________________
જગદેવ પરમારની વાત
૧૭૦
આણીમગ ખીરજ ઘેર જઈ પ્ડોંચ્યા ને તેણે રાજારાજને કહ્યું: “જગદેવ સીધે રસ્તે સિધાવ્યા.” ત્યારે રાજાને ક્રોધ ચડયા અને કહ્યું: “તારી સાથે “બસ તે પંચાવન અશ્વાર બંધુક તે ધનુષ્યબાણથી સજાવીને લઈ જા; જ્યાં “તમે તેમને મરેલાં પડેલાં દેખા ત્યાં અગ્નિદાહ દેજો, અથવા જીવતાં હાય તા તેવા સમાચાર લઈ આવે.”
આ પ્રમાણે આજ્ઞા થઈ એટલે, અશ્વાર ચડ્યા. તેઓ જેવા ખીનતા અને ચેતતા આગળ ચાલ્યા તેવામાં રસ્તાની બાજુએ વાધવાધણને મરેલાં પડેલાં દીઠાં. પણ ઘેાડા કે માણસ કેાઈ તેમના દીઠામાં આવ્યું નહિ. તેઓએ ધાયું કે જગદેવ ને ચાવડી જ્યાં પાણી હશે એવી જગ્યાએ વિસામેા ખાતાં હશે, તે કશા સંકટમાં નહિ હાય. અશ્વારા જે શેાધ કરવા છૂટા છૂટા વિખરાઈ ગયા હતા તે સર્વે એક ઠેકાણે એકઠા થયા તે એક બીજાને રામરામ કરવા લાગ્યા. જે કામને માટે તેઓને મેાકલ્યા હતા તે પૂરું કરવામાં તેઓને પેાતાના જીવ ખાવાની ધાસ્તી હતી, તે કામ જોખમ વિના પૂરૂં થયું તેથી અરસ્પરસ મુબારકખાદી આપવા લાગ્યા. બન્ને ખાણુ લઈ ને, આનંદ પામતા, અને ખીક રાખ્યા વિના તેઓ આગળ ચાલ્યા; તે જ્યારે તલાવ આગળ આવી પ્હોંચ્યા ત્યારે જગદેવને ત્યાં દીઠા. તેઓ પાસે આવ્યા એટલે ચાડિયે તેમને આળખ્યા અને એલીઃ “આ તે! આપણા રાજ્યના રજપૂતા છે.” અશ્વારેએ આવી નમન કર્યું, ને જગદેવને કહ્યું: “રાજકુમાર! તમે પૃથ્વીને તે ગાયના મ્હોટા ધર્મ રાખ્યા, “વાધવાધણ તે! યમરાજાના દૂત જેવાં હતાં, તેઓને રાજા કે ઢાકાર કાઈ “મારી શકતું ન હતું. હું કુંવર ! તમારા વિના જગતનું દુ:ખ ખીજાં કાણુ ઓછું કરે?” તથાપિ જગદેવે તે બહુ પરાક્રમની વાત જાણી નહિ. તેણે રજપૂતે ને પાછા જવાની આજ્ઞા આપી. તેઓએ પાછા જઈને વાધવાઘણ મરાયાના સમાચાર કહ્યા. રાજારાજ અને જગદેવના સાળા ખીરજ આ સમાચાર સાંભળીને બહુ રાજી થયા.
આણીમગ જ્યારે દાહાડા આથમ્યા ત્યારે જગદેવ અને ચાવડી નગરમાં પેઢાં તે ખાવાનું કહ્યું; તથા થાડા પૈસા આપીને ધેડાની ચાકરી કરાવી. ત્યાં તેઓ એ રાત ને એક દિવસ રહ્યાં, તે ભાજન કરવામાં ઘેાડા રૂપિયા ખર્ચ્યા. આ પ્રમાણે મેલાણુ કરતાં કરતાં તેઓ પાટણ આવી પ્હોંચ્યાં; તે સિદ્ધરાજે બંધાવેલા સહસ્રલિંગ તલાવની પાળે એક વડનું ઝાડ હતું તેની નીચે ઉતરી પડ્યાં. ઘેાડાને ત્યાં બાંધ્યા. મીઠું પાણી દેખાડયું, ને ઘેાડા સંભાળ્યા. તેઓ ચાકડું ચાવતા ઉભા રહ્યા. પછી બંને જણુ ખાનપાન કરીને તાજાં થયાં, એટલે જગદેવે ચાવડીને કહ્યું: “તમે અહિં ઘેાડા પાસે ા, હું નગર
',
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com