________________
૧૭૮
રાસમાળા “માં જઈને એક ઘર ભાડે રાખું, તે પછી તમને નગરમાં લઈ જઈશ. “આપણ નટનટીની પેઠે સંગાથે ફરતાં સારાં દેખાઈશું નહિ.” ચાવડી બોલી: “ત્યારે તમે સિધાવો, હું અહિ રહું છું.” પછી જગદેવ કેડમાં કટાર ખશીને અને તરવાર બાંધીને ઘર ભાડે લેવા નગરમાં ગયે; પછી શું નીપજ્યું તે સાંભળોઃ
હવે, સિદ્ધરાજના મુખ્ય પરગણુને ધણું ડુંગરશી કરીને હવે તે પાટણનો કોટવાળ હતા. તેને એક દીકરે હતો તેનું નામ લાલ કુંવર હતું, તેને હેટાઈ ઘણી હતી. કાંઈક જુવાન, વળી ઘેર પાટણની કાટવાળી, વળી મહેલ મહેટે, તેથી બધી રીતના મદ ભેગા થયા હતા, એટલે તે પૃથ્વી ઉપર પગ પણ દેતો નહિ. પાટણમાં ગણિકાનાં પાંચસે ઘર હતાં, તેમાં સર્વને માથે જામેતી ગણિકા હતી, તેની પાસે ધન બહુ હતું, અને છેકરા અને છોકરિયે પણ ઘણાં હતાં. છોકરા પણ દ્રવ્યવાન હતા. એક સમયે કેટવાળને દીકરે જામતીને ઘેર રમવા ગયે, ત્યારે તેણે તેને કહ્યું, “એ “જામતી! જે મને કાઈ ઘણી સુંદર અને કુલવતી સ્ત્રી મળે તે હું તેને “રાખું, અને તમને પણ રીઝ આપું.” જામોતી બોલીઃ “બહુ સારૂં હું એક “શોધી કુહાડીને તમારી સેવા બજાવીશ.” પછી જાતિયે પિતાની લુડિયાને એ વાતની સૂચના કરી, ત્યારથી તેઓ કોઈ સુંદર સ્ત્રીની શોધમાં રહી હતી.
આ પ્રમાણે દિવસ વહી ગયા. જે દિવસે જગદેવ અને તેની સ્ત્રી પાટણ આવી પહોંચ્યાં તે દિવસે જામોતીની એક સુંડી, બપોરી વેળાએ, પાણીનું હેડું લઈને સહસ્ત્રલિંગ તલાવે પાણું ભરવાને આવી. ચાવડિયે, મુખ ઉપર મુકને ઉચે કરીને જે તે કોઈ પુરૂષ પાસે જોવામાં આવ્યું નહિ એટલે બુરખે કુહાડી નાંખ્યો ને તલાવની બાંધણી અને તેના પાણીને પટ જોતી બેઠી. જામતીની આજ્ઞાનું સ્મરણ આણીને પેલી ઉંડી ચાવડીને જેવા લાગી. તે તેને ઈન્દ્રની અપ્સરા જેવી અને આકાશની વિજળી જેવી તેજસ્વી જણાઈ. ચાવડીને જોઈને લુંડી રાજી થઈ ને માથે પાણીનું બહેડું મૂકીને તેની પાસે આવી તેને નમન કરી બેલીઃ “બાઈ! તમે ક્યાંથી પધાયાં “ને આ ઘોડાને અસ્વાર ક્યાં ગયો છે?” ચાવડિયે ઉત્તર આપ્યોઃ “તમે પૂછનાર કોણ છે?” હુંડી બેલીઃ “હું તે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં વડી વડારણ છું.ચાવડી બેલીઃ “હું ઉદયાદિત્ય પરમાર રાજાના કુંવર હેરે પરણું છું.” હુંડિયે કહ્યું: “તમારા વરને મહેટ ભાઈ છે ?” તેણે કહ્યું: “હા, એમના મોટા ભાઈ રણધવળ છે.” ફરીને દાસી બોલીઃ “બાઈ “સાહેબ! કુંવરજીનું નામ શું?” ચાડિયે ઉત્તર આપ્યું. “તમે કેવાં છો;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com