________________
દુર્લભરાજ તથા ભીમ
૧૦૧ વામાં તેઓ મોક્ષને ખરે માર્ગ સમજતા હતા. પરંતુ પછીથી તે તેમ કરવાને બદલે, જ્યારે ઈસલામના પંથિએ તેમના ધર્મની સામે લડાઈ કરવા માંડી ત્યારે પિતાના ધર્મના શત્રુઓની ઉપર ચડાઈ કરી તેમને નાશ કરવાને ચાલ તેઓએ લાગુ કરી દીધો. તે પણ એકાએક ધ્યાનમાં આવતું નથી કે દુર્લભ ફરીથી ગાદી ઉપર બેસવાને કેમ યોગ્ય ગણુ હશે. રજપુત લેકના ધારા પ્રમાણે કોઈ રાજા જે એક વાર રાજકારભાર છેડીને જાય તો પછી ફરીથી પાછો કદિ રાજધાનીમાં ડગલું દે નહિ તે તો મુવા જેવો જ થયો; તે રૈયત થઈ શકે નહિ ને રાજા તે હવે રહ્યો નહિ. તે પોતાનું આગલું નામ તજે છે અને ત્યાગીને ઘટે એવું નામ ધારણ કરે છે. વળી વધારે નિશ્ચયાત્મક કરવા સારૂ તેનું પુતળવિધાન કરવામાં આવે છે. તેને બાર દિવસ થાય છે ત્યાં સુધી શેક પાળવામાં આવે છે. પુતળાને ચિતા ખડકી બાળી મૂકે છે. એટલે કે તેને ક્રમાનુયાયી વાળ અને મૂછ બોડાવે છે અને અંત:પુરમાં સ્ત્રિયો રડારોળ કરી મૂકે છે.'
કૃષ્ણા કવિએ ભીમ રાજાનું વર્ણન દેખીતા પ્રીતિભાવથી લખ્યું છે, અને ભીમના રાજ્ય વિષે હિન્દુઓનું લખેલું પ્રથમ દાખલ કરવા માટે મુસલમાન ઈતિહાસકારોની એમનાથ સંબંધી વારે વારે કહેલી વાત લખવાને અમે મુલતવી રાખિયે છિયે તેથી કૃષ્ણજના લખેલા ભાગને અમે અહિ ઉતારે કરિયે છિયે, કેમકે ગજનીના કર દેવમૂર્તિભંજક, મહમૂદના સામી એણે ટક્કર લીધી હતી એવું એમાંથી નીકળે છે.
“દુર્લભને ક્રમાનુયાયી ભીમદેવ (પહેલો) હત; તે ઇન્દ્ર જે પ્રતાપી “હત; યુદ્ધકળામાં પ્રવીણ અને બાણુંવળી હત; તે શરીરે જડે અને ઉચે “હા, તેનું આખું શરીર રૂવાટાંથી ભરાયેલું હતું તેને હેરે થડે ઘણે “શ્યામ વર્ણને હતો, પણ દીપાયમાન હતું. તે ઘણે અભિમાની અને “યુદ્ધાસક્ત હત; સ્લેચ્છોની સામે બાથ ભીડવાને તે ડરતે નહિ.”
ઈંગ્લાંડમાં ડેન લેકેની હાર થઈ ત્યાર પછી, એવામાં કયાનુટ ધ ગ્રેટ વુઈન્ચેસ્ટરનું જૂનું દેવલ શંગારવાના કામમાં લાગ્યો હતો, તે એવા
૧ ટેડ રાજસ્થાન ભાગ ૧ લો પૃષ્ઠ. ૨૭૭; ભાગ. ૨ જાના પૃષ્ઠ ૪૫૦, ૪૯૬.
જે વૈરાગી થઈ ગયો હોય અને જાતે રહ્યો હોય તો તેની ૧૨ વર્ષ લગણ રાહ જેવા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. ત્યાર પછી પત્તો ન લાગે તે જ પુતળવિધાન કરવામાં આવે છે. અને તે જ દિવસે તેને અગ્નિસંસ્કાર કરી સૂતક અને શેક પાળવામાં આવે છે, ચોથે દિવસે ઉત્તરક્રિયા કરે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com