________________
૧૦૪
રાસમાળા
ઘેરાવાનું ગાન આવી ગયું છે; એ કિલ્લાની આસપાસ પચીસ ફૂટ પહોળાઈની અને સમારે તેટલી જ ઉંડાઈની ખાડી છે. તેને મોખરે ચણતર કરી લીધું છે, અને જ્યારે ગમે ત્યારે તેમાં દરિયાનું પાણી ભરી દેવાય એવી ગોઠવણ કરી છે. આ શહેરની બધી યોજના તથા ખંડિત થયેલી મૂર્તિ જે અહિતહિં વિખરાયેલી પડેલી છે તે, અને ઈમારતની બાંધણીની શોભા જે હજી સુધી મચ્છદ અને રહેવાનાં ઘરમાં ફેરવાઈ ગયેલી જોવામાં આવે છે એ સર્વ આપણે ભૂલ ખાઈએ નહિ એવી ભાષામાં, જિતનારાઓની નવી રીતિ દાખલ થઈ છતાં પણ સોમનાથના શહેરના હિન્દુઓનું મૂલારંભપણું દેખાડી આપે છે. કિલ્લાની ભીંત જે સમુદ્રમાં પડે છે તેની સજજડ અને શહેરના નિત્ય કણના ઉંચા અને સમુદ્રમાં ધપેલા ખરાબા ઉપર મહાકાળેશ્વરનું પ્રખ્યાત દેવાલય આવી રહ્યું છે. એનું હવણું તે છેક પડી ગયેલું ખંડેર પડેલું છે, તે ઉપરથી, તેની અસલની યોજના અને બાંધણીની ઢબ અતિ શોભાયમાન હશે, એવી કલ્પના થઈ શકે છે. કેટલેક છેટે સુધી આખી જગ્યા, થાંભલાના શેર રહેલા ટુકડાઓથી કતરેલા પથ્થરથી, અને અસલ દેવાલયના બીજા કડકાથી રોકાઈ ગઈ છે. આગળ વાંચવા લેકે આ કિનારા ઉપર હરકત કરતા હતા, માટે પાસેના વેરાવળ બંદરનું રક્ષણ કરવા સારૂ, એના ઉપર ભારે તે ચડાવવામાં આવી હતી, અને તે ઉપરથી ચલાવેલે તેને મારે એની બાંધણીની ચમત્કારિક મજબુતાઈની પરીક્ષા કરવાને પરિપૂર્ણ છે.
સોમેશ્વર મહાદેવના કીર્તિમાન દેરાની આ તે હવેણુની સ્થિતિ લખી પરંતુ મુસલમાનોની ફેજની આંખે પડેલે તેને દેખાવ તે એક ન્યારે જ હશે; તે વેળાએ તે તેનું ગગનમાં ઝોકાં ખાતું શિખર, તેની પછવાડેના દરિ. યાની આશમાની આકાશ કક્ષાથી પાર નીકળી ગયેલું દેખાતું હશે, તેની ટોચ ઉપર શિવની ભગવી ધ્વજ ફરકારા દેઈ રહી હશે. તેનો કારમંડપ, તેને રંગમંડપ, અને શંકુ આકારને ઘુમટ તથા તેની ગરદમ ફરતો ચેક, અને થાંભલાએ ટેકાવેલી અડાળિયે, તે સાથે વળી, ગ્રહની આસપાસ ઉપગ્રહ હોય તેમ તેને ફરતાં અગણિત ન્હાનાં દેરાં, એ સર્વ વડે સોમનાથના મનમાનતા દેવલની અતિ રમણીય શેભા ખીલી ઉઠતી હશે–પણ આ બધુંએ હવણું તે ભોંયની સાથે સપાટ થઈ પડયું છે, તેની ભીતને મજીદની ભીતો કરી દીધી છે; અને ત્યાં માણસને રહેવાનાં હલકાં રહેઠાણું થઈ પડ્યાં છે.'
૧ સોમનાથનું આ વર્ણન ટેડકત વેસ્ટ ઈનિયા”માંથી અને કોર્ટના ગિરનારના પ્રવાસની નોંધ ઉપરથી લીધું છે; બેંગાલ બ્રાન્ચ આવ ધી એશિયાટિક સાઇટીના જર્નલ (પુસ્તક) ૮ માનું પૃષ્ઠ ૮૬૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com