________________
૧૩૧
પહેલે ભીમદેવ આબુ ઉપર ચડી તેણે અચળેશ્વર જેવા; વાગડ તેણે તાબે કરી લીધું, સેરઠ જે ગિરનારની ભૂમિ ત્યાંથી એને માન મળ્યું અને ખંડણી મળી–લડાઈમળી નહિ.
“ગુજરાત જે સીતેર નગરની ભૂમિ હતી તેમાં ચાલુક્યરાવ બાલુક યુદ્ધો હતો. સમાચાર સાંભળીને બાલુક ઘોડે ચડી આવ્યો, શિવ અને “દૂર્ગાની તેણે પૂજા કરી. પિતાને ખભે તેણે ભાલે મૂક્યો, તેની સાથે ત્રીસ “હજાર ઘોડેશ્વાર હતા. સીતેર મદઝરતા હાથિયો હતા; બે ગાઉને છે. તેણે
છાવણું નાંખી. ચેહાણે ઘુંઘાટ સાંભળ્યો–ચાલુક્ય રાવના ધપવાને “ધુંધાટ રાજા વિસલે સાંભળ્યો. રણઘડ મંગાવીને તે અશ્વાર થયો. રાજ્ય“ડેકે ગજવ્યો, સેનાને ક્રમમાં ગોઠવી દઈ તે આગળ ચાલ્યા. વર્ષા ઋતુમાં જેમ તમરાં અવાજ કરે છે તેવું દેખાવા લાગ્યું; ઢાલો ચકવા લાગી, ભાલા ઝળકારા દેવા લાગ્યા; દ્ધાઓને મન આનંદ હતો, કાયરને મન કષ્ટ હતું, ચાલુક્યની ભૂમિને નાશ કરી દરિયાની ભરતીની પેઠે સેના આગળ ધશી. રસ્તે જતાં નગર, શહેર અને ગામડાં જે આવ્યું તે લૂંટતા ગયા.
ચાલુક્ય સમાચાર સાંભળ્યા એટલે ધુંધવાઈને જેમ ભડકે થાય છે તેમ ધુંધવાઈને તે સાવચેત થયો, બાલુકરાય ચાલુક્ય યોદ્ધો, પાણુ મંગાવી હાય; વિષ્ણુનું ચરણામૃત લીધું. હરિને ગળામાં પહેરી લીધા અને બેલ્યો જે કર્થ વા વેરું તથમિ. (આજે હું જય પામવા કે મરવા જાઉં .) જે હું નાણું તે મારા કુળની લાજ જાય. આખી ભૂમિમાં કઈ “યુદ્ધો નથી જ, કે હથિયારથી હરક્ત થયા વિના વિસલ ચાલ્યા જાય છે?
શ્રીકંઠ બારેટને શત્રુની પાસે મોકલે, તે વિસલદેવ ચેહાણને જઈ મ; હાથ ઉંચા કરી તેણે આશીર્વાદ દીધો; બાલુકરાયની હાલચાલ વિષે તેણે તેને કહ્યું: ‘તમારે જે કરવાનું છે તે રાજા સાથે કરવાનું છે, રૈયતની સાથે તમારે શું કામ છે ? તમે તેમને બહુ હાનિ કરી છે. કેઈહિન્દુ રાજા એવું કરે નહિ. રૈયતને દુઃખ દેતો બંધ થા ને ઘેર પાછો જ. અજમેર જઈ પહોંચ ને ત્યાં રાજ્ય કર. બાલક રાજાએ કહ્યું છે કે, હું ક્ષત્રીય જાતિને છું, લડાઈ ચલાવવાને મારે ધર્મ છે, નાસવું એ મને દુઃખદાયક છે, પણ મોતનો દિવસ તો મારે ઉત્સવને દહાડે છે, મારી આસપાસ સામંત છે “તે કુલીન જાતના છે. અમે તમારાથી પાછા હઠવાના નથી, જે તને એમ પર“વડે નહિ તે પાછો જા ને લડાઈ કરવી છોડી દે. રણક્ષેત્રમાં સામે થઈશ નહિ.”
હાણને આવો નિરેપ પહોંચ્યો એટલે તેણે રાજડંકા વગડાવ્યો. ઘેડા અને હાથિયે ઉપર સામાન સજાવ્યો. યોદ્ધાઓએ હથિયાર ધારણ કર્યા. બન્ને સેના પાસે પાસે આવી ગઈ તે દરિયાનાં મોજાંની પેઠે શિખર નમાવતી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat