેલું એક વ્રત છે.”
મ્હાટા કુંવર પાંચ વર્ષના થયા અને ન્હાના બે વર્ષના થયા, ત્યારે એક વાર ભાદ્રપદ મહિને આવ્યેા. તેમાં, વાદળાંથી રાત્ર અંધારી ધાર જેવી બની રહી હતી, આકાશમાંથી વર્ષાદ વરસતા હતા, દેડકાં હૈં હૂઁ કર્યાં કરતાં હતાં, મેર કેકારવ કરી રહ્યા હતા, બપૈયા ખેાલી રહ્યા હતા, અને વિળિયાના ઝબુકા થતા દેખાતા હતા. ભાદ્રપદની આવી રાત્રિ કાયરની છાતી ચાલે નહિ એવી હતી. આવી રાતની વેળાએ રાજાને કાને એક અવાજ ગયા. તે જાણે ચાર સ્ત્રિયા, પૂર્વ દિશામાં ખુશીમાં ગીત ગાતી હાય અને ખીજી ચાર તેમનાથી થાડે છેટે રડતી હેાય એવું સંભળાયું. રાજાએ ચાકીવાળાને મેલાવીને પૂછ્યું કે હવણાં કાણુ જાગે છે? જગદેવે ઉત્તર આપ્યા,–“મહારાજ શી આજ્ઞા છે?” રાજા એયેાઃ “જગદેવ ! તમે ઘેર ગયા નથી ?” કુંવર એહ્યાઃ “આજ્ઞા આપ્યા વિના હું કેમ જાઉં ?” રાજા એણ્યેાઃ “વારૂ ત્યારે “હવણાં ધેર જામે.” જગદેવે કહ્યું: “મહારાજ ! ચાકીવાળાને શી આજ્ઞા “કરવાની હતી? હું તે આજ્ઞા પ્રમાણે રીને ઘેર જઇશ.” રાજાએ પૂછ્યું: “આપણને સંભળાય છે એ શાતા અવાજ છે ?' જગદેવ મેલ્યું: ાઈક સ્ત્રિયેા ગાય છે, અને કાઈક રડે છે.” રાજા મેટ્યાઃ “ોઈ આવીને કહા કે કાણુ રડે છે ને કાણુ ગાય છે? સવારમાં મને બધા સમાચાર ક્હેજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com