________________
રાસમાળા.
બીજે દહાડે સવારમાં, મુકુટધારી રાજાઓ રીત પ્રમાણે દરબારમાં હાજર થઈ ગયા. એટલે સેલંકી રાજાએ પિતાના પ્રધાન જંબક અને ખેરાલુના નક્ષત્રમાં ગજની નામે શહર વસાવ્યું. અને નરપતને ત્યાંને જામ (પાન) સ્થાપ્યો. ગજની અને ખરાશાન વચ્ચેના પ્રદેશમાં ભૂપતે પિતાનું રાજ્ય સ્થાપ્યું. તેના વંશના ભટ્ટી કે ભાટી કહેવાયા. તેમને કેટલીક મુદતે ખુરાસાનના રાજાએ ત્યાંથી હાંકી હાડ્યા, એટલે પંજાબમાં આવી સલભાણું શહર (લાહોર કે તેની નજીકમાં હશે) આબાદ કરી રાજ્ય સ્થાપ્યું. પરંતુ ત્યાંથી પણ તેમને દુશ્મનના ભયથી ભાગવું પડ્યું તે સિંધ અને મારવાડ વચ્ચેના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઉમરકેટના પરમાર રાજા તથા ઝાલોરના સેનિંગરા સાથે લગ્ન સંબંધ બાંધ્યા. આ પ્રમાણે કરી રણમાં “તણેત”ને કિલ્લો સંવત ૭૮૭ માં બાંધી રાજધાની કરી. તણાતથી રાવળ દેવરાજે પોતાના નામ ઉપરથી દેવરાજ કિલો બાંધી રાજધાની કરી. તેની છઠ્ઠી મહેડિયે રાવળ જેસલ થયો, તેણે તે શહેરથી દશ માઈલ ઉપર પિતાને નામે સારા બચાવવાળ જેસલમેર નામે કિલ્લો ઇ. સ. ૧૧૫૬ માં બાંધ્યો. ત્યારથી તેના વંશની રાજધાની ત્યાં છે.
ઉપર કહેલ ગજપત પિતાના કુંવર–૧ સાલબાહન, ૨ અલંદ, ૩ રસલુ, ૪ ધર્મગંધ, ૫ કાચા, ૬ રૂ૫, ૭ સુન્દર, ૮ લેખ, ૯ જસકર્ણ, ૧૦ નેમા, ૧૧ માત, ૧૨ નિમક, ૧૩ ગંગેવ, ૧૪ જગેવ, અને ૧૫ જયપાળ એમ પંદર કુંવર સહિત હિન્દમાં આવ્યો. તેની કેટલીક હેડિયે નગર ઠઠ્ઠામાં ચડચંદ્ર, (ચૂડાચંદ્ર) જાદવ થયો, તે સૌરાષ્ટ્રમાંના વામનસ્થલી(વંથલી)ના રાજા બાલારામ ચાવડાને ભાણેજ થતા હતા; તે ઉપરથી બાલારામ, પિતાના કુંવર સાથે સંતોષ ન હોવાથી, ચૂડચન્દ્રને પિતાને વારસ બનાવ્યો. એના વંશજો ચૂડાસમા કહેવાયા.
श्री चन्द्रचूड़े चूडाचन्द्रे चूडा समानमत यतः
जयति नृपहंसवंशात्तंसः संसप्रशसितो वंशः (ચૂડચન્દ્ર એટલે શિવ, કેમકે શિવે ચન્દ્રને પિતાને મસ્તકે ધારણ કર્યો છે, તેમ આને બીજાએ કબૂલ્યો તેથી ચૂડચન્દ્ર થ.) આ સંસ્કૃત કવિતા અશુદ્ધ છે.
વામનસ્થલીની ગાદિયે ચડચન્દ્ર ઈ. સ. ૮૭૫થી ૯૦૭ સુધી. તેનો કુંવર હમીર પિતાના પિતાની હૈયાતીમાં મરણ પામવાથી તેને કુંવર ૨ મળરાજ ચૂડચન્દ્ર પછી ગાદિયે બેઠે, ઈ. સ. ૯૦થી ૯૧૫ સુધી. તે પછી તેને કુંવર ૩ વિશ્વવરાહ ઈ. સ. ૯૧૫થી ૯૪૦ સુધી. તેણે રાહ પદવિ ધારણ કરી. તે પછી ૪ ગ્રહઅરિસિંહ (રાહગારિયા ૧ લો કે ચહરિસિંહ) ઉર્ફે ચાહરિપુ થયો. તેણે ઈ. સ. ૯૪૦થી ૯૮૨ સુધી રાજ્ય કર્યું. એ મહા બળવાન હતું એનાથી દિલ્હી, દેવગઢ, લંકા વગેરેના રાજા ડરતા હતા. એ અણહિલવાડના રાજા મૂળરાજ સેલંકી સાથેની લડાઈમાં ઈસવી સન ૯૯ માં હાર્યો. એણે જૂનાગઢને ઉપરકેટ બાંધે છે.
શહરની ગાદિયે જામ નરપત બેઠે તે પછી તેને કુંવર (૧૩ મું) પુરૂષ સામ્પત કર્યું સમ થયો, તેના વંશના સમા કહેવાયા (જે પાછળથી જાડેજાને નામે પ્રસિદ્ધ થયા). જામ સમાને મુસલમાન સાથેની લડાઈમાં ગજની ખેવું પડ્યું. ત્યાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com