________________
૧૦૦
રાસમાળા
ભીમ જ્યારે મહટ થયે ત્યારે દુર્લભે પિતાની ઇચ્છા તેને કહી કે “આત્માના કલ્યાણને અર્થે કેઈ તીર્થમાં જઈ વસું. પાપશુદ્ધિ મારે કરવી છે, “માટે મને રાજ્યના ભારમાંથી મુક્ત કર.” ભીમે પ્રથમ તે ના કહી, પણ દુર્લભ અને નાગરાજને અતિ આગ્રહ જોઈ પિતાને રાજ્યાભિષેક કરવા દીધો.
આ સમયે આકાશમાંથી ફૂલને વર્ષાદ વરસ્યો. ત્યાર પછી દુર્લભ અને નાગરાજ સ્વર્ગ ગયા.
રત્નમાળા ઉપરથી દુર્લભરાજને નીચે જણાવેલ વૃત્તાન અમારા હવે પછીના અનુસંધાનમાં ઉપયોગ થઈ પડશે. તેમાં જણાવેલું છે કે, “દુર્લભ કદમાં ઉચો હતો અને તેનું અંગ ગોરું હતું તેનું વલણ વૈરાગ્ય ભણી ઘણું હતું; તે પાર્વતીપતિને ઉપાસક હત; તે જ્ઞાની હતી તેથી તેને એકાએક “અભિમાન ચડી આવતું નહિ; તેને સાધુ પુરૂષની સંગત, ન્હાવુંધવું, પુણ્યદાન
કરવું, અને ગંગા નદીને કિનારે એ બહુ પ્રિય હતું. તેને જન્મથી જ યુદ્ધને લેભ નહતો.”
| હેમાચાર્ય ચામુંડ રાજા વિષે જે વાત કહી છે તેવી જ વાત પ્રબંધચિંતામણિના કર્તાએ દુર્લભરાજ સંબંધી કહી છે; તે કહે છે કે, ભીમદેવને રાજ્ય સોંપીને તે કાશયાત્રા કરવા ગયો, ને રસ્તે જતાં માળવાને મુંજરાજ જે ત્યાં તે સમયે રાજ્ય કરતો હતો તેણે તેને અટકાવ્યો, ને તેનાં રાજચિહ્ન વેગળાં મૂકાવ્યાં. (મુંજે પાડેલી ફરજ પ્રમાણે) દુર્લભ પછી કાપડીને (વૈરાગીને) વેષ ધારણ કરીને, કશિયે યાત્રા કરવા ચાલ્યા ગયે, ત્યાં તે મરણ પામે. તે પણ માળવાના રાજાની અપમાનભરેલી ચાલ વિષે તેણે ભીમદેવને જાણ કરી હતી, તેથી, ત્યારથી, ગૂજરાતના અને માળવાના રાજાઓ વચ્ચે શત્રુતાનું મૂળ પાયું.
| ભેજચરિત્રમાં કહ્યું છે કે, દુર્લભરાજ મુંજને મળ્યો ત્યારે તેણે તેને રાજ્ય પાછું લેવાની સલાહ આપી, તેથી ભીમને છેવટે ખોટું લાગ્યું. અસલની વેળાએ રજપૂત રાજાઓમાં આ પ્રમાણે રાજ્ય છોડી દેવાને સાધારણ ચાલ હતું એમ દીસે છે; કેમકે ગયાની પવિત્ર ભૂમિમાં મેત પામ
૧ દુર્લભરાજ ગાદીયે બેઠે તે વખતમાં તેના કુટુમ્બની વાણિયા અને કુંવરિયે સેમિનાથની યાત્રાએ ગએલાં ત્યારે જાનાગઢને ૨હ દયાસ ઉર્ફે મહીપાળ ૧ લે (ઇ. સ. ૧૦૦૩ થી ૧૦૧૦) તો તેણે અપમાન કર્યું, તેટલા માટે દુલૅભસેને લકર સાથે સેરઠ ઉપર ચડી જઈ તેની રાજધાની વામનસ્થલી (વંથલી) જિતી લીધાથી રાહ જૂનાગઢના ઉપરકોટમાં ભરાયો હતો તેને ઘેરે ઘાલી જિત્યો હતો.
૨ ટેડ કૃત વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ઠ ૧૭૦-૧૭૧ નવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com