________________
રાજા કર્ણ સોલંકી
૧૪ એટલે તેને એકાન્તમાં મળવાને સંકેત કર્યો. આ વાત એના એક મુંજાલ નામે પ્રધાનને જાણવામાં હતી તેથી તેણે નટીને સાટે મયણલ્લાદેવીને
ત્યારે ત્યાં કર્ણાટક દેશને અધિપતિ ચૌલુક્ય વંશને ભૂષણ એ કુન્તલેન્દુ અથવા જેનું બીજું નામ રૈલોકયપક્વ હતું તેણે અને તેના કુમાર વિક્રમાંકદેવે તેને સારે આદરસત્કાર કરીને રાખ્યો, અને ઘણા પ્રકારની સંપત્તિ સાથે વિદ્યાધિપતિની પદવી આપી. આ ઠેકાણે તેણે વિક્રમાંકદેવ ચરિત નામનું મહાકાવ્ય રચ્યું છે. તેમાંથી ઉપર પ્રમાણે વૃત્તાન્ત નીકળે છે. વિલણ ચરિત નામનું ખંડ કાવ્ય છે, તેમાં એને માટે નીચે પ્રમાણે વૃત્તાન્ત આપે છે. ગુર્જરદેશમાં અણહિલપત્તન નામના નગરમાં વિરીસિંહ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેની રાણી, અવનિત ભૂપાલની કુમારી સુતારા (સુનારી) હતી, તેને શશિકલા નામની કન્યા હતી, તેને ભણાવવાને માટે એ કવિને રાખે. કેટલેક સમયે બંનેને પ્રીતિ બંધાઈ, કેમકે, પ્રથમ ભવે તે બંને પતિ હતાં. રાજાના જાણુવામાં આ વાત આવવાથી તેણે વિલણને શળિયે ચડાવાની આજ્ઞા કરી, પણ શશિકલાએ પોતાની માતા પાસે સર્વ વૃત્તાન્ત કહીને તેની પછવાડે મરવાની ઈચ્છા બતાવી એટલે તેણે રાજાને સમજાવ્યો તેથી રાજાએ તેની વાત માન્ય રાખીને પોતાની કુંવરી વિલણ વેરે પરણાવી.
આ વૃત્તાન્ત માન્ય રાખવા યોગ્ય નથી, કેમકે, વિલણ ઈ. સ. ૧૧ મા શકના ઉત્તરાર્ધમાં કારમીર છોડીને અણહિલપત્તનમાં આવેલો છે, તે વેળાએ ભીમદેવને કુમાર કર્ણરાજ રાજ્ય કરતો હતો. (ઈ. સ. ૧૦૭૨) વૈરીસિંહ નહોતે, કેમકે ચાકટ વંશમાં ઉત્પન્ન થયેલ વરીસિંહ તે ઈ. સ. ૯૨૦ માં દેવ થયો હતો, માટે કર્ણના સમયમાં તે ગુજરાતમાં આવ્યું હતું એ વાત સિદ્ધ છે.
મયાણલકેવી કર્ણને ગમતી ન હતી અને એક નદીના ઉપર તેને પ્રેમ બંધાયો હતો, તેને યોગ કરાવવાની યુક્તિમાં તેને ઠેકાણે પ્રધાને મયણલદેવીને દાખલ કરી દેતાં, સિદ્ધરાજ જયસિંહની ઉત્પત્તિ થઈ છે, એ વાતનો પ્રસંગ લઈને વિહુલશે કર્ણસુન્દરી નાટિકા રચેલી જણાય છે. તેની વસ્તુ નીચે આપવામાં આવે છે તેથી જાણવામાં આવશે!
એક સમયે કર્ણ, ચંચૂડેશ્વર મહાદેવનું પૂજન કરતો હતો તેવામાં આકાશમાગે ગંધર્વકન્યાઓ વિચરતી હતી, તેમાંથી એક શિવલિંગ ઉપર થઈને પસાર થઈ, તેથી તેના પુણ્યને ક્ષય થતાં તે ભોંય ઉપર પડી ગઈ. રાજા પરિક્રમણ કરવા જતાં આ સુદરીને દીઠી, એટલે મોહિત થયો. પણ પોતાનું પૂજન પરિપૂર્ણ થતા સુધી તેણે પોતાનું મન વશ રાખ્યું. આ સમયે રાણની પરિચારિકાઓ હાજર હતી તે સુન્દરીને રણવાસમાં લઈ ગઈ. રાજા પૂજનથી પરવાયા પછી જોવા ગયો તે સુન્દરી દીઠી
* સર અથવા સુન્દર કવિકૃત “સુરત પંચાશિકા' જે “સર પંચાસિક પણ કહેવાય છે. એને કર્તા સુન્દર કવિ હતો એ પણ લેખ છે. આ ૫૦ શ્લોકનું દ્ધિ અથ કાવ્ય છે. એક અર્થ રાજકુંવરીને લાગુ પડે છે અને બીજે દુર્જનને લાગુ પાડવા આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com