________________
સોમનાથને નાશ
૧૧૧
લશકરને રેતીને મેદાનમાં આડે રસ્તે ઘસડી ગયે; ઘણું સિપાઈ તો સહન થાય નહિ એવી ગરમાઈ અને તરસથી આકુળવ્યાકુળ થઈને માયા ગયા; સાથે ભોમિયો લીધો હતો તેને દારૂણ દુઃખ દેવા માંડયું. તે સોમનાથને પૂજારી હતા અને મહાદેવના દેરાને હરકત કરી તેનું વૈર લેવાને મુસલમાનની ફોજને પૂરે ઘાણ વળાવી દેવાને તેણે આવી જાતનો પ્રયત્ન કર્યો હતો એવું તેણે મારી દીધું, તેથી પાદશાહે તેને ગર્દન મારો અને સાંજ પડવા આવી હતી માટે નિમાજ પઢી સર્વેને ઉગારવા બાબત, ખુદાની અરજ કરવા લાગ્યો. મુસલમાન ઈતિહાસકારો કહે છે કે, તરત જ ઉત્તરમાં એક તારો ખરતો દેખાય, તે ભણી તેણે પિતાનો રસ્તો ચલાવ્યો અને સવાર થતાં પહેલાં એક સરેવર અથવા પાણીના તલાવને કાંઠે આવી પહોંચ્યા.
છેવટે, સેમનાથને જિતનારા લેકે મુલતાન પહોંચ્યા, અને ત્યાંથી ગજની પાછા ગયા.'
૧ એમનાથ ઉપર મહમદની ચડાઈનો વૃત્તાંત, શિગકૃત ફોપિસ્તા, એઈન બકબરી, બર્ડકૃત મિરાત અહંમદી, અને એલિફન્ટટનકૃત હિન્દુસ્થાનનો ઈતિહાસ ઇત્યાદિમાંથી લીધે છે.
સફાઈ થાય એવી રીતે અને અકબરીના અને મિરાતે અહમદીના બનાવનારાઓએ લખ્યું છે કે, મહમૂદ ગજનવિયે, અણહિલવાડ પોતાના સ્વાધીનમાં કરી લીધું ત્યારે ત્યાં ચામુંડ (અથવા તેને તેમાં જામુંડ લખ્યો છે. રાજ્ય કરતે હતો. આપણે જોયું કે હિન્દુના ગ્રન્થમાં, મહમૂદની ચડાઈ વિષે કાંઈ લખ્યું નથી, પણ ચામુંડ રજા પોતાના કુંવર વલ્લભસેનને મરણ પછી જીવતો હતો એમ જણાવ્યું છે. મુસલમાન ઈતિહાસકારોએ બે દાબીશલીમ વિષે લખ્યું છે તે, વલભસેન અને તેને ભાઈ દુર્લભસેન હશે એવું માની લેવાને, અમને લાગે છે કે, કાંઈ હરકત નથી, અને ભામદેવ લખ્યું છે તે ભીમદેવ વિના બીજે કાઈ નહિ હોય. વલભ અને દુર્લભ એ બને ભાઈ સંબંધીની વાતેમાંથી કોને કઈ લાગુ કરવી એ જરા કઠિન કામ છે. ચામુંડના રાજ્ય પછી, તરતજ, વલ્લભસેને થોડી વાર રાજ્ય કર્યું એ વાત જૂલાં નહાં વર્ણનથી મંળતી આવે છે. પૃષ્ઠ ૯૮ ની ટીપમાં તામ્રપટ ઉપરથી પહેલા મૂળરાજથી તે બીજા ભીમદેવ સુધી અણહિલવાડના રાજાના નામની વિગત આપી છે તેમાં વલભસેને રાજ્ય કર્યું હોય એમ જરાય નીકળતું નથી, પણ દુર્લભસેન ગાદિયે હતું એવું નીકળે છે. વલભસેન જે યુવરાજ હતા તેની વતી ચામુંડ રાજ્ય કરતા હશે. વલ્લભસેન
-
-----
- -
- -
- - -
...
–
૧ એ તામ્રપટ અમે મૂકી દઈને બીજું પરિપૂર્ણ છે તે પૃ. ૯૮ મેં છાપ્યું છે અને તેમ વલભસેનનું નામ દાખલ છે. ગ્રન્થકારની ઉપરની ટીપ નકામી થઈ પડે છે, એમ બતાવવાને અમારી પછવાડે આપેલી ટીપે વાંચવાથી જણાઈ આવશે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com