________________
૧૧૦
રાસમાળા
મહમૂદ એક વર્ષ કરતાં પણ વધારે વાર ગુજરાતમાં રહ્યો, ત્યાર પછી ઘરભણી પગલાં ભરવાને તે વિચાર કરવા લાગ્યા, અને દુર્લભસેનની વિનતિ ઉપરથી સુવરાજ વલ્લભસેનને પેાતાની સાથે ગજની લઈ જવાના તેણે નિશ્ચય કરો. જે રસ્તે થઇને તે જવાને નીકળ્યા તે રસ્તા અજિત ભીમદેવે અને તેના સહકારી અજમેરના રાજા વિસલદેવે રામ્યા હતા. આટલી વારમાં મુસલમાનની ફેાજ, લડાઈથી અને હવાના ફેરફારથી ઓછી થઈ ગઈ હતી તેથી લડાઈ મચાવવાના જોખમમાં પડવાને બદલે સિન્ધની પૂર્વને રેતીને નવે। માર્ગ શેાધી હાડી, તે માર્ગે થઇને જવાને મહમૂદે નિશ્ચય કરો. આ રસ્તે જતાં પણ ઉજ્જડ મેદાન આવી પડયું, ત્યાં પાણી વિના તેની ફ઼ાજને ધાણ વળી ગયે, અને તેના ઘણા ઘેાડેશ્વારા હતા તેઓના ઘેાડા માટે ધાસદાણા ખૂટી પડ્યો; ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી એક હિન્દુ ભામિયા, તેના
“શક્યું નહિ. આ રેગને વૃદ્ધિ પામતાં કાઈ ઔષધ અટકાવી શકયું નહિ. કાળને પરાજય “પમાડતા, મિત્રો સાથે વાર્તાનંદ કરતા, તત્ત્વવિચારમાં નિમગ્ન રહેતા એ (વલ્લભરાજ) પરમાત્મામાં લીન થયેા.” મરણુસમયે તેણે સેનાપતિને કહ્યું કે, “મારૂં મરણુ છુપાવીને સૈન્યને તું અણહિલપુર લઈ જા, તને અમુક પારિતાષિક આપું છું.” અણહિલવાડ આવી આ માઠા પરિણામની વાત ચામુંડને કહેતાં અત્યંત પ્રવલતા અગ્નિની પેઠે સળગી રહેલા શેકથી રાજાનું (ચામુંડનું) અંગ તપવા લાગ્યું. એટલે ધર્મોપદેશક ઋષિથેને સમાગમ કરવા માંડ્યો; ને પુણ્યતીર્થ(શુકલતીર્થ)ને સંભારવા માંડ્યું, પછી શત્રુને “પરાજયકર્તા દુર્લભસેનને રાજ્ય સાપી સર્વને વિસ્મય પમાડનાર એ રાજાએ, વિસ્મય “પમાડે તેવા ઉગ્ર તપેગુણુથી, નર્મદા તટ ઉપરના શુકલતીર્થમાં જઈ આત્મધ્યાન ધરવા માંડ્યું.”
દુર્લભરાજે કેટલાંક વર્ષ રાજ્ય કરયા પછી પોતાના ન્હાના ભાઈ નાગાનંદના લીમ નામે ન્હાના પુત્રને કહ્યું કે “પૃથ્વીને તારા ગુથી વશ કરીને પ્રસન્ન કરતા, શત્રુને તેજી “શેકી નાંખી પરાજય પમાડતા તું પૃથ્વીને ગ્રહણ કર, હું હવે તીર્થમાં જઈ કર્મપાશને કાપીશ.' ભીમે રાજ્ય લેવાની આનાકાની કરી પણ છેવટે દુર્લભરાજે અને નાગરાજે “ભીમને સમજાવીને અભિષેક કર્યો. “એ નવા રાજાએ એવી શૈાભા વિસ્તારી કે જેવી એના પછી કાઈ કરી શકનાર નથી. પછી દુર્લભરાજ સ્વર્ગપુરને શાભાવવા લાગ્યા અને “તેના ન્હાના ભાઈ (નાગરાજ) પણ સ્વર્ગા અલંકાર થયે..”
આ ઉપરથી જણાય છે કે, મહમૂદ આવ્યા ત્યારે વધૅભસેન તા માત્ર છ માસ રાજ્ય કરીને મરણ પામ્યા હતા, અને દુર્લભરાજ, ભીમને રાજ્ય સોંપી તીર્થમાં જઈ વસુ હતા. માત્ર એટલે સંભવ રહે છે કે મહમૂદ ચડી આવ્યા ત્યારે ધર્માભિમાનને લીધે દુર્લભસેન તીર્થવાસી થયેા છતાં પણ લડવામાં ભેગે। મળ્યા હતા એમ કેટલાએક લખ્યું છે તેવા સંભવ હાય ખરા. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com