________________
૧૩૬
રાસમાળા
રાજ, આપવા ધારેલી સત્તા લેવાની ના કહીને બોલ્યોઃ “હું આપનાથી વિખુટો પડવાને નથી, પણ હું આપના એકાન્ત વાસમાં આપની સાથે આવીશ.” કેટલીક રકઝક થયા પછી ભીમદેવ અને ક્ષેમરાજે મળીને કર્ણને ગાદી ઉપર બેસાર્યો, અને બને ત્યાગી થયા. પછી તરત જ ભીમદેવ સ્વર્ગવાસી થયે.
. ક્ષેમરાજને પિતાના પિતાને વિયોગ થયો તેથી દુઃખ પામીને સરસ્વતીને કિનારે મુન્ડિકેશ્વર (મંડુકેશ્વર) નામે પવિત્ર સ્થાન છે ત્યાં જઈને રહ્ય; આ સ્થાને દાધસ્થલી અથવા દેથલી નામે ગામ છે તેથી બહુ આઘે નથી, માટે આ ગામ ક્ષેમરાજના કુંવર દેવપ્રસાદને કર્ણરાજાએ એટલા માટે આપ્યું હતું, કે ત્યાં વસવાથી પોતાના પિતાના વાનપ્રસ્થ આશ્રમમાં તેની સેવા કરવાને બની આવે,
પ્રકરણ ૭, રાજા કર્ણ સેલંકી–મયણલદેવીને રાજ્યકારભાર– | (ઈ. સન. ૧૦૭૨ થી ૧૦૯૪)
સિદ્ધરાજ રાજા કર્ણ રાજ્ય કરતે હતા તેવામાં (ઈ. સ. ૧૦૭૨ થી ૧૦૯૪) પરભાયા કે ના ભણથી ગૂજરાતમાં લડાઈ ચાલી નહતી; એમ કહેવાય છે કે, એની પહેલાં થઈ ગયેલા રાજાઓએ, પિતાના ખંડિયા રાજાઓ ઉપર ચડાઈ કરવા માંડેલી, તે આ રાજાએ ચાલતી રાખી, પણ આસપાસના સત્તાવાન રાજાઓ સાથે તેણે લડાઈ કરી હોય એવું લખેલું નથી. તથાપિ કર્ણને આ પ્રસંગ મળ્યો તેથી મેવાસને ઉજજડ અને પેસાય નહિ એ દેશ તાબે કરી લેઈને પોતાના રાજ્યનું બળ દઢ કરવું.
સામાન્ય રીતે એવું માનવામાં છે કે, ઘણું પ્રાચીન કાળથી ગુજરાતમાં જંગલી લેકે વસતા હતા, તેમના વંશજ હજી જોવામાં આવે છે, તેઓને બધે દેખાવ એક બીજાને મળતા આવે છે, પણ તેઓને ધર્મ અથવા રાજ્યનો પ્રકાર કેવો હતા તે વિષે કથારૂપ વૃત્તાન્ત પણ થડે જ મળેલ છે. બિશપ હેબરના અભિપ્રાય પ્રમાણે તેઓ પશ્ચિમ અને મધ્ય હિન્દુસ્થાનના મૂળ રહેવાસી હતા
૧ સંવત ૧૧૨૮ ના ચિત્ર વદિ ૭ સેમવાર, હસ્ત નક્ષત્ર, મીન લગ્નમાં રાજ્યાભિષેક થયો એમ મેરીંગ લખે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com