________________
મૂળરાજ સોલંકી
૭૫ સામેલ થયા; તેની નીલી રાણીના અને બીજી રાણિયના કુમાર જે સેરઠ લે છે, તેનું લઈને જ બેસી રહેતું નથી, બીહીક પામતાનું રક્ષણ કરે છે, શત્રુને નાશ કરે છે, એવી કૂતની વાણીથી આપ ઈર્ષા શા માટે ધરે છે?
શત્રુને સંહારતે તેમને યશ માત્ર પી જાય છે, ને પોતાને નમનારને લક્ષ્મી આપે છે, ન્યાયવ્યવહાર બહુ સારી રીતે સમજાવે છે, એવા ગર્જતા હાથીની સેનાવાળા (ચાહરિપુ) ઉપરની મૈત્રીને નાશ ન કરશે.
“નિરંતર જાગૃત અને અત્યંત શાત કરી દીધેલા શત્રુવાળા, તથા ઘણું કાળથી વૃદ્ધિ પામતે અત્યંત મિત્રીભાવ ધરતા આચાહરિપુ)ની ધનધાન્યાદિથી પૂર્ણ પૃથ્વીને, વિપુલ રેણુસમૂહને ઉડારતાં સૈન્ય સહવર્તમાન તમે, શા માટે નુકસાન કરે છે?
અથવા જે તમારા અંતરમાં ન કહી શકાય એ કાંઈ છલ જ હોય, તે મારે બેલવાની કાંઈ જરૂર નથી. તમારે ઉત્તર આપવાની પણ અગત્ય નથી. હવે તો માત્ર યમરાજે જ એ બધાને બદલો વાળવા તમારા પ્રતિ શત્રુ થાઓ.
અમારી કીર્તિને અતિશય ઉખેડી નાંખવાની ઇચ્છાથી તમે અતિ ઉકળી ઉઠે એ કોપ ચડાવનારું (કર્ય) કર્યું છે. એટલેથી જ તમારા ઉત્તરની કશી જરૂર નથી. તમારી હકીકત, મારા મનમાં વારંવાર બળાતે હું (મારા સ્વામીને) કહેવા આ ચાલે.”
જીવવું બાજુએ મૂકીને, પ્રાણ જાય એવું, આ રીતે બોલીને દૂત અટકે. એટલે તેને જીવાડતે સત (મૂળરાજ) રાજા આ પ્રમાણે છે :
“આ સર્વ જીવતામાં પણ જીવતા, હે આવું વદનાર! તું સર્વ જીવતામાં ખરે જીવતા છો.
તેં તારા સ્વામીને પક્ષ સારી રીતે કરો તેમ તે તારે ધર્મ પણ સારી રીતે બજાવ્યો. કેમકે પૃથ્વી ફાટી જાય તેવું આમ બોલતાં, આ સભામાં કદિ હણાય નહિ એવા પણ હૃદયમાં હણવાને ભય આવે છે.
“આને સહજ હણું, અંદર મારી નાંખું, અંદર મારી નાંખિયે, બહુ હણિયે, આપણે બે મારિયે, એમ હણવાની ઇચ્છાવાળી નૃપમંડળી છતાં; તું જે આમ, આ સભામાં બોલી શકે તે ખરેખર બડે બહાદુર છો.
“પતાના સ્વામીને કાર્યને પક્ષપાતપૂર્વક સ્થાપન કરતાં લેશ પણ ભય ન ધરીને તારી પેઠે મદ્યપાનથી અતિનિંદ્ય લોવાળા(તમારા દેશના લોકોમાંથી કેવળ અનિંદ્ય અને કોઈ પણ આગળ ન વદેલું એવું કોણ વદી શકે?
તારે સ્વામી બુદ્ધિહીણ થઈ પોતાની જાતને પણ હીણ કરનારે, અમે ચડ્યા છિયે તેમાં શું પોતાની જાતને ચડાઈ કરવા યોગ્ય નથી જાણત? કે અમારી ચડાઈને માટે વળી સામે તે ભય દેખાડે છે?
“કુટિલ ધનુષવાળા એ પાપિયે તીર્થમાં જનારા યાત્રાળુના ગમનનો રિધ કરો છે તેની શિક્ષા કરવા માટે ચડાઈ કરવી યોગ્ય છે.
કાપ કરે તેવા દુષ્ટ આચરણવાળાને, જે હું અકોપ થઈ જોઈ રહે તે અવશ્ય રક્ષણ કરવા યોગ્ય, જે આ પૃથ્વી તે મારાથી કેમ રક્ષાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com