________________
૧૪૨
રાસમાળા
તે મુખ આગળ મૂકી. કર્ણ રાજાએ તે સ્વીકારી અને રાજકુમારીને પરણવાની તેના મનમાં ઘણી ઉત્કંઠા થઈ
તરત જ પછી કુમારીને કર્ણ રાજા સાથે પરણાવવા સારૂ અણહિલપુર પાટણ લાવ્યા. રાજાએ પણ માન્ય કરવા પ્રમાણે તેનો ઘણે સત્કાર કર્યો અને તેને પટ્ટરાણી કરી સ્થાપી. તથાપિ મયણલદેવીનાં વખાણ સાંભળીને રાજા જે મહિત થઈ ગયો હતો તેને હવે તે ઘણું જ કદરૂપી જણાવા લાગી. અને અગર જે તેણે પરણેતર માન્ય કરીને પોતાનું વચન પાળ્યું તે પણ સંસારવ્યવહાર ચલાવવાની તેણે ના પાડી. અને પિતાની આંખેથી પણ તેને પૂરી નિહાળી નહિ. પિતાના પતિના આવા નિશ્ચયને લીધે મયણલદેવીને ઘણું દુઃખ થયું, તેથી પિતાની દાસિયા સહિત અગ્નિમાં બળી મરીને કર્ણરાજાને માથે હત્યા ચૂંટાડવાને તૈયાર થઈ. કર્ણની માતા ઉદયામતી પણ
તાની વહૂનું દુઃખ જોઈ શકી નહિ એટલે તે કહેવા લાગી કે, હું પણ એની સાથે મારે પ્રાણત્યાગ કરું છું. તેની પ્રજા પણ તેના ઘાતકીપણુની ખુલ્લે મોડે વાતો કરવા લાગી, અને કહેવા લાગી કે, ગાદીને શોભાવનાર વારસ થાય તે મળવાની જેવડે કરીને આશા અને તેથી વળી રાજ્યની દઢતા પણ થાય એવું છતાં, રાજા ના કહે છે તે ઠીક કરતો નથી. આવું કહેતાં છતાં પણ રાજાને કશી અસર થઈ નહિ, અને કેવી ઠગાઈ ટામરે જુડાહ ઉપર કરી, અને મેરિયાનાએ (કવિ કહે છે તે પ્રમાણે) એજેલના ઈચ્છા વિનાના પ્રેમ પ્રતિ કરીને બલાત્કાર કરે તેવા પ્રકારની ઠગાઈથી જે તે ઠગા હોત નહિ તો તેને પોતાની માને અને સ્ત્રીને છેવટ સુધી આગ્રહ અને પ્રજાની આતુરતા એઓની પરીક્ષા કરવાને તેને અભિલાષ પરિપૂર્ણ થયો હેત નહિ,
નમુંજાલા નામે એક ઘણું સુંદર નટી સાથે રાજા પ્રેમમાં લુબ્ધા
૧ પ્રયાશ્રયમાં લખ્યું છે કે, મયણુલ્લાનું રૂપ જોઈ રાજા પ્રસન્ન થયો. રાજાને પરયે ઘણાં વર્ષ થયાં પણ પુત્ર થયો નહિ તેથી તેણે ઘણાં વ્રત કયાં ને લક્ષ્મી દેવીની ઉપાસના કરી. લક્ષ્મીદેવિયે પ્રસવ થઈ પુત્ર થવા વરદાન આપ્યું તેથી જયસિંહ નામે કુંવર થયા.
૨ વિહલય અથવા ખિહુલણ નામે કવિ કાશમીરને રહેવાશી હતે. તે ફરતે ફરતે અણહિલવાડમાં આવ્યું, તે વેળાએ કાશ્મીરમાં અનંતદેવને કુમાર કળશદેવ રાજ્ય કરતો હતો. આ કવિ ત્યાંથી નીકળીને પ્રથમ મથુરા, વૃંદાવન, કાન્યકજ, કાશી, પ્રયાગ, અયોધ્યા, ડાહલ, ધારાનગર, ગૂર્જરદેશ, સેમનાથપત્તન અને સેતુબંધ સુધી કર્યો હતો. એ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એને કવિ લેખે માન મળ્યું હતું. દક્ષિણ દિશાનું આભૂષણ અને ચૌલુકય વંશના રાજાની રાજધાની કલ્યાણ નગરમાં તે આ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com